Browsing category

સમાચાર

દાહોદમાં ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી, મોબાઈલ પર વાત કરવા જેવી નજીવી બાબતે બે યુવતીઓને જાહેરમાં માર માર્યો, યુવતીઓની આબરૂના ધજાગરા ઉડાળ્યા, જુઓ વીડિયો

દાહોદ જીલ્લાને (Dahod district)ફરીથી શર્મસાર કરતી ઘટનાનો વીડિયો વાયરલ (Video viral)થયો છે. ધાનપુર તાલુકાના ભુવેરો ગામે મોબાઈલ પર વાત કરવા બાબતે બે યુવતીઓને જાહેરમાં માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર પંચની સામે યુવતીઓને માર મારતો વીડિયો સામે આવતા ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં […]

વ્યાજખોરોના ત્રાસથી ભાવનગરમાં આધેડે આપઘાત કર્યો, દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેના 40 લાખ ચુકવવા માટે 10 વર્ષથી કરતા હતા દબાણ

વ્યાજખોરો સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા જે ભરપાઈ કર્યાં બાદ પણ વ્યાજ સહિત ચાલીસ લાખની માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને કારણે વહેલી સવારે આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. […]

દિલ્હી AIIMSમાં મેડિકલ સાયન્સ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો: યુવતીએ હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરાવ્યું ઓપરેશન, બેભાન કર્યા વગર 3 કલાક સુધી સર્જરી ચાલી

દિલ્હી AIIMSમાં ઓપરેશનનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં ગુરૂવારે 24 વર્ષની એક યુવતીની સર્જરી કરાવી, પણ આ સર્જરીની અનોખી વાત એ હતી કે યુવતીએ તેની સર્જરી હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરી. તેનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું. આશ્ચર્યની વાત એ હતી કે 3 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં યુવતીને બેભાન કર્યા વગર કરાઈ હતી. […]

15 હજાર ફૂટની ઊંચાઈ પર લટકેલા સાથીને બચાવવા મેજર પંકજે પોતાનો જીવ આપી દીધો, પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મહોલિયા શિવપાર વિસ્તારમાં રહેતા પંકજ પાંડે સેનામાં મેજર તરીકે ફરજ બજાવતા હતા. અરૂણાચલ પ્રદેશના તંબોલા ખાતે ફરજ પર હતા ત્યારે તેમનો એક સાથી જવાન 15 હજારની ખાઈ પર લટકી રહ્યો હતો, તે ખાઈમાં પડવાનો હતો કે તેને બચાવવા માટે મેજર પંકજ પોતે ખાઈમાં પડી ગયા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મેજરને ગુવાહાટીની […]

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત: કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતા-પિતા અને પુત્રનું મોત

અમરેલી જિલ્લાના રાજુલામાં (Rajula) એક ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી હતી. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ (Three Died on the Spot) સભ્યોનાં દુખદ મોત થયા હતા. મૃતદેહો એટલી વિકૃત સ્થિતિમાં હતા કે તેને ઉઠાવવાની પણ કોઈની હિમ્મત થઈ શકતી નહોતી ત્યારે 108ના સ્ટાફની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે […]

સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, PI પતિ અજયે કબૂલ્યું, ‘પત્નીને ગળે ટૂંપો દઈ મેં જ મારી નાખી, મિત્રની કારમાં લાશ લઈ જઈ સળગાવીને ફેંકી દીધી હતી’

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા […]

અમદાવાદમાં મહિલાને મોંઢે દુપટ્ટો બાંધવો ભારે પડ્યો, દુપટ્ટાના કારણે થાપ ગઈ ગયો હત્યારો, અન્ય મહિલાની કરી નાખી હત્યા

અમદાવાદના નારોલમાં થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢીને બે આરોપીઓને ઝડપી પાડ્યાં છે. મહત્વની વાત એ છે કે, આ હત્યાના બનાવમાં મોંઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યો હતો. આરોપીનો જે મહિલા સાથે ઝઘડો થયો હતો તેની હત્યા કરવા આવ્યો હતો પણ બીજી કોઈ મહિલાની હત્યા થઈ ગઈ અને તે ભાગી ગયો હતો. […]

પોલીસ પણ અસંમજસમાં મુકાઈ! એક યુવતીના બે લગ્ન થયા અને હવે બન્ને પતિ પત્નીને મેળવવા પોલીસને કરી રહ્યા છે વિનંતી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક યુવતીએ પહેલા પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા, ત્યારપછી બે-ત્રણ મહિના પછી પરિવારની પસંદના યુવક સાથે ફરીથી લગ્ન કરવામાં આવ્યા. હવે યુવતીના બન્ને પતિ પોતાની પત્નીને મેળવવા માટે પોલીસને વિનંતી કરી રહ્યા છે. યુવતીનું કહેવું છે કે તેના બીજા લગ્ન બળજબરીપૂર્વક કરવામાં આવ્યા છે અને તે પહેલા પતિ સાથે રહેવા માંગે છે. બન્ને […]

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, છરીની અણીએ ચલાવી લૂંટ, વીડિયો વાયરલ થયો

સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરત રાવતપુરા વિસ્તાર (Ravatpura area)માં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. આ દરમિયાન બે ઈસમોએ ચપ્પુની અણીએ જુગાર રમતા યુવાનોને લૂંટી (Loot)ને ફરાર થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થયો છે. લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની […]

રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દાખવી માનવતા: વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

પોલીસ પ્રજાનો રક્ષક છે આ વાત ફરી એક વખત રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલએ સાબિત કરી બતાવી છે. રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન ફરજ પૂર્ણ કરી ઘરે જતા સમયે રસ્તામાં માતા-પિતાથી વિખૂટું પડી ગયેલા બાળકને જોતાજ તેને નાસ્તો કરાવી બાદમાં પરિવાર સોધી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ […]