બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે મૃતકોનો આંક વધી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડા 36થી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વરના માતાપિતાનું મોત

સુકીભઠ્ઠ રંઘોળા નદીના પટમાં ટ્રક ઊંધી ખાબકતાં જાનૈયામાં સામેલ વરના માતાપિતા અને સગાસંબંધી સહિતના જાનૈયાઓ મોતને ભેટ્યા હતા.

વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઊઠી

ટ્રક પલટવાની ઘટના બનતાં નીચે દબાયેલા અને ઘાયલ થયેલાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢ્યા હતા. તો 27થી વધુ મોતને ભેટતા ચારેબાજુ લાશોના ઢગલા થયા હોય તેવી સ્થિતિ બનવા પામી હતી.

ઘટનાસ્થળે 108ની પાંચ ટીમ

આજે સવારે ભાવનગર રાજકોટ હાઇવે રંઘોળા નજીક એક ટ્રક ખાળીમાં ખાબકતા મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને 20થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આજે સવારે રંઘોળા નજીક બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટના ને સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. ભાવનગર જિલ્લાની અને બોટાદ જિલ્લામાંથી 108ની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચીને બનાવ કામગીરી કરીને ઘાયલોને સિહોર અને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જાન સિહોરના અનિડા ગામની

સવારે ટ્રક નાળામાં ખાબકીને ટ્રક નીચે દબાયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાન સિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલા અનિડા ગામથી નીકળી હતી. લગ્ન પ્રસંગે ઢસા તરફ જતાં સમયે બનેલી કરુણાતિકાથી ભારે અરેરાટી વ્યાપી છે. જાન ઢસાના ટાકમ ગામે જતી હતી.

મૃતકની યાદી

1.શોભાબેન વાઘેલા – શિહોર
2.પ્રભાબેન વાઘેલા – વરરાજાના માતા
3.સુરાભાઈ મકવાણા – ગામ અનિડા
4.પ્રવિણભાઈ વાઘેલા – વરરાજાના પિતા
5.જીણીબેન વાઘેલા – દાદી – ગામ અનિડા
6.કિશન વાધેલા – ગામ અનિડા
7.વિક્રમ વાધેલા – ગામ અનિડા
8.શાંતિભાઈ વાઘેલા – ગામ અનિડા
9.દિનેશભાઈ પરમાર- ગામ રાજુલા
10.સુરેશભાઈ પરમાર ગામ- અનિડા
11.જીતેન્દ્ર પરમાર ગામ- ઘોઘા
12.પુનાભાઈ પરમાર ગામ – અનિડા
13.ધીરૂભાઈ પરમાર ગામ- અનિડા
14.અસ્મિતાબેન વાઘેલા ગામ – અનિડા
15.હિરાબેન વાઘેલા
16.ભાવેશભાઈ ડાભી
17.જસુબેન વરરાજાના બહેન
18.સંજયભાઈ પરમાર
19.રવિભાઈ મકવાણા
20.હર્ષદભાઈ ડાભી
21.વસંતબેન મકવાણા
22.રૂપાબેન ચૌહાણ

ભાજપ પ્રવક્તા ભરત પંડયા સંવેદના વ્યક્ત કરી જણાવ્યું હતું કે રંઘોળા ખાતે બનેલી દુર્ઘટના હૃદયદ્વાવક છે. જે કોળી પરીવારમાં ખુશીનો પ્રસંગ હતો. ત્યાં શોકનો માહોલ સર્જાયો છે. જે લગ્નની જાન મંગળ પ્રસંગે જઈ રહી હતી તેમાં અનેક જાનૈયાઓએ પોતાના જાન ગુમાવીને આ પ્રસંગ અમંગળમાં પરિણમ્યો છે. ટીવી પરના દૃશ્યો જોઈને હૃદય કંપી જાય એ પ્રકારની આ ઘટના છે. ત્યારે સમાજ કે કોઈપણ વ્યક્તિને આ દુર્ઘટનામાં કેટલો આઘાત લાગ્યો હશે એ સમજી શકાય એવું છે. હું મૃતકોને ભાજપ તરફથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું, તમામ પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરૂં છું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મૃતક પરિવારને 4 લાખની સહાય અને ઘાયલોનો તમામ સારવાર ખર્ચ સરકાર ઉપાડશે તેવી જાહેરાત કરી છે. સરકાર અને ભાજપ પીડિતોની પડખે છે. ફરીથી મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરૂં છું.

ભાજપે રંઘોળા અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, CMએ જાહેર કરી 4 લાખની સહાય

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

શ્રદ્ધાંજલીસમાચાર