રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોમાં તંત્રનો ગંભીર ગોટાળો કે ઘાલમેલ? 709 જેટલાં સુપર સ્પ્રેડરના કેસ ઓછા દર્શાવાયા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં કોરોનાનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં તંત્રનો મોટો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 9932 હતો. જ્યારે આજે જયંતિ રવિએ કોરોનાનાં કુલ કેસોનો આંક 10989 જણાવ્યો હતો. અને છેલ્લા 24 […]

બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન 4.0, જાણો કયાં કેવી છૂટ મળી શકે છે

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં લાગૂ લોકડાઉન 3.0ની સમય મર્યાદા રવિવારે પૂરી થઇ રહી છે. અત્યારે વાયરસ જે ગતિથી વધી રહ્યો છે તેને જોતા ચોથી વખત લોકડાઉન વધારવાનું નક્કી જ છે. તેના સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં આપ્યા હતા. આ લોકડાઉન પણ બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે. લોકડાઉનના […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા,19ના મોતઃ રાજ્યમાં કુલ 10989 દર્દી અને મૃત્યુઆંક 625 થયો

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થયો છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ […]

ગુજરાતના અનેક વેપારીઓએ પરપ્રાંતિયો કારીગરોને પરિવારની જેમ સાચવ્યા, અનાજની કીટથી લઈ આર્થિક મદદ પણ કરી

હાલ કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય શ્રમિકો ભૂખ્યા-તરસ્યાં રઝળી રહ્યાં છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલ આ શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ શ્રમિકો પાસે હાલ કામ-ધંધો ન હોવાથી વતન રાજ્યમાં જવા સિવાય કોઈ છૂટકો નથી. પરંતુ ગુજરાતના કેટલાક વેપારીઓ […]

રોજ 200 કિમી સાયકલ ચલાવીને આ શ્રમિકો મુંબઈથી સાતમા દિવસે પહોંચ્યા લખનૌ…

એ સત્ય છે કે, જંગ કોઈપણ હોય, જીતે એ જ છે જેનામાં આત્મવિશ્વાસ હોય, અનુકૂલનની ક્ષમતા હોય. આ ફોટાઓને જુઓ. તેમા એ બધુ જ તમને દેખાશે. સેંકડો માઈલનું અંતર હતું તો શું થઈ ગયું? તેમની પાસે ખાવા માટે કશું જ નહોતું, તો શું થઈ ગયું? પરંતુ તેમની પાસે વિશ્વાસ હતો. કોઈકે આ અંતર પગપાળા જ […]

લોકડાઉનમાં મા-બાપને ઘરે પહોંચાડવા 11 વર્ષનો બાળક બની ગયો ‘કળિયુગનો શ્રવણ’, વીડિયો જોઈને લોકોની આંખમાં આસું આવી ગયા

ઉત્તરપ્રદેશના વારાણસીથી બિહાર માટે નિકળેલા એક પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ આ પરિવારનો એક દીકરો છે જે માત્ર 11 વર્ષનો છે. ખરેખર વારાણસીથી અરસિયા જિલ્લાનો રહેવાસી આ પરિવાર કોરોના વાયરસના કારણે લાગૂ લોકડાઉન દરમિયાન સાઇકલ રિક્શાથી જ પોતાના ઘરે જવા નીકળી પડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

મહેસાણાની એકજ પરીવારની આ ત્રણેય દીકરીઓને ઓળખાણની નથી જરૂર! કોરોના યોદ્ધા તરીકે પરિવારનું નામ સમાજમાં ઉજળું કર્યું, માતાની સલાહ, ‘દર્દીઓથી દુર નહિ, સગાંની જેમ ટ્રીટ કરજો’

કોરોના યોદ્ધા બનેલી તબીબી વ્યવસાય સાથે જોડીને સેવા આપતી મહિલાઓ પોતાના પરિવારનું નામ ઉજળું કરી બેટી પઢાવો બેટી વધાવો સુત્રને સાર્થક કરી રહી છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં માતા-પિતાએ એમ્બ્રોડરીનો વ્યવસાય કરીને ત્રણ-ત્રણ દીકરીઓને નર્સિંગમાં એડમીશન અપાવી આજે આ કોરોના યોદ્ધા તરીકે તેમના પરિવારનું નામ સમાજમાં ઉજળું કરી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

લોકડાઉનના કારણે રાજકોટમાં 3 દિવસથી માવો ન મળતાં 18 વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું

લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય […]

હૃદયસ્પર્શી દ્રશ્ય! ‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું…’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને દંપતિએ ટ્રેનમાં પગ મૂક્યો

કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે લોકડાઉનનો (lockdown) અમલ કરાયો હતો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા હતા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય જ. આ અત્યંત માનવ સહજ […]

કોરાનાથી ઈંગ્લેન્ડમાં વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત થયું, મહિલા તબીબ કોરોના સામેની લાંબી લડાઈ હાર્યા

ઈંગ્લેન્ડમાં કોરાનાથી વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કેરળના વતની ડૉ.પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]