ફરી એક યુવક લગ્ન બાદ થયો લૂટેરી દુલ્હનનો ‘શિકાર’, જૂનાગઢ આંબલીયામાં લગ્નના સાત જ દિવસમાં યુવતી રફુચક્કર

જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હન (Bride)નો ‘શિકાર’ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ (Ambaliya village)ના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહ્યું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ ભગવતી […]

રાજકોટમાં એક્સ-રે કઢાવીને ઘરે પરત ફરતાં મળ્યું મોત, અકસ્માતનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થયો

રાજકોટમાં (Rajkot) મંગળવારના રોજ બજરંગવાડી માંથી એક્સ-રે (Xray) કઢાવીને ઘરે પરત ફરી રહેલા ભાવનાબેન સોલંકીને (Woman) ટેમ્પો ટ્રાવેલર દ્વારા અડફેટે (Accident) લેવામાં આવતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે ટુ વ્હીલર ચલાવતા તેમના દિયર ને મુંઢમાં ઇજા પહોંચી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક ભાવનાબેન સોલંકીને પગમાં દુખાવો થતો હોવાના કારણે તેમના દિયર મહિપત ભાઈ […]

વડોદરા જિલ્લામાં પરિણીત દીકરી સાથે અવૈધ સંબંધ ધરાવતા Loverને પિતાએ મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો

વડોદરા જિલ્લામાં અવૈધ સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિણીત દીકરી અને ગામના જ એક યુવાન વચ્ચેના અવૈધ સંબંધના કારણે દીકરીનો ઘરસંસાર બગડી રહ્યો હતો, જેને પગલે યુવતીના પિતાએ યુવાનની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડેસર પેટાપુરા રાતડીયા ગામમાં રહેતા એક પિતાએ પરિણીત દીકરીના પ્રેમીની તીક્ષ્ણ […]

અમદાવાદના નવા મેયર કુંવારા અને સંઘના સ્વયંસેવક, ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે, મેયર બંગલોમાં નહીં રહે

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપનેતા બન્યાં છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. […]

Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયો ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું; સર્જરી કરવી પડશે

આજકાલ લોકો તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે ખાવા-પીવા માટે પણ ઓનલાઈન ફૂડ ડિલિવરીના આશ્રિત થઈ રહ્યા છે. અત્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનારી ઘણી એપ્લિકેશન લોકોમાં ફેવરિટ થઈ છે. તાજેતરમાં જ આવી એક ઘટના બેંગ્લુરુમાં વર્કિંગ વુમન સાથે બની છે. તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના […]

યુવતીઓના પ્રેમમાં બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું ‘જીવવાનું મન નથી….માટે જઈ રહ્યા છીએ’

રાજસ્થાનમાંથી (rajasthan) એક ઉંવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી. જ્યાં બે ભાઈઓએ એક સાથે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (two brother suicide) કરી લીધી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બંને યુવતીઓના પ્રેમમાં આ (suicide for love) પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા યુવતીઓના નામ પોતાના હાથ ઉપર લખ્યાં હતા. એકના હાથમાં આશા […]

સુરતમાં સાળા-બનેવી વચ્ચે લોહીયાળ ઝઘડો: બનેવીએ ચપ્પુ મારીને કરી સાળાની હત્યા- બહેનને ત્રાસ આપવા બાબતે ઠપકો આપતા મામલો બીચક્યો

સુરત શહેરના કતારગામમાં (Katargam) છેલ્લા કેટલાક સમયથી સાળો અને બનેલી ભાગીદારીમાં વેપાર (Business) કરતા હતા. આ દરમિયાન સાળાને એવી માહિતી મળી હતી કે તેના બનેવી તેની બહેનને ત્રાસ આપે છે અને દરરોજ ઝઘડા કરે છે. આ મામલે સાળાએ બનેવીને ઠપકો આપતા બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા […]

બારડોલીની યુવતી સુરત આવીને બાઇક સ્ટન્ટના વિડિયો બનાવતી હતી, વિડિયો વાયરલ થતાં થઇ ધરપકડ

સુરતમાં (Surat) બાઇક પર સ્ટન્ટ (Bike stunt) કરીને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનો વીડિયો (Video) માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને (KTM sports bike) છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ (viral video) થયો હતો. આ વીડિયોમાં તેણે માસ્ક પણ […]

રાજકોટમાં તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી આવ્યો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં વધુ એક વખત દુષ્કર્મ (Rape case)ની ઘટના સામે આવી છે. 17 વર્ષ (Teenager)ની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી હવસખોર વ્યક્તિએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ (Rajkot B Division police) દ્વારા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પીડિતાની માતાએ […]

અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું- હું કહું એટલે ઊભા રહેવાનું નહિં તો સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે

અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને […]