પ્રજાના પૈસે તાગડધિન્ના! સુરતના મેયર સહિત આ પદાધિકારીઓ માટે ખરીદાયા લાખોની કિંમતના IPhone
પ્રજાના પૈસે નેતાઓ તાગડધિન્ના કરતાં હોય તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. પ્રજાલક્ષી કામો માટે પૈસા ન હોવાનું બહાનું જણાવતાં સુરતના નેતાઓ દ્વારા પોતાના માટે લાખોની કિંમતના મોંઘાદાટ આઈફોન ફોન ખરીદવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસકપક્ષના નેતા માટે 256 જીબીનો આઈફોન એક્સએસ ફોન ખરીદવામાં આવ્યો છે. […]