ગુજરાતનું ‘અનોખું’ પેટ્રોલ પંપ કે જ્યાં પૈસાનું મીટર ચાલુ પણ પેટ્રોલનું ટીપું પણ ન આવે બોલો

મોટા ભાગના લોકો બજેટનો એક મોટો હિસ્સો પોતાના વાહનોના ઈંધણ પાછળ ખર્ચતા હોય છે. ગ્રાહક તરીકે બધેથી માર પડતો હોય છે ત્યારે સુરતમાં કોસંબા પાસે આવેલ HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે.

આ પંપનુ મીટર ચાલુ હોવા છતા પેટ્રોલ આવતું નથી. 35 રૂપિયા સુધી મીટર ચાલવા છતા પેટ્રોલ આવતુ નથી. આ મામલે ગ્રાહકો પેટ્રોલ પંપના સંચાલકો પાસે સવાલ કરતા સંચાલતો ઉડાઉ જવાબ આપ્યો હતો. મશીનમાં ખામી હોવાનું સંચાલક રટણ કર્યું હતું. મહત્વનું છે કે, પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે અનેક વખત વીડિયો પણ વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

સુરતના કોસંબા પાસે આવેલા HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે. પંપનુ મીટર ચાલુ હોવા છતાં પેટ્રોલ આવતુ નથી. 35 રૂપિયા સુધી મીટર ચાલવા છતાં પેટ્રોલ આવતુ નથી. આ મામલે ગ્રાહકો પેટ્રોલ પંપના સંચાલકો પાસે સવાલ કરતાં સંચાલતો ઉડાઉ જવાબ આપ્યો હતો. જો કે મશીનમાં ખામી હોવાનું સંચાલકે રટણ કર્યું. મહત્વનું છે કે, પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે અનેક વખત વીડિયો પણ વાયરલ થાય છે. #surat #petrol #petrolpump #ViralVideo

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

મહત્વનું છે કે, પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. અનેક વખત વીડિયો પણ વાયરલ થાય છે. પેટ્રોલના સંચાલકો દ્વારા ઓછું પેટ્રોલ આપવા માટે કાવતરુ કરવામાં આવે છે.

ત્યારે હવે પેટ્રોલનાં ગેરરીતિ કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા સરકાર દ્વારા શું પગલા લેવાશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો