જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ભારતીય સેનાના હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થતા બે પાયલોટ શહીદ થયા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ભારતીય સેનાના હેલીકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયા છે. હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ વિસ્તારના શિવગઢ પહાડોમાં થયું હતું. ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટની ઓળખાણ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત તરીકે થઈ છે.

જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી મોટા ધડાકાનો અવાજ થયો હતો અને આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઉધમપુરના સ્થાનિક રેંજના ડીઆઈજીએ કહ્યું કે આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ટીમને રવાના કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો