ગુજરાતનું ‘અનોખું’ પેટ્રોલ પંપ કે જ્યાં પૈસાનું મીટર ચાલુ પણ પેટ્રોલનું ટીપું પણ ન આવે બોલો

મોટા ભાગના લોકો બજેટનો એક મોટો હિસ્સો પોતાના વાહનોના ઈંધણ પાછળ ખર્ચતા હોય છે. ગ્રાહક તરીકે બધેથી માર પડતો હોય છે ત્યારે સુરતમાં કોસંબા પાસે આવેલ HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે.

આ પંપનુ મીટર ચાલુ હોવા છતા પેટ્રોલ આવતું નથી. 35 રૂપિયા સુધી મીટર ચાલવા છતા પેટ્રોલ આવતુ નથી. આ મામલે ગ્રાહકો પેટ્રોલ પંપના સંચાલકો પાસે સવાલ કરતા સંચાલતો ઉડાઉ જવાબ આપ્યો હતો. મશીનમાં ખામી હોવાનું સંચાલક રટણ કર્યું હતું. મહત્વનું છે કે, પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે અનેક વખત વીડિયો પણ વાયરલ થાય છે.

મહત્વનું છે કે, પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. અનેક વખત વીડિયો પણ વાયરલ થાય છે. પેટ્રોલના સંચાલકો દ્વારા ઓછું પેટ્રોલ આપવા માટે કાવતરુ કરવામાં આવે છે.

ત્યારે હવે પેટ્રોલનાં ગેરરીતિ કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા સરકાર દ્વારા શું પગલા લેવાશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો