લોકડાઉનમાં છૂટ કેલ્ક્યુલેટેડ રિસ્ક, કેસ વધશે તો છૂટછાટ પાછી લેવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજ્યમાં 55 દિવસ સુધી લૉકડાઉનના કડક પાલન બાદ કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં રાજ્ય સરકારે મોટાપાયે છૂટછાટો આપી છે. ત્યારે લોકોના મનમાં રાહતની સાથે અજંપો પણ છે. લૉકડાઉન અને છૂટછાટોના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન સમયના મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જો કેસોની સંખ્યા વધશે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું […]

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો લાઈનમાં ઉભાં રહેતાં પહેલાં સરકારે કરેલા આ ખુલાસા વિશે અચૂક જાણી લેજો

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો લગાવીને બેંકોની બહાર ઉભા છે. આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે. દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ […]

15 જુલાઈ પછી ખૂલી શકે છે સ્કૂલો, 1 દિવસમાં 50% વિદ્યાર્થીઓ જ આવી શકશે

કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો 15 જુલાઈથી શરૂ થઈ શકે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલોમાં અભ્યાસ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે જે ટૂંકમાં જ જાહેર કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ એક દિવસમાં 33 ટકા કે 50 ટકા બાળકોને જ સ્કૂલે આવવાની મંજૂરી મળશે. ઉપલબ્ધ સંસાધનોના આધારે રાજ્ય સરકાર અને સ્કૂલ […]

ગુજરાતમાં આજે કોરોનાના 363 નવા કેસ સામે 392 દર્દી ડિસ્ચાર્જ થયા, 29ના મોત, કુલ કેસ 13,273 અને મૃત્યુઆંક 802 થયો

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર […]

ભારત અને જાપાનની બે ટોચની ઇન્સ્ટિટ્યુટના સંશોધનમાં આ ભારતીય ઔષધીએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા, કરી શકે છે કોરોનાનો ઈલાજ

અશ્વગંધા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તેના ઘણા ફાયદા અંગે આજે દુનિયાના મેડિકલ ક્ષેત્રે તજજ્ઞો પણ સહમત છે. આ આયુર્વેદિક દવાથી એંઝાયટી, બળતરા, સોજો વગેરે ઘટાડવામાં મદદ મળે છે. અશ્વગંધા એક નાનકડો છોડ છે. જે મોટાભાગે ભારત અને ઉત્તર આફ્રિકામાં મળી આવે છે. આયુર્વેદ પ્રમાણે આ સૌથી જરુરી છોડમાંથી એક છે. અત્યાર સુધી અનેકવાર એવા નિવેદનો […]

ઓનલાઈન ભણવા માટે દીકરાને આપ્યો હતો ફોન અને પછી એક ભૂલ થઈ અને પપ્પાના ખાતામાંથી 8 લાખ ઉપડી ગયા

લોકડાઉનના કારણે સ્કૂલ-કોલેજો બંધ છે. સ્કૂલના બાળકો ઓનલાઈન જ ભણી રહ્યા છે. જોકે ઓનલાઈન અભ્યાસ એક વ્યક્તિને ત્યારે ભારે પડી ગયો જ્યારે તેણે પોતાના છોકરાને ફોન આપ્યો. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન એજ્યુકેશનના નામે એક શિક્ષકના ખાતામાંથી 8 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. રૂપિયા ગાયબ થવાથી શિક્ષકનો સમગ્ર પરિવાર શોકમાં છે. શિક્ષકનો આરોપ છે કે આ […]

કોરોના પોઝિટિવ પોલીસકર્મીને સિવિલ હોસ્પિટલમાં થયો કડવો અનુભવ, સંભળાવી આપવીતી

એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને પોલીસકર્મીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરવા માટે મેડિકલ સ્ટાફ સાથે કો-ઓર્ડિનેટ કરતાં નોડલ ઓફિસર વિષ્ણુ ચૌહાણને સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો. 41 વર્ષીય પોલીસકર્મીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપવીતી જણાવી છે. તેમણે કહ્યું, તેમના ગળામાં દુખાવો હતો અને તાવથી શરીર ધખતું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

મોતનો મલાજો પાળવા મુસ્લિમ બિરાદરો બોલી ઉઠ્યા ‘રામ નામ સત્ય હૈ’.. કોરોનાએ સર્જયા કરૂણ દ્રશ્યો

કોરોનાની મહામારીમાં કુદરતી મોત વખતે પણ કેટલાય સ્વજનો એવા છે જે અત્યારે નજીકના સગાની અંતિમક્રિયામાં જવાથી ડરી રહ્યા છે બીજી તરફ અમદાવાદના ગોમતીપુર સુવપંખીની ચાલીમાં રહેતાં એકલા રહેતાં ૭૫ વર્ષીય રાજારામ યાદવ નામના હિન્દુ વૃદ્ધનું બુધવારે સવારે વાગ્યાના અરસામાં મોત થયું હતું પરંતુ કોઈ ખાસ સગા એકઠા થયેલા ના જોઈ તૂર્ત જ આસપાસમાં રહેતાં ૧૫ […]

અમેરિકામાંથી ચીની કંપનીઓની કરવામાં આવશે સામગટે હકાલપટ્ટી, અમેરિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન, દુનિયામાં મચશે હાહાકાર

કોરોના વાયરસને લઈને અમેરિકા હવે ચારેકોરથી ચીનનું કામ તમામ કરવામાં લાગી ગયું છે. અમેરિકા આર્થિક મોરચે ચીનને એક પછી એક ઝાટકા આપવા લાગ્યું છે. હવે અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ ચીનની કંપનીઓ પર ડૉનાલ્ડ ટ્રમ્પનો ડોળો ઠર્યો છે. અમેરિકી સેનેટમાં તાજેતરમાં જ એક બિલ પાસ કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે, અમેરિકા કઈ હદે ચીનને […]

ઉદ્યોગો ચાલુ કરવા સરકારની મંજૂરી, પરંતુ શ્રમિકો વગર ઉદ્યોગ ચાલુ કરવા શક્ય નથી, સમજો – વર્ક ચેનનું આખું ગણિત

કોરોના વાઇરસ(coronavirus)ને લઇને લોકડાઉન વચ્ચે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતની સુરત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, અહીંયા આવેલ બે મહત્વના ઉધોગ લાંબા સમય બાદ ચાલુ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પણ આ ઉધોગોમાં કામ કરનારા શ્રમિકો વતન તરફ હિઝરત કરી રહ્યા છે તે સાથે સુરતના બંને ઉધોગો ચેન દ્વારા ચાલતા હોવાથી […]