ભારતમાં અહીં આવેલું છે એવું ચમત્કારી મંદિરમાં કે જ્યાં તેલ કે ઘી નહીં પાણીથી દીવો પ્રગટે!

ધર્મ અને આસ્થાની વાતમાં એવા ઘણા ચમત્કારો છે જે ભગવાનનો આદર વધુ વધારે છે. આવો જ એક ચમત્કાર દેવીના મંદિરમાં દેખાય છે કે જ્યાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી પડતી. આ કોઈ આજકાલની ઘટના નથી પણ ઘણા વર્ષોથી ચાલુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ગડિયાઘાટ વાળી માતાજી તરીકે ઓળખાતું આ મંદિર કાલીસિંધ નદીના કાંઠે આગર-માલવાના નલખેડા ગામથી આશરે 15 કિમી દૂર ગાડિયા ગામ નજીક આવેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી આ મંદિરમાં એક મહાજ્યોત (દીવો) સતત સળગી રહ્યો રહ્યો છે. જો કે દેશમાં ઘણા એવા મંદિરો છે કે જ્યાં લાંબા સમયથી દીવડાઓ પ્રગટી રહ્યા છે. પરંતુ આ મહાજ્યોતની વાત કંઈક અલગ જ છે.

મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ મંદિરમાં પ્રગટતી મહાજ્યોતને કોઈ પણ ઘી, તેલ, મીણ અથવા કોઈ અન્ય ઈંધણની જરૂર નથી, પરંતુ તે પાણીથી સળગે છે. પુરોહિત સિદ્દુસિંહે જણાવ્યું છે કે, પહેલા અહીં હંમેશાં તેલથી દીવો પ્રગટતો હતો, પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલાં માતાએ મને સપનામાં દર્શન આપ્યાં હતાં અને પાણીથી દીવો પ્રગટાવવા જણાવ્યું હતું. માતાના હુકમ મુજબ મે તેવું જ કર્યું.

સવારે ઉઠીને જ્યારે પૂજારીએ મંદિરની પાસે કાલીસિંધ નદીમાંથી પાણી ભર્યું અને દીવામાં રેડ્યું. દીવામાં કપાસની વાટ પાસે જેવી જ દિવાસળી લાવી કે જ્યોત સળગવા લાગી. જ્યારે આવું બન્યું ત્યારે પુજારી ખુદ ડરી ગયા અને બે મહિના સુધી તેણે આ વિશે કોઈને કંઈ જ કહ્યું નહીં.

બાદમાં તેણે આ વિશે ગામના કેટલાક લોકોને જણાવ્યું પણ કોઈએ વાત માની નહીં. પરંતુ જ્યારે તેણે પણ પાણી નાખી દીવો પ્રગટાવ્યો તો ચમત્કાર માની લીધો. ત્યારબાદ જેમ જેમ માહિતી ફેલાઈ એમ લોકોની સંખ્યા ત્યા આવવા લાગી.

પાણીથી પ્રગટતો આ દીવો વરસાદની ઋતુમાં સળગતો નથી. વરસાદી માહોલ દરમિયાન આ મંદિર કાલીસિંધ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પાણીમાં ગરકાવ થઈ જાય છે. અહીં પૂજા કરવી શક્ય નથી. આ પછી, શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પડવાના દિવસે ફરી એક જ્યોત પ્રગટાવવામાં આવે છે. કે જે આગામી વરસાદની સીઝન સુધી સતત પ્રગટતી રહે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ મંદિરમાં રાખેલા દીવામાં પાણી રેડવામાં આવે છે ત્યારે તે ચીકણા પ્રવાહીમાં ફેરવાય છે અને દીવો પ્રગટે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો