મોતનો મલાજો પાળવા મુસ્લિમ બિરાદરો બોલી ઉઠ્યા ‘રામ નામ સત્ય હૈ’.. કોરોનાએ સર્જયા કરૂણ દ્રશ્યો

કોરોનાની મહામારીમાં કુદરતી મોત વખતે પણ કેટલાય સ્વજનો એવા છે જે અત્યારે નજીકના સગાની અંતિમક્રિયામાં જવાથી ડરી રહ્યા છે બીજી તરફ અમદાવાદના ગોમતીપુર સુવપંખીની ચાલીમાં રહેતાં એકલા રહેતાં ૭૫ વર્ષીય રાજારામ યાદવ નામના હિન્દુ વૃદ્ધનું બુધવારે સવારે વાગ્યાના અરસામાં મોત થયું હતું પરંતુ કોઈ ખાસ સગા એકઠા થયેલા ના જોઈ તૂર્ત જ આસપાસમાં રહેતાં ૧૫ જેટલા મુસ્લિમોએ ‘રામ નામ સત્ય હૈ’ બોલી સુખરામનગર ખાતેના રખિયાલ મુક્તિ ધામમાં બપોરે ૪ વાગ્યા આસપાસ અંતિમ વિધિ કરી હતી, મુક્તિધામ પાસે હાજર લોકોએ માથે ટોપી પહેરેલા મુસ્લિમોને જોઈને પહેલાં તો એમ કહ્યું કે, કબ્રસ્તાનમાં જગ્યા નથી કે શું ? તમે અહીં આવ્યા છો, તમે લોકો ખોટી જગ્યાએ આવી ગયા છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જોકે આ મૃતદેહ તેમના પરિવાર જેવા હિન્દુ રાજુ કાકાનો હોવાનું કહેતાં હાજર લોકો પણ ખભેખભો મિલાવીને અંતિમ વિધિ સંપન્ન કરાવી હતી. આમ લોકડાઉનના અરસામાં શહેરમાં બીજી વાર કોમી એખલાસ-ઈન્સાનિયત જીવતી રાખતો કિસ્સો સામે આવ્યો છે, અગાઉ ખાનપુર ખાતે આવું જ થયું હતું.

ગોમતીપુર ખાતે રહેતાં ૭૫ વર્ષીય રાજારામ યાદવ વર્ષોથી સુવપંખીની ચાલીમાં રહેતાં હતા, શરીર બરોબર ચાલતૂં ત્યાં સુધી એક ફેક્ટરીમાં કામ કરતાં હતા, એ પછી લાંબા સમયથી તેઓ બીમાર હતા, તેમના કોઈ સગાની અવર-જવર ઘરમાં નહોતી, પાડોશી મુસ્લિમો અને તેમની વચ્ચેનો વ્યવહાર એક પરિવાર જેવો જ રહ્યો હતો તેમ કહેતાં સ્થાનિક બાબુલ સૈયદે કહ્યું કે, બુધવારે સવારે ૧૧ વાગ્યા આસપાસ રાજારામભાઈના અવસાનના સમાચાર મળ્યા હતા, એ વખતે ચાલીમાં પોલીસ આવી હતી, અમને ડર હતો કે, સગા વિના ક્યાંક તેમના મૃતદેહને બિનવારસી તરીકે ના ખપાવી દેવાય, થોડેક દૂર અલગ રહેતાં તેમના દોહિત્ર ચિરાગને તાબડતોબ બોલાવવામાં આવ્યો, તેઓ શરૂઆતમાં અંતિમ ક્રિયાની વિધિને લઈ અસમંજસમાં હતા, પરંતુ સ્થાનિકોએ પોતે તમામ જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું અને ચિરાગને હાજરી આપવા જણાવ્યું હતું.

આખરે બુધવારે ભરતડકે બપોરે ૪ વાગ્યાના અરસામાં રોજેદાર મુસ્લિમોએ સન્માનપૂર્વક તેમની અંતિમ વિધિ સંપન્ન કરાવી હતી. સ્થાનિકોમાં કદીરભાઈ, રાજાભાઈ શેખ, મુન્નાભાઈ ગેસવાળા સહિતના ૧૫ જેટલા લોકો જોડાયા હતા. તેમનું કહેવું હતું કે, આ માનવતાનું કામ છે, જે ઈન્સાન તરીકે અમારી ફરજ છે. રાજુકાકા અમારા પરિવારના સભ્ય જ હતા એટલે જ તેમના હિન્દુ રિતરિવાજને અનુસરી રામ નામ સત્ય હૈ બોલી સન્માનપૂર્વક અંતિમ વિધિ સંપન્ન કરાવી છે.

વાનચાલકે ગળગળા થઈ ભાડું પણ ના લીધું

સ્થાનિક મુસ્લિમોએ મૃતદેહને રખિયાલ મુક્તિધામ લઈ જવા માટે વાન ભાડે કરી હતી, જોકે નક્કી કર્યા મુજબનું ભાડું આપ્યું ત્યારે વાન ચાલક ગળગળા થઈ ગયા હતા અને કહ્યું હતું કે, આ તો અમારે જે કરવું જોઈએ તે તમે કરી રહ્યા છો, હું પૈસા નહિ લઉં. આમ વાન ચાલકે પણ એક રૂપિયા પણ લીધો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો