જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે. PMOએ તેમને બે-ત્રણ દિવસમાં મીટિંગ ફિક્સ કરવાનો જવાબ મોકલ્યો છે. આ રકમ તે તેમની ટેક્સેબલ આવકમાંથી આપી રહ્યા છે. ભાસ્કર સાથે વાતચીતમાં મુર્તજાએ જણાવ્યું કે, પુલવામા એટેક બહુ મોટી ઘટના છે અને તેમાં દેશે આપણા 40 વીર જવાનો ગુમાવ્યા છે.

સૈન્ય અને તેના પરિવારજનોની કોઈ રીત હું મદદ કરી શકું, એટલે આ રકમ રાષ્ટ્રીય રાહત કોષમાં આપવાનું મન બનાવ્યું છે. આ માટે 25 ફેબ્રુઆરીના રોજ PMOને ઈ-મેલ કરીને વડાપ્રધાન પાસે મીટિંગનો સમય માંગ્યો હતો. જેના જવાબમાં ફંડના ડેપ્યુટી સેક્રેટરી અગ્નિ કુમાર દાસે દસ્તાવેજી કાર્યવાહી માટે મુર્તજા અલીની પ્રોફાઈલ મંગાવી હતી. મુર્તજાએ પ્રોફાઈલ, પાન કાર્ય સહિત રકમની ડિટેઈલ પીએમઓને મોકલી દીધી છે. ત્યારબાદ 1 માર્ચના રોજ ત્યાંથી જવાબ આવ્યો કે, બે-ત્રણ દિવસમાં તેઓ દિવસ તથા સમય જણાવાશે.

PM મોદી પાસે મળવાનો સમય માંગતા PMO તરફથી આવ્યો આ જવાબ

મુર્તજાએ જણાવ્યું કે, પીએમને મળીને તેમને 110 કરોડનો ચેક સોંપીશ. સાથે જ સામાજિક કાર્યો માટે નવી યોજનાઓ તથા અમુક નવી ટેક્નોલોજી વિશે પણ વાતચીત કરીશ. મુર્તજા કહે છે કે, અમે ફંડમાં 110 કરોડ રૂપિયા આપવા માટે બધી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. PMOના આદેશ પ્રમાણે, ચેક કે ડીડીથી ચૂકવણી કરશે. બસ મીટિંગ ફિક્સ થવાના ઈ-મેલની રાહ જોઈ રહ્યા છે.

જન્મથી બ્લાઈન્ડ, કોમર્સ વિદ્યાર્થી અને હવે કરી રહ્યો છે ઈન્વેંશન

મુર્તજા જન્મથી બ્લાઈન્ડ છે અને તેમણે કોટા કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમના પિતાને ઓટોમોબાઈલનો બિઝનેસ હતો. બ્લાઈન્ડ હોવાના કારણે તેમાં નુકશાન થઈ રહ્યું હતું. એવામાં તેમણે મોબાઈલ અને ડિશ ટીવીના ક્ષેત્રમાં કાર્ય શરૂ કર્યું. વર્ષ 2010માં તે કોઈ કામ માટે જયપુર ગયા હતા. ત્યાં એક પેટ્રોલ પંપ પર જ્યારે તે પેટ્રોલ ભરાવા પહોંચ્યા તો આ દરમિયાન એક યુવકે મોબાઈલ રિસીવ કર્યો અને ત્યાં આગ લાગી ગઈ. તેનું કારણ જાણવા માટે તેમણે સ્ટડી શરૂ કરી. આ રીતે તેમણે ફ્યૂઅલ બર્ન રેડિએશનની શોધ કરી. આ ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરો કે અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે. હવે એક કંપની સાથે કરાર કરવાથી તેમને સારી એવી રકમ મળી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો