કોન્સ્ટેબલ પિતા અને IPS પુત્ર એક જ જિલ્લામાં તહેનાત, ગર્વથી પિતાએ કહ્યું- ઓનડ્યૂટી મારા કેપ્ટનને સેલ્યુટ કરીશ

ઘરમાં ભલે પિતાના પગે લાગીને આશીર્વાદ લે, પરંતુ ડ્યૂટી દરમિયાન પિતા પુત્રને ‘જય હિંદ સર’ કહીને બોલાવશે. શહેરના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ જનાર્દન સિંહનો દીકરો IPS બની ચૂક્યો છે. લખનઉ જિલ્લામાં જ દીકરાને પોસ્ટિંગ મળ્યું છે. એવામાં પિતા હવે પુત્રના સબઓર્ડિનેટ તરીકે કામ કરશે. આ બાબતે કોન્સ્ટેબલ જનાર્દન સિંહ ગર્વથી કહે છે કે, હું […]

અચાનક રસ્તા વચ્ચે ફૌજીએ રોકી દીધી ગાડી, ભારે વરસાદમાં રસ્તા પર સાવધાન થઇને ઊભો રહી ગયો

અમેરિકાના કૈંટકીથી પસાર થતાં એક લોકલ સર્વિસ રોડ પર એક આર્મીનો જવાન અચાનક ગાડી રોકી દે છે. ભારે વરસાદમાં તેના ગાડી રોકવાથી પાછળ આવી રહેલી એક મહિલાએ પણ પોતાની કાર રોકવી પડે છે. મહિલા જોવે છે કે, ફૌજી ભારે વરસાદમાં અટેંશન પોઝિશનમાં રસ્તા વચ્ચે ઊભો રહી જાય છે. આ જોઇને મહિલા આશ્ચર્ય પામે છે. તેને […]

ઘરે જ બનાવો આ ચૂર્ણ અને 1 જ સપ્તાહમાં 3 થી 4 કિલો વજન ઘટાડો, ફટાફટ બની જાઓ પાતળા

દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને મેદસ્વીતાથી પરેશાન લોકો જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ, જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી […]

પાંચ હજારથી વધુ રત્નકલાકારોને હીરા શીખવનારા શેઠનું કર્મચારીઓએ કર્યુ સન્માન

સુરતઃ- નિવૃતિની સંધ્યાકાળે પણ પ્રવૃતિ કરીને જ્ઞાનની સરવાણી વહાવતાં એક વયસ્ક કર્મશીલનું કર્મચારીઓએ સન્માન કરતાં હરખનો માહોલ છવાયો હતો. હસવા રમવાની ઉંમરે હીરાના કારખાનામાં પેટીયું રળવા બેસેલા અને હાલ 60માં વર્ષે પોતાનું કારખાનું ધરાવતાં મુકેશભાઈ ભલાણીએ અત્યાર સુધીમાં પાંચેક હજાર જેટલા રત્નકલાકારોને શીખવવાની સાથે હીરાનું બારીકાઈપૂર્વકનું નોલેજ આપી રહ્યાં છે. ત્યારે તેમના જન્મદિવસે કારખાનાના કારીગરો દ્વારા તેમનું […]

જવ્વાદ પટેલે હવામાંથી પાણી બનાવવાનું મશીન બનાવ્યું, 12 વર્ષની ઉંમરમાં જ જનરેટર બનાવી દીધું હતું

મુંબઈ: તેના બાળપણના પહેલા મિત્રનું નામ ટોની હતું. ટોની કોઈ છોકરો નથી પણ એક સ્ક્રૂ ડ્રાઈવર હતું. મહારાષ્ટ્રના અકોલામાં રહેતો હતો. ઉંમર પણ 12 વર્ષ. અભ્યાસ કરતા અનેકવાર વીજળી જતી રહે. મુશ્કેલી વધી તો આટલી ઉંમરે સાઇકલથી નાનું જનરેટર બનાવી દીધું. અહીંથી તેમના મનમાં અનેક પ્રકારના આવિષ્કાર કરવાની ઈચ્છા જાગી. લોકો તેમને બોલિવૂડ ફિલ્મ થ્રી […]

સરકાર સાભાર પરત: અધિકારી આમંત્રણ આપવા ગયા પણ સરદારના પૌત્ર US જતા રહ્યા

દેશને આઝાદી મળ્યા બાદ ભારતમાં મોટા ગજાના રાજકારણીનું નામ અને હોદ્દો તેમના પરિવારજનો વટાવીને ફાયદો મેળવતાં હોય છે. પણ આ પરિવારોની વચ્ચે સરદાર પટેલનો સીધી લીટીનો વારસદાર પરિવાર એવો છે કે જે સરદાર પટેલ સાથે સંકળાયેલી તમામ પ્રસિદ્ધિથી દૂર રહે છે, કયાંય તેમનું નામ સુદ્ધા લેતા નથી, કે નથી મીડિયામાં કોઇ ઇન્ટરવ્યૂ આપતાં. આ પરિવાર […]

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે દરમિયાન ઓફિસમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તેઓને ગોળી મારી દીધી હતી. – પ્રફૂલભાઇ પટેલના પરિવારના જણાવ્યા અનુસાર, […]

બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો અજમાવી જૂઓ ખેડૂતે બનાવેલું આ ‘બાઇક સાંતી’

દિવસેને દિવસે ખેતી ખર્ચમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. એટલે, નાના અને સિંમાત ખેડૂતોને ટ્રેક્ટર તો ઠીક પણ હવે મિનિ ટ્રેક્ટર અને બળદ રાખવા પણ પોષાય તેમ નથી. પણ ભાણવડના ખેડૂતે આ સમસ્યાનો કોઠાસૂઝથી ઉપાય શોધ્યો છે. જુઓ વિડિઓ:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા જયેશ સગરે નાના ખેડૂતોને […]

વિસર્જનમાંથી સર્જન: ગરબામાંથી બનશે ચકલીના માળા, 18 કલાકમાં 10 હજાર માળા તૈયાર, વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ

નવરાત્રી પૂરી થયા બાદ માતાજીના ગરબા મંદિરમાં મુકવામાં આવતા હોય છે. પરંતુ રાજકોટની સંસ્થા અને વિદ્યાર્થીઓ દ્વાર નવતર પહેલ કરવામાં આવી છે. ગરબા એકત્ર કરી તેને ચકલીના માળા બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની સાથે રહી વિદ્યાર્થીઓ અને સંસ્થાએ આવા 30 હજાર માળા બનાવવાની તૈયારી આદરી છે. જેમાં માત્ર 18 કલાકમાં 10 હજાર માળા તૈયાર […]

વેરાવળ, તાલાળા, અમરેલી પંથકમાં કરા સાથે મુશળધાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, વૃક્ષો થયા ધરાશાયી, ખેડૂતોમાં ચિંતા

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. […]