પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને નાનીનું હજ કહે છે.

51 શક્તિપીઠમાંથી એક છે હિંગળાજ માતા મંદિર

હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હિંગોળ નદીના કિનારે સ્થિત છે. આ મંદિર મકરાન રણના ખેરથાર પહાડીઓની એક શ્રૃંખલાના અંતમાં છે. મંદિર એક નાનકડી પ્રાકૃતિક ગુફામાં બનેલું છે. જ્યાં એક માટીની વેદી બનેલી છે. દેવીની કોઈ માનવ નિર્મિત છબિ નથી પરંતુ એક નાનકડા આકારના શિલાની હિંગળાજ માતાના પ્રતિરૂપના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

અહીં પડ્યું હતું દેવી સતીનું માથું

જ્યારે દેવી સતીએ આત્મદાહ કર્યો તો ભગવાન શિવ તેમના શબને લઈને બ્રહ્માંડમાં ફરવા લાગ્યા. શિવના મોહને ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડા કરી દીધા. જ્યાં-જ્યાં સતીના અંગ પડ્યા તે સ્થાન શક્તિપીઠ કહેવાયા. માન્યતા છે કે હિંગળાજ શક્તિપીઠમાં દેવી સતીનું માથું પડ્યું હતું.

મુસ્લિમ પણ કરે છે પૂજા

પાકિસ્તાનના મુસ્લિમ પણ હિંગળાજ માતા પર આસ્થા રાખે છે અને મંદિરને સુરક્ષા પ્રદાન કરે છે. તે આ મંદિરને નાનીનું મંદિર કહે છે. એક પ્રાચીન પરંપરાનું પાલન કરતા સ્થાનીય મુસ્લિમ જનજાતિઓ તીર્થયાત્રામાં સામેલ થાય છે અને તીર્થયાત્રાને નાનીનું હજ કહે છે.

આ પ્રકારનાં વધુ આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો