વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘેરબેઠા મેળવી શકશે ગુજરાત કાર્ડ, ઓનલાઇન ભરવું પડશે ફોર્મ

ગુજરાત બહાર વસતા NRG અને વિદેશમાં રહેતા NRIની ગુજરાતી હોવાની આગવી ઓળખ આપતુ ગુજરાત કાર્ડ મેળવવા માટે હવેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમને ઘેરબેઠા ગુજરાત કાર્ડ મળી જશે. તેમને હવે NRG સેન્ટરમાં ફોર્મ આપવા નહીં પડે. એમ આણંદ ખાતેની એનઆરજી-એનઆરઆઇ મીટમાં ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડિરેકટર એન.પી.લવિગિયાએ જણાવ્યું હતું. અમે અહીંયાં બેઠા […]

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ? તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો… બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં […]

ગુજરાતના આ શહેરના બ્યુટિ પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે મહિલાઓના હેર કટિંગ, જાણો કેમ..

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર કટથી માંડીને ફેશિયલ અને બ્લીચ સુધીની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવામા આવશે. […]

શહીદોના પરિવાર માટે સુરતના બે મિત્રોની ફાઇટ, ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ લઇ 8 લાખ ભેગા કર્યા

શહીદોના પરિવારને મદદરૂપ થવાં શહેરના એક શિક્ષકે ‘રોજનો એક રૂપિયો શહીદોના પરિવાર માટે’ આ કન્સેપ્ટ સાથે એક સંસ્થા શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી આ સંસ્થા દ્વારા 3 શહીદોના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. કતારગામમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ વરીયા અને બીપીનભાઈ હામજીભાઈ ઘોઘારી શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને મિત્રોએ આઈ સપોર્ટ […]

ગરીબ બાળકો ભણે માટે આ યુવાનો દર શનિ-રવિ કરે છે રેસ્ટોરાંમાં લાઇવ પર્ફોર્મન્સ, કરી ચુક્યા છે 3 હજાર બાળકોને મદદ

બીજા પાસે દાન લઇ અથવા માત્ર દાન આપી સેવા કરતાં દાતાના ઘણા બધા કિસ્સા સમાજમાં છે. પણ મહેસાણાના યુવાનોનું એક એવું ગૃપ છે કે જે રેસ્ટોરન્ટ અને કેફેમાં લાઇવ પર્ફોમન્સ કરી ભેગી થતી આવક ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચે છે. આ ગૃપ પોણા બે વર્ષમાં રૂ.3 લાખથી વધુનું ફંડ ભેગું કરી 3 હજારથી વધુ બાળકોને […]

પટેલ યુવાન ધવલ સાંગાણીએ ઓછી જગ્યા રોકતી અને સસ્તી એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી

એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં BE ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ધવલ કાળુભાઇ સાંગાણીએ એનર્ક્સિયા સોલર પેનલ તૈયાર કરી છે. હાલ માર્કેટમાં મળતી સોલર પેનલ કરતા અડધી કિંમતમાં આ સોલર પેનલ તૈયાર કરી શકાય છે. અને અત્યારે મળતી સોલર પેનલ કરતા ત્રીજા ભાગની જગ્યા જ રોકશે. ધવલ સોલર પેનલની પેટન્ટ મેળવશે ધવલ સાંગાણી અમરેલી જિલ્લાના […]

ગામના 500 લોકોએ ભેગા મળી કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઊભી કરી

આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકામાં એક ગામ એવું છે કે જે સૌનો સાથે સૌનો વિકાસ સૂત્રને અનુસરીને તમામ ગ્રામજનોએ ભેગા થઈ ટીંડોળાની ખેતી અપનાવી છે. લુહેરી ગામના આ મહેનતકશ આદિવાસી ખેડૂતોએ એક વર્ષમાં જ ટીંડોળાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. માત્ર 2000થી થોડી વધુ વસતી ધરાવતા આ ગામના 8 વોર્ડમાં અંદાજે 500 ખેડૂતોએ ભેગા મળી કાચા […]

નિયમિત કરો માત્ર આ 10 કામ, ઝડપથી ઓછું થશે તમારું વધેલું વજન

જો તમે ઘરેલૂ નુસખા, કસરત કે ડાયટિંગ વિના વજન ઉતારવા કે કંટ્રોલ કરવા માગતા હોવ તો આજે અમે તમને 10 એવી ફેટ બર્નિંગ એક્ટિવિટીસ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 રોજ નિયમબદ્ધ થઈને કરવામાં આવે તો વધેલું વજન તો ઉતરશે જ સાથે વજન કંટ્રોલમાં પણ રહે છે. જો તમને કસરત, લીંબુ-મધના ઘરેલૂ નુસખા કે ડાયટિંગ વિના […]

રાજકોટમાં કારની ઠોકરે મૃત્યુ પામનાર દિકરીને ન્યાય મળે તે માટે કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના નારા

રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આજે મોટી સંખ્યામાં વીરબાઇ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને ન્યાય આપોના […]

રાતે ઉધરસની સમસ્યા ખૂબ જ વધી જાય છે? તો બેદરકારી કર્યા વિના ફટાફટ અપનાવી લો આ 6 ટિપ્સ

અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ છે ઘણાં લોકો શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાઓ પણ વધવા લાગી હશે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને […]