એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો: ભારતમાં હવે નહીં આવે ત્રીજી લહેર, કહ્યું- ટૂંક સમયમાં સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના વાઇરસ

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર […]

શું ભારતમાં સાડી પહેરવી ગુનો છે? દિલ્હીની રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવેલી મહિલાને ઘૂસવાની જ ના પાડી દીધી, વીડિયો વાયરલ

એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવામાં આવી છે. કારણ કે તેણે ભારતીય પરંપરાગત ડ્રેસ સાડી પહેરી હતી. આ ઘટના ઓગસ્ટ ક્રાંતિ માર્ગ પર સ્થિત એક્વિલા દિલ્હી નામની રેસ્ટોરન્ટમાં બની હતી. જ્યાં સ્ટાફે એક મહિલાને સાડી પહેરી હોવાને કારણે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર […]

માથાના દુખાવો દૂર કરવામા માટે અકસીર છે આ પાંચ ઘરગથ્થુ નુસખા, તરત આપશે રાહત, જાણો અને શેર કરો

વાદળિયા (cloudy environment) વાતાવરણના કારણે અનેક લોકોને માથાનો દુખાવો (headache) થયા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેઈનકિલર દવાઓનું સેવન કરતા હોવ છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આ દુખાવાથી રાહત […]

પંચમહાલની સગીરા સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને પ્રેમમાં પડી, મોટી ઉંમરના પ્રેમીને મળવા છેક મહેસાણા પહોંચી, પોલીસે વેળાસર બચાવી લીધી નહીંતર…

પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. તેમાં પણ આજના સોશિયલ મીડિયાના યુગમાં પોતાના સંતાનોનું ભલું ઈચ્છતાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાની એક એપ્લીકેશનથી પરિચયમાં આવેલી પંચમહાલની સગીરા 192 કિમી દૂર નાનીદાઉ ગામના પ્રેમીને મળવા મહેસાણા પહોંચી હતી. જોકે, તે […]

ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની સુસાઇડ નોટમાં જેનો ઉલ્લેખ છે તે સ્વામી આનંદગિરિ ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ સાથે છેડતીથી લઈને દારૂના વિવાદોમાં બદનામ થઈ ચૂક્યો છે, લક્ઝરી કારોનો પણ શોખીન

પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું સોમવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘટનાસ્થળ પરથી પોલીસને 7 પાનાંની સુસાઇડ નોટ મળી છે. એમાં તેમના શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. એ પછી ઉત્તરાખંડ પોલીસે આનંદગિરિની ધરપકડ કરી છે. પોતાને ઘૂમંતુ યોગી કહેનાર સ્વામી આનંદગિરિ પહેલાં પણ વિવાદોમાં રહ્યો હતો. આ કારણે તે હંમેશાં સમાચારોમાં રહ્યો છે. પછી […]

જયપુરની રેસ્ટોરાંમાં બર્ગરની અંદરથી વીંછી નીકળ્યો, પહેલી બાઈટ લીધા પછી યુવક હોસ્પિટલ પહોંચ્યો; કેસ દાખલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રસિધ્ધ રેસ્ટોરાંમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે બર્ગર ખાવા પહોંચેલા યુવકે વીંછીનો અડધો ભાગ પણ ખાઈ લીધો હતો. અચાનક મોંમાં વિચિત્ર સ્વાદ આવવાથી યુવકે જોયું તો તેના બર્ગરમાં વીંછીનો અડધો ભાગ નજરે આવ્યો. તબીયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને હાલ ઓબ્સર્વેશન હેઠળ રાખવામાં […]

ચેતી જજો! લીલા શાકભાજીના નામે તમે કેન્સરના કોળિયા પેટમાં પધરાવો છો! કેમિકલ ફેક્ટરીઓએ છોડેલા પાણીથી ઉગાડાયેલાં શાકભાજીથી કેન્સર વિસ્ફોટ

અમદાવાદથી ગયેલું ઝેર શાકભાજીમાં ભળીને ફરી પરત અમદાવાદ જ આવે છે અને અમદાવાદીઓ આરામથી આરોગે છે ? શું કેમિકલ ફેક્ટરીઓ લાખો માનવ જિંદગી ખતમ કરી દેશે પછી સરકાર અનેે મનપા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે? અમદાવાદમાં મળતાં લીલાછમ શાકભાજી જોઈને શહેરની હર કોઈ ગૃહિણી મોહી પડે. આપણે આ શાકભાજી ખરીદી લાવીએ અને હોંશે હોંશે આરોગીએ પણ ખરા. […]

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં પોલીસ વાનમાં જ રંગરેલિયા કરતો રંગેહાથ ઝડપાયો, લોકોએ કપડાં ઉતારી મેથીપાક ચખાડ્યો, ફુલેકું ફેરવ્યું

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું […]

રાજકોટમાં ઝવેરીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો વાંચીને હૃદય ભરાઈ જશે.. ‘રહી જિંદગી તો ફિર મિલેંગે, વરના બાય બાય’

રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે પૈસાની લેતીદેતી અને ધમકીથી કંટાળી સોની વેપારીએ સ્યુસાઈડ નોટ લખી ઝેર પી આપઘાત કરી લેતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં સંબંધના દાવે આપેલા 75 લાખ તેમજ 37 લાખના દાગીના પરત આપતા ન હોવાથી અને ઊલટાની દંપતી સહિત 8 જેટલા શખસો […]

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ભારતીય સેનાના હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થતા બે પાયલોટ શહીદ થયા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ભારતીય સેનાના હેલીકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયા છે. હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ વિસ્તારના શિવગઢ પહાડોમાં થયું હતું. ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટની ઓળખાણ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત તરીકે થઈ […]