Browsing category

મંદિર

એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા

શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આવું જ એક મંદિર સ્થિત છે મધ્યપ્રદેશના ઇન્દોર પાસે સાંવેરમાં. સાંવેરના આ મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા સ્થિત છે. તેને […]

ગુજરાતમાં અહીં આવેલું છે સ્વયંભૂ મહાદેવનું મંદિર, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણએ કરી હતી શિવની પૂજા

ભગવાન શિવના ભારતભરમાં અનેક મંદિરો અને ખાસ સ્થાનો આવેલા છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધીના શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. આ ઉપરાંત 14 ઉપજ્યોતિર્લિંગમાંથી એક એવા બીલનાથ મહાદેવનું મંદિર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બીલેશ્વર ગામ ખાતે આવેલુ છે. કૃષ્ણ ભક્ત સુદામા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંગરમાં આવેલું આ ગામ આસ્થાની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ […]

પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ, 12 લાખ શ્રદ્ધાળુઓ લેશે મહાપ્રસાદ, જાણો મંદિરનો ઈતિહાસ

ભેંસાણ નજીક આવેલી લોકપ્રિય ધાર્મિક જગ્યા એટલે પરબધામ. રક્તપિતિથી પિડાતા અને સમાજે તરછોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાના સમાધી સ્થળ અહીં છે. પરબધામનો સંપૂર્ણ ઈતિહાસ તો આપણે આગળ જાણીશું જ, પરંતુ સૌથી પહેલા અષાઢી બીજના દિવસે અહીં ભરાનાર લોકપ્રિય મેળા વિશે જાણીએ. અષાઢી બીજના મેળાની ખાસ વાતો 3 જુલાઇની સાંજથી મેળાનો થશે પ્રારંભ, […]

હનુમાન જયંતી સ્પેશિયલ: કષ્ટભંજન દેવની મૂર્તિની અજાણી વાતો જાણો

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. પરંતુ, દાદાના દર્શને આવતા આ લોકો દાદાની મૂર્તિ વિશે સાવ અજાણ છે. આ જ કારણે હનુમાન જયંતી જેવા વિશેષ દિને દાદાની મૂર્તિ વિશે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને પાર્ષદ નીલકંઠ ભગત સ્વામી માહિતી આપી હતી. […]

યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો છે ત્યાંનો નજારો

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાત અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં બીએપીએસ સંસ્થાનું નામ ગુંજતુ કર્યું છે. ત્યારે તેમના ગુરૂ યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે પણ તેમનાં જ આર્શિવાદથી ભવ્ય શિખરબધ્ધ […]

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવના મંદિરો સમગ્ર વિશ્વમાં આવેલા છે અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા […]

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું. અન્નાપૂર્ણા ધામમાં છાત્રાલય, લાયબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનોની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થઈ […]

હનુમાનજીનું એકમાત્ર મંદિર, જ્યાં એક ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવામાં આવે છે

આપણાં દેશમાં હનુમાનજીના અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક ખૂબ ખાસ છે. આવું જ એક ખાસ મંદિર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. અહીં હનુમાનજીને ચોલા ચઢાવવા માટે ભક્તોને બુકિંગ કરાવવી પડે છે, તેના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિરનું નામ શ્રી વીર અલીજા હનુમાન મંદિર છે. 2021 સુધી થઈ ગઈ છે બુકિંગ ઇન્દોરના પંચકુઇયા […]

સપ્તેશ્વરમાં શિવલિંગ પર ગૌમુખમાંથી સતત જળધારા થતી રહે છે, જાણો આ પ્રાચીન મંદિર વિશે

મંદિરમાં શિવલિંગની ઉપર સતત જળધારા થતી રહે છે સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે શંકર ભગવાનના શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરકાંઠા જીલ્લામાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા પર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી […]

કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવ

આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને કહ્યું કે તું શિવલિંગ લંકા લઈ જતી વેળાએ જ્યાં પણ મૂકી દઈ ત્યાં કોટી […]