Browsing tag

જ્ઞાતિરત્નો

આ છે પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયા, આવું છે તેમનું જીવન,

જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી. તેવા વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. 1958માં જામકંડોરણામાં જન્મેલા વિઠ્ઠલભાઇએ 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા છે. હાલ તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આઇસીયુમાં છે. અનેક ચડાવ-ઉતારને માત આપી વિઠ્ઠલભાઇ જીવનમાં સતત આગળ વધ્યાં છે. […]

આ છે લવજીભાઈ બાદશાહનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ, તસવીરોમાં જુઓ મન મોહી લેતો નજારો

ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. રોજીરોટી કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ […]

શહીદો માટે રામકથાથી 251 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય, જાણો આયોજક વિશે

સુરતઃ દેશના સિમાડા સાચવીને બેઠેલા સૈનિક દુશ્મનની ગોળીએ વિંધાઈને શહીદ થાય ત્યારે દરેક દેશવાસીની આંખ ભીની થઈ જાય છે. પરંતુ ત્યાર બાદ શહીદ પરિવારના લોકોનું શું આ સવાલ લગભગ કોઈને સતાવતો નથી. ત્યારે સૈનિકો અને ખાસ કરીને શહીદના પરિવારની ચિંતા કરીને તેમના માટે કાયમી હૂંફ અને પ્રેમ, લાગણી પહોંચાડવા માટે સુરતમાં મોરારી બાપુની રામકથાનું આયોજન […]

આ છે ખોડલધામ પ્રમુખનું આલિશાન ઘર: રજવાડી અહેસાસ કરાવે છે અંદરનો નજારો

જેતપુર નજીક કાગવડમાં વિશાળ જગ્યામાં આકાર પામેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા બાદ નરેશ પટેલે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને યુવા વયના પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોપી હતી. વ્યવસાયે બિલ્ડર 40 વર્ષીય પરેશભાઈ ગજેરાએ પણ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર પોતાનો આલિશાન બંગલો તૈયાર કરાવ્યો છે. સવા ચારચો વાર વિસ્તારમાં ફેલાયેલા બંગલાનું કન્ટ્રક્શન આશરે ત્રણ વર્ષ ચાલ્યુ […]

સૌરાષ્ટ્રનાં સાવજ, ખેડુતો નાં હક માટે લડનારા પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર આવનારી ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર #વિઠ્ઠલા

સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન પર ‘વિઠ્ઠલા’ નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. તેમની ઇમેજ ખેડૂત નેતા તરીકે વિકસી છે કારણ કે પોતાના વિસ્તારના ખેડૂતોને ન્યાય અપાવવા તેઓએ અનેક લડાઇઓ લડી છે.   આ ફિલ્મમાં વડોદરાના દાઢીધારી દેખાતા રૂતેષ પટેલ વિઠ્ઠલભાઇનો રોલ ભજવી રહ્યા છે. જામકંડોરણા તેમજ આસપાસના […]

વિદેશીઓને હંફાવતા BALAJI વેફર્સના ચંદુભાઈ વિરાણીની સફળતાના રહસ્યો

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં બાલાજીની વેફર્સ ચપોચપ વેચાય છે. બાલાજી વેફર્સે નમકીનની દુનિયામાં આ ઊંચાઈ મેળવવા અઢાર વર્ષ સંઘર્ષ કર્યો છે. બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિશાલ છે. કંપનીના સ્ટાફમાં ૭૦ ટકા મહિલા છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે ‘પુરુષની […]

દીકરીઓને 200 કરોડના બોન્ડ આપનાર લવજીભાઈ બાદશાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ અભિયાનથી પ્રેરણા લઈને 200 કરોડ રૂપિયાની યોજના શરૂ કરનાર લવજીભાઈ ડાલિયા ઉર્ફે બાદશાહ રાજ્યભરમાં ચર્ચામાં આવ્યાં હતાં. દીકરીઓની ઘટતી જતી સંખ્યાના મૂળમાં રહેલી સમસ્યા દીકરીઓનો નિભાવ અને લગ્નનો ખર્ચ હોવાનું કારણ શોધીને બાદશાહે આ દીકરીઓની જવાબદારી ઉઠાવી લીધી હોય તેમ દીકરી 21 વર્ષની થાય ત્યારે પ્રત્યેક દીકરીને […]

આઠ વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે આ ગામના ઉદ્યોગપતિ, જાણો શું છે ખાસ

ધારી તાબાના ચલાલા ગામના વતની અને હાલ મોરબી સ્થિત યુવા ઉદ્યોગપતિ વિપુલભાઇ માળવીયા છેલ્લા આઠેક વર્ષથી રસ્તે રઝળતા માનસિક અસ્થિર અને મસ્તાન લોકોની અનોખી સેવા ચાકરી કરી રહ્યાં છે. તેઓ પોતાની કારમા જ ખાવા પીવાની તમામ ચિજ વસ્તુઓ રાખે છે. અને માર્ગમા જયાં પણ આવા માનસિક અસ્થિર લોકોને જુએ ત્યાં કાર ઉભી રાખી દે છે […]

સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું ગામ રફાળા બન્યુ ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’

એકલપંડે ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’ બનાવનાર ગુજરાતી ‘હીરો’ ! સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું એક નાનકડું ગામ રફાળા સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓકટોબર નિમિત્તે સરદારે એક કરીને નિર્માણ કરેલા ભારત દેશમાં પ્રિય મોરારિબાપુના આશીર્વાદ સાથે અજોડ સ્થાન મેળવી રહ્યું છે. વતનનું ઋણ કેવી રીતે કોઈ દિલદાર દેશભક્ત સજ્જન ચૂકવે એ જોઇને દુનિયા દંગ થઇ જાય એવો […]

સૌથી વધુ દીકરીઓનો સુરતી પિતાઃ બે હજાર કન્યાઓની નિભાવે છે જવાબદારી

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી પિતા વિહોણી દીકરીઓના પિતાની જવાબદારી ઉઠાવવી સામાન્ય વાત નથી. પિતા વિહોણી દીકરીઓની સાથે સાથે ત્યજી દેવાયેલી દીકરીઓ અને ગંભીર કહી શકાય તેવી એઈડ્સની બીમારી ધરાવતાં બાળકોની જવાબદારી એક સુરતી ઉઠાવી રહ્યાં છે. તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા હુમલામાં સૈનિકો મોતને ભેટતાં તત્ક્ષણે તેમના સંતાનોના શિક્ષણની જવાબદારી ઉઠાવી લેનારા મહેશ સવાણી […]