વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: પ્રેમ લગ્ન કરનાર યુવતીએે ધર્મ પરિવર્તન નહીં કરતાં મુસ્લિમ પતિએ ગુજાર્યો અત્યાચાર

વડોદરામાં લવ જેહાદના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વધુ એક લવ જેહાદના કિસ્સામાં એક હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસ બધુ સમુસુથરું ચાલ્યું પરંતુ હિન્દુ યુવતીને તેનો પતિ ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હતો. પરંતુ તે યુવતીને માન્ય નહોતું. હાલ યુવતીએ પતિ પર અનેક મોટા આરોપો લગાવ્યા છે. ધર્માંતરણ ન અપનાવતા માર માર્યાનો આરોપ પણ લગાવ્યો છે. આ ઘટનાની ફરિયાદ પરીણિતાએ ફતેગંજ પોલીસમાં કરી છે.

વર્ષ 2018માં પ્રેમ લગ્ન કરનાર છાણી જકાતનાકાની એક યુવતીએ મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરતાં આરોપી પતિ ભેદભાવ રાખી મારઝુડ કરતો હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાઈ છે. છાણી જકાતનાકા પાસે નર્મદા નિગમ કોલોનીમાં રહેતી મોનાલી (ઉં.વ.24)એ એસવાય B.A સુધી અભ્યાસ કર્યો છે. તે અગાઉ માતા-પિતા સાથે નિઝામપુરા કુંભારવાડામાં રહેતી હતી. ત્યારે તેમના ઘર સામે આરોપી તોસીફ કિરણભાઈ રાણા (ગરાસીયા મુસ્લિમ) રહેતો હતો. જેથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ તોસીફ અવારનવાર મોનાલીને મળી લગ્ન કરવાની વાતો કરતો હતો. જેથી તેની વાતોમાં આવી મોનાલી લગ્ન કરવા તૈયાર થઈ હતી. દરમિયાન જુલાઈ – 2018માં મોનાલીએ માતા – પિતાની મરજી વિરુદ્વ જઈ તોસિફ સાથે કુબેરભવન ખાતે રજિસ્ટર મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ તોસિફ પત્નીને લઈ સાવલીના ટુંડાવ ગામે ભાઈના ઘરે લઈ ગયો હતો. જ્યાં ચાર મહિના રહીને વડોદરા પરત આવી બંને નિઝામપુરા કુંભારવાડામાં રહેવા ગયા હતા.

લગ્ન બાદ પણ મોનાલીએ હિંદુ નામ રાખ્યું હોવાથી આરોપી તોસીફ વારંવાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો, પરંતુ મોનાલીએ મુસ્લિમ ધર્મ અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેને લઈ તોસીફ પત્ની સાથે ભેદભાવ રાખી મારઝુડ કરી માનસિક ત્રાસ આપતો હતો, તેમ છતાં મોનાલીએ મુસ્લિમ ધર્મ ન અપનાવતાં આરોપીએ તેને તથા તેના ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઈ ડરી ગયેલી મોનાલીએ ફતેગંજ પોલીસ મથકે તોસીફ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી તોસીફ કોઈ કામ ધંધો પણ કરતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો