Browsing category

સમાચાર

અરવલ્લીમાં થયેલા ભેદી બ્લાસ્ટ મામલે મોટો ‘ધડાકો’: યુવકે છ મહિનાથી ઘરમાં રાખ્યો હતો હેન્ડ ગ્રેનેડ, બ્લાસ્ટમાં બે લોકોનાં મોત

અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા થયેલા ભેદી બ્લાસ્ટ મામલે તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં […]

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના: સુરતમાં મોબાઈલ લઈ લેતા 16 વર્ષની સગીરાને માઠુ લાગતા આપઘાત કરી લીધો

આજ કાલ મોબાઈલ વગર જાણે જીવવું મુશ્કેલ બની ગયું હોય તેમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ મોબાઈલ વગર રહી નથી શકતા. મોબાઈલ માટે એક વિદ્યાર્થીનીએ માતા-પિતાના 16 વર્ષના પ્રેમને પણ ભુલી જીવન ટુંકાવી દીધાની ઘટના સામે આવી છે. માતા-પિતા માટે એક ચેતવણી સમાન ઘટના શહેરના વેડરોડ વિસ્તારનીછે, જ્યાં 16 વર્ષની સગીરાએ સામાન્ય વાત પર માઠુ […]

શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર CM યોગી આદિત્યનાથનું એલાન: મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં દારૂ અને માંસ પર પ્રતિબંધ મૂક્યો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન કરાશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા […]

નવા કૃષિ કાયદાની ગુજરાતમાં માઠી અસર, ગુજરાતની 15 APMCને તાળાં લાગ્યાં, 224માંથી 114 APMC બંધ થવાને આરે…

કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની ૨૨૪ એપીએમસીમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજ્યની ૧૫ એપીએમસીને તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં ૧૧૪ એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે. આ […]

મહીસાગરમાં દીકરીના પ્રેમીને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો, હત્યા કરવા માટે ગજબ દિમાગ વાપર્યું, ટેકનિક જાણી પોલીસ પણ ચોંકી ગઈ

મહિસાગર જિલ્લાના (Mahisagar) ટીંટોઈ ગામ (Tintoi Village)ની સીમમાંથી હત્યા (Murder) કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. મૃતક યુવકે પ્રેમ સંબંધ (Love Affair)માં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીની હત્યા (Lover Murder) કરી હોવાનું સામે આવ્યું છે. સમાજમાં બદનામીના ડરને લઈ પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને […]

33 વર્ષની ઉંમરે ગુમ થયેલો પ્રહલાદ 23 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો, એકબીજાને જોઈ ભાઈઓ રડી પડ્યા

મધ્યપ્રદેશના સાગરથી આશરે 23 વર્ષ અગાઉ ગુમ થયેલા પ્રહલાદ સિંહ રાજપૂત સોમવારે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ સ્વદેશ પરત ફર્યો છે. સોમવારે સાંજે અમૃતસરની અટારી બોર્ડર પર પાકિસ્તાનની સેનાએ પ્રહલાદની ભારતીય સેનાને સોંપણી કરી હતી. ત્યાર બાદ પ્રહલાદે સાગર પોલીસ અને તેના નાના ભાઈ વીર સિંહે રિસીવ કર્યો હતો. સરહદના કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ […]

મધ્યપ્રદેશમાં મહિલા સરપંચ 30 આલીશાન ગાડીની માલિક! એક એકરમાં વૈભવી બંગલો, 4 જગ્યા પર લોકાયુક્તના દરોડામાંથી 10 કરોડની પ્રોપર્ટી મળી

મધ્યપ્રદેશના રીવા લોકાયુક્ત પોલીસે બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળતાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. ટીમ મંગળવારની સવારે 4 ઠેકાણે દરોડા પાડવા પહોંચી છે. મહિલા સરપંચના અત્યારસુધી 2 બંગલા હોવાની જાણ થઈ છે. બૈજનાથ ગામમાં 1 એકરના ક્ષેત્રમાં વૈભવી બંગલો બનાવ્યો છે. એમાં સ્વિમિંગ પૂલ પણ […]

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલી સ્વરૂપવાન છોકરીને જોઈને ભરમાઇ ના જતા, મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઇ

રીક્ષામા બેઠેલી દેખાવાડી યુવતી ને જોઈ ને ભરમાય ન જતા. વાસણા પોલીસે (Vasna Police) એક એવી ગેંગ પકડી છે જે પોતાની ગેંગમાં સામેલ યુવતીઓ ને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ (loot gang) ચલાવતી. અમદાવાદની (Ahmedabad) વાસણા પોલીસે એક યુવતી, એક સગીરા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી 33 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પુરુષોની કમજોરી એક સ્ત્રી […]

સુરતના કીમ-પિપોદરા નેશનલ હાઈવે પર દારૂડિયાએ મચાવી ધમાલ, ગાડીઓ પર ચડીને કર્યો ટ્રાફિક જામ, જુઓ વીડિયો

સુરતમાં (Surat) એક નશેડી યુવકના આતંકનો (Terror) હચમચાવી નાખતો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. કાલે ભરબપોરે નેશનલ હાઇવે 48 પર (National Highway 48) એક નેશડી યુવક આવી ચઢ્યો હતો. આ યુવકે રસ્તા વચ્ચે આતંક મચાવ્યો અને ગાડીઓમાં ટીંગાઈ અને તોડફોડ કરી હતી. રાહદારીઓ આ દૃશ્ય જોઈને ચોંકી ગયા હતા અને લોકોએ તેનો લાઇવ વીડિયો […]

રાજસ્થાનના નાગૌર પાસે ભયાનક અકસ્માત: રામદેવરા અને કરણી માતાનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 11 લોકોનાં મોત, 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા […]