Browsing category

સમાચાર

અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારને પરીવારના 12 મતમાંથી 11 મત જ મળ્યાં, EVMમાં છબરડા થયા હોવાના આક્ષેપ સાથે ફરી ચૂંટણી કરવાની માંગ

અરવલ્લીની દધાલિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને પરીવારના 12 મત પણ ના મળતાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ઉમેદવારને 11 મત મળ્યાં છે જ્યારે તેના પરિવારમાં જ 12 મત છે, જેથી કોંગ્રેસના ચૂંટણી એજન્ટે EVMમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કર્યો છે અને ફરી ચૂંટણી કરવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોએ મોડાસા કલેકટર કચેરી આગળ દેખાવો કર્યો […]

છત્તીસગઢ પોલીસમાં સામેલ થવા જઇ રહેલા કિન્નરોની કહાની: પરિવારે જાકારો આપ્યો તો ભીખ માંગીને ગુજારો કર્યો, હવે પહેરશે સન્માન સાથે ખાખી વર્દી

પોલીસ ભરતીનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. 2259 પદો પર સમગ્ર રાજયમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિશેષ વાત તે છે કે છત્તીસગઢ પોલીસમાં થર્ડ જેન્ડર સામેલ થવા જઇ રહી છે. રાજયના 15 કિન્નરોની પણ આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. આ દેશનું પ્રથમ રાજ્ય હોવાની સંભાવના છે. જ્યાં આટલી સંખ્યામાં કિન્નર પોલીસમાં […]

ગૃહમાં ભાજપના ધારાસભ્યનું મોટું નિવેદન: કહ્યું, કેશુભાઈને મેં દગો આપ્યો હતો એટલે આજે પણ મને તેનો રંજ છે

કાલથી વિધાનસભા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે એક તરફ સત્રની શરૂઆત થતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજિલ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતા રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા ધારાસભ્ય રાઘવજી પટેલનુ નિવેદન મેં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે દગો કર્યોઃ રાઘવજી પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 29 ઓક્ટોબર 2020ના રોજ […]

કાનપુરમાં ભયંકર રોડ અકસ્માત, સ્પીડમાં આવલી ટ્રોલી પલટી જતા 22 લોકો તેની નીચે દબાયા, 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયેલા ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી લીધા છે. સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા […]

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો સાવધાન! ટ્રેનમાં મુંબઈથી રાજસ્થાન જતી મહિલાને અમદાવાદમાં થયો કડવો અનુભવ

અત્યાર સુધી રાહદારીના કે પછી વાહન ચાલકના મોબાઇલ (Mobile) કે ચેઇન ખેંચીને (Gold chain) સ્નેચરો ફરાર થયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જો કે હવે રેલવે સ્ટેશન (railway station) પર પ્લેટફોર્મ પરથી ઉપડેલી ટ્રેનના પ્રવાસીના (Train passenger) ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને લૂંટ કરી ગઠિયો ફરાર થઇ ગયો છે. કાલપુર પોલીસ સ્ટેશનમાં હીનાબહેન એ […]

‘ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભરું છું’, રાજકોટમાં ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિએ ગ્રુહ કંકાસથી કંટાળીને આપઘાત (suicide) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજુલાના (Rajula) વતની અને હાલ રાજકોટ શહેરના (Rajkot city) વિરાણી ચોકમાં શ્રી હરિ એપાર્ટમેન્ટ માં રૂમ ભાડે રાખી મિત્રો સાથે રહેતા ગોપાલ ભાસ્કરભાઈ પટણી નામના યુવાને ઝેરી દવા પી (drunk poison) આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. […]

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: પ્રેમ લગ્ન કરનાર યુવતીએે ધર્મ પરિવર્તન નહીં કરતાં મુસ્લિમ પતિએ ગુજાર્યો અત્યાચાર

વડોદરામાં લવ જેહાદના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વધુ એક લવ જેહાદના કિસ્સામાં એક હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ બધુ સમુસુથરું ચાલ્યું પરંતુ હિન્દુ યુવતીને તેનો પતિ ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હતો. પરંતુ તે યુવતીને માન્ય નહોતું. હાલ યુવતીએ પતિ પર અનેક મોટા આરોપો લગાવ્યા છે. ધર્માંતરણ ન અપનાવતા […]

‘તું મરી જા અને વીડિયો મોકલજે’, કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરાઈ ધરપકડ, પત્નીના મોતનો કોઈ રંજ ન હોય તે રીતે હસતા મોઢે પોઝ આપ્યો

અમદાવાદ શહેરનો એક એવો કિસ્સો કે જેમાં હસતા મોઢે એક આયશા નામની (Ayesha suicide case) યુવતીએ નદીમાં કૂદીને આપઘાત કર્યો. આયશાના પરિવારજનો તો ન્યાયની (justice for Ayesha) માંગણી કરી જ રહ્યા છે. પણ સાથે સાથે હવે લોકો આયશાને ત્રાસ આપનાર તેના પતિ આરીફ ખાનને પણ ગાળો ભાંડી રહ્યા છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જુના ફોટો […]

સુરત મનપામાં ડેપ્યુટી ટીડીઓ આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ACBના સકંજામાં, પાલિકાના અધિકારીઓમાં ફફડાટ

દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો પરેશાન હોય છે. ત્યારે લાંચીયા સરકારી બાબુઓ પર લગામ કસવા હંમેશા ખડેપગે રહેતી એસીબી(ACB)એ આજે મહાનગર પાલિકાના મધ્યસ્થ શહેરના વિકાસ વિભાગમાં ડેપ્યુટી ટીડીઓને આવક કરતા વધુ સંપત્તિના મામલામાં સકંજામાં લેતા પાલિકાના પદાધિકારિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસરા, મહાનગરપાલિકામાં શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવનાર […]

ગોળનો હપ્તો ખાવો ASIને કડવો થઈ પડ્યો, નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એસએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભારતમાં એક પણ એવું ક્ષેત્ર નહીં હોય જ્યાં આજે ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય ન જમાવ્યું હોય. ત્યારે પોલીસ વિભાગમાં તો ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર હોય તેમ પોલીસકર્મી બિન્દાસ લોકોને ડરાવી ધમકાવી ઉપરની કમાણી કરવામાં આવતી હોય તેવું અનેક વાર સામે આવ્યું છે. ત્યારે આજે વધુ એક પોલીસ કર્મી લાંચ લેવાના મામલે રંગેહાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર […]