મંગળવારે બપોરે 1 વાગ્યે ટ્રાફિક અમદાવાદ પોલીસની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી અને વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું યુવતીનું ટૂ-વ્હીલર ટો કરી લીધું હતું. જો કે તે જ સમયે યુવતી આવી જતાં તેણે રૂ.100 દંડ ભરવા તૈયારી બતાવી હતી. પરંતુ પોલીસે ટોઈંગના વધુ રૂ.250 માગતા યુવતીએ ગાંધીગીરી કરી હતી અને 35 મિનિટ સુધી તે ક્રેનની આગળ ઊભી રહી ગઈ હતી.
આ દ્રશ્ય જોતાં આસપાસના સંખ્યાબંધ લોકો ભેગા થયા હતા અને પોલીસની વધુ નાણાં ખંખેરવાની જોહુકમી સામે હુરિયો બોલાવ્યો હતો. જેને પગલે પોલીસે દંડ લીધા વિના ટૂ-વ્હીલર પાછું આપી દેવું પડ્યું હતું. શહેરભરમાં 55 ક્રેનથી રોજના સંખ્યાબંધ વાહન ટો કરાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.