Browsing category

ધાર્મિક

કેવી રીતે થઈ ભગવાન શિવમાંથી કાળભૈરવની ઉત્પત્તિ? જાણો અને શેર કરો

કારતક મહિનાના વદ પક્ષની આઠમે કાળ ભૈરવાષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાનભૈરવની પૂજા કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે, આ દિવસે ભગવાન શિવે કાળભૈરવનો અવતાર લીધો હતો. આ લેખમાં જાણો ભગવાન શિવે શા માટે આ અવતાર લીધો હતો. ભૈરવ અવતારની કથાઃ- શિવપુરાણ પ્રમાણે, એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઇને બ્રહ્મા અને વિષ્ણુ […]

કાલભૈરવ અષ્ટમી: પુરાણોમાં બતાવ્યા છે કાળભૈરવના 8 સ્વરૂપ, આ દિવસે ભૈરવના વિવિધ સ્વરૂપોની કરો વિશેષ પૂજા

હિન્દુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમીએ કાળભૈરવ અષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કાળભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાળભૈરવનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શિવ પુરાણ પ્રમાણે કાળભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. શિવ પુરાણમાં બતાવ્યા પ્રમાણે કાળભૈરવ શ્રીકૃષ્ણના જમણા નેત્રથી પ્રગટ થયાં હતાં, જે આઠ ભૈરવોમાંથી […]

તુલસી પૂજા અને વિવાહનો મહાપર્વ દેવઉઠી એકાદશી, શાલિગ્રામની સાથે કરવામાં આવે છે તુલસી પૂજા

આજે તુલસી વિવાહ, દેવઉઠી એટલે દેવ પ્રબોધિની એકાદશી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે જ તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ (વિષ્ણુનું સ્વરૂપ) સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ શયનથી જાગે છે. આ દેવના જાગવાની તિથિ છે, માટે તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. દેવઊઠી […]

દેવઉઠી અગિયારસ, શું છે તુલસી વિવાહની પરંપરા, કેવી રીતે કરવી માંગલિક કાર્યની શરૂઆત, જાણો અને શેર કરો

કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસને લોકો દેવઉઠની એકાદશીના નામથી ઓળખે છે. માન્યતા છે કે, ક્ષીર સાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા બાદ ભગવાન વિષ્ણુજી આ દિવસે જાગે છે. કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસ એટલે દેવઉઠની અથવા દેવોત્થાન એકાદશીએ શ્રીવિષ્ણુજીની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ પર્વ કઇ રીતે શરૂ થયોઃ- ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાની સુદ પક્ષની […]

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક એટલે ભાઈબીજ, યમ અને યમુનાની પૂજાનો દિવસ, જાણો કથા અને મહત્વ

કારતક મહિનાના સુદ પક્ષની બીજા અર્થાત્ દિવાળીના બૂજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના મસ્તક ઉપર તિલક લગાવીને તેમની લાંબી ઉંમર માટે મનોકામના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈના મસ્તક પર તિલક લગાવવાથી યમરાજ એ ભાઈ-બહેનના કષ્ટ દૂર કરી દે છે. માન્યતા છે કે આ દિવસે ભાઈ […]

દિવાળીએ રાતે સુખ-સમૃદ્ધિની કામનાથી કઇ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઇએ? જાણો અને શેર કરો

દિવાળીએ રાતે ઘરની આસપાસ લક્ષ્મીજીના સ્વાગત માટે દીવો પ્રગટાવવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે દિવાળીએ રાતે થોડી ખાસ જગ્યાએ દીવો જરૂર પ્રગટાવવો જોઇએ. જાણો આ જગ્યાઓ કઇ-કઇ છે… લક્ષ્મી પૂજા પહેલાં મુખ્ય દ્વારે બંને બાજુ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. જો ઘરમાં ફળિયું હોય તો ઘીનો એક દીવો ફળિયામાં પ્રગટાવવો જોઇએ. ફળિયું ના હોય તો […]

કાળી ચૌદશનું મહત્વ અને માન્યતાઓ, કાળી ચૌદશનું વ્રત કરવાથી શ્રીકૃષ્ણ સૌંદર્ય પ્રદાન કરે છે, યમના દીવાથી દૂર થાય છે સઘળી પરેશાનીઓ

દિવાળીના ઠીક એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચૌદશ, નાની દિવાળી, રૂપ ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે વ્યક્તિ પૂજા અને દીવો પ્રગટાવે છે તે વ્યક્તિને તમામ પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે ઘરના અનેક ભાગમાં યમ માટે દીવો પ્રગટાવવામાં આવે […]

નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને શેર કરો

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ થવાના પહેલા દિવસે કળશ સ્થાપિત કરાયા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને મનમાં માં દુર્ગા પ્રત્યે […]

જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી અને માહત્મ્ય જાણો

જયા પાર્વતી વ્રતનો પ્રારંભ 21 જુલાઈને બુધવારથી થઈ રહ્યો છે. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે અહીં જણાવાયું છે. જયા પાર્વતીવ્રતને વિજ્યાવ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહીત મહિલાઓ અને કુંવારીકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી, વિવાહીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે. વ્રત દરમ્યાન […]

ગુજરાતનું એકમાત્ર એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લોકોની માનતા પૂરી થતાં પાણીની બોટલો અને પાઉચ ચડાવે છે, જાણો કયાં આવેલું છે આ આસ્થાનું કેન્દ્ર?

ગુજરાતમાં આસ્થાનું એક અનોખું કેન્દ્ર મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યાં કામ પૂર્ણ થાય છે. માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવે છે […]