યુવતીની ગાંધીગીરી જૂઓ: અમદાવાદમાં ટો કરેલા ટૂ-વ્હીલરનો દંડ રૂ.100 ભરવા યુવતી તૈયાર હતી, પોલીસે 350 માગતા 35 મિનિટ ક્રેનની આગળ ઊભી રહી

મંગળવારે બપોરે 1 વાગ્યે ટ્રાફિક અમદાવાદ પોલીસની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી અને વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું યુવતીનું ટૂ-વ્હીલર ટો કરી લીધું હતું. જો કે તે જ સમયે યુવતી આવી જતાં તેણે રૂ.100 દંડ ભરવા તૈયારી બતાવી હતી. પરંતુ પોલીસે ટોઈંગના વધુ રૂ.250 માગતા યુવતીએ ગાંધીગીરી કરી હતી અને 35 મિનિટ સુધી તે ક્રેનની આગળ ઊભી રહી ગઈ હતી.

આ દ્રશ્ય જોતાં આસપાસના સંખ્યાબંધ લોકો ભેગા થયા હતા અને પોલીસની વધુ નાણાં ખંખેરવાની જોહુકમી સામે હુરિયો બોલાવ્યો હતો. જેને પગલે પોલીસે દંડ લીધા વિના ટૂ-વ્હીલર પાછું આપી દેવું પડ્યું હતું. શહેરભરમાં 55 ક્રેનથી રોજના સંખ્યાબંધ વાહન ટો કરાય છે.

યુવતીની ગાંધીગીરી જોઈ સ્થાનિક રહીશોએ હલ્લા બોલ કર્યો.
દંડ લીધા વગર યુવતીનું ટૂ-વ્હીલર છોડવું પડ્યું.
સ્કૂટર લઈને યુવતી બહેનપણી સાથે રવાના થઈ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો