ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે હવે આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. દુનિયાભરમાં આ બીમારીથી 4900થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોના વાયરસથી પીડિત દર્દી પર શું ગુજરે છે, શરીરમાં કેવા પ્રકારનું દર્દ થાય છે તેને સ્પેનના એક ડૉકટરે જણાવ્યું છે જે ખુદ કોરોનાથી પીડિત છે.
35 વર્ષના ડૉકટર ચેન કોરોનાથી પીડિત
કોરોનાથી પીડિત સ્પેનના 35 વર્ષના ડૉકટરે યેલ તુંગ ચેને પોતાની બીમારી અંગે દરરોજની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. મેડ્રિડની હોસ્પિટલ યુનિવર્સિટી લા પેજમાં દર્દીની સારવાર દરમ્યાન ચેનને કોવિડ-19 વાયરસનું સંક્રમણ થયું. હવે ડૉકટર ચેન દરરોજ પોતાની બીમારી અંગે સોશિયલ મીડિયા પર જણાવી રહ્યા છે.
ઇમરજન્સી ફિઝિશિયન ડૉકટર ચેન પોતાના ફેફસાંના અલ્ટ્રાસાઉન્ડ સ્કેન અને દરરોજના લક્ષ્ણ જણાવી રહ્યા છે. તેમનો હેતુ દુનિયાને આ બીમારી દરમ્યાન થતી અસરથી રૂબરૂ કરાવાનો છે.
પહેલાં દિવસે કેવી સ્થિતિ
પહેલાં દિવસે ટ્વિટર પર પોતાની બીમારી અંગે ડૉકટર ચેને કહ્યું કે ગળામાં ખૂબ ખરાશ છે, ખૂબ જ માથુ દુ:ખે છે, સૂકી ઉધરસ આવે છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ નથી. ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. પોતાના ફેફસાના POCUS (પોઇન્ટ ઓફ કેયર અલ્ટ્રાસાઉન્ડ) પર નજર રાખીશ. પોતાના ઘરમાં અલગ રહેતા ડૉકટર ચેન દરરોજ ટ્વીટમાં પોતાના શરીરના દુખાવા અંગે લોકોને કહે છે.
Day 1 after #COVID diagnosis. Sore throat, headache (strong!), Dry cough but not shortness of breath. No lung US abnormalities. Will keep a #POCUS track of my lungs. #coronavirus @TomasVillen @ButterflyNetInc pic.twitter.com/wLtSc70pxQ
— Yale Tung Chen (@yaletung) March 9, 2020
બીજા દિવસની ટ્વીટ
બીજા દિવસે ટ્વીટમાં ડૉકટરે કહ્યું કે ભગવાનની દયાથી ગળમાં ખરાશ અને કફમાં થોડોક ઘટાડો આવ્યો છે. કફ અને માથાનો દુખાવો ઓછો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવાની ફરિયાદ નથી.
Day 2 after #COVID diagnosis. Less sore throat, cough & headache (thank God!), still no shortness of breath or pleuritic chest pain. #POCUS update: small bilateral pleural effusion, thickened pleural line & basal b-lines (plaps). #coronavirus @TomasVillen @ButterflyNetInc pic.twitter.com/tpKkeFdhac
— Yale Tung Chen (@yaletung) March 10, 2020
ત્રીજા દિવસની ટ્વીટ
ડૉકટર ચેને ત્રીજા દિવસે માહિતી આપતા કહ્યું કે હજુ સુધી ગળમાં ખરાશ કે માથાનો દુખાવો નથી. ગઇકાલ કફવાળો દિવસ હતો, હજુ સુધી શ્વાસ લેવામાં મુશ્કેલી કે છાતીમાં દુખાવો નથી. ડાયરિયા શરૂ થઇ ગયા છે. ખુશીની વાત એ છે કે કફમાં ઘટાડો આવ્યો છે.
Day 3 after #COVID diagnosis. No sore throat/headache. Yesterday was cough day, still no shortness of breath/chest pain. Diarrhea started, lucky cough got better. #POCUS update: similar effusion, seems less thickened pleural line + no b-lines (PLAPS). #mycoviddiary @TomasVillen pic.twitter.com/ycJfQNtLL8
— Yale Tung Chen (@yaletung) March 11, 2020
ચોથા દિવસની સ્થિતિ અંગે ડૉકટરે કહ્યું
ચથા દિવસે અપડેટ આપતા કહ્યું કે ખૂબ જ કફ થઇ ગયો છે, થાક પણ લાગી રહ્યો છે. જો કે છાતીમાં દુખાવો નથી.
Day 4 after #COVID diagnosis. More cough & tiredness (very badly), still no dyspnea/chest pain. #POCUS update: Right side on resolution, Left side a more thickened pleural line + 2 subpleural consolidations. #mycoviddiary @TomasVillen pic.twitter.com/KBUf084mkC
— Yale Tung Chen (@yaletung) March 12, 2020
ડૉકટર ચેને કહ્યું કેવી રીતે કોરોના થયો
સ્પેનિશ ડૉકટરે LBC Newsને કહ્યું કે શિફ્ટ પૂરી થતા હું બીમાર હોઉ એવું મને મહેસૂસ થવા લાગ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે આ કોરોનાવાયરસનું સંક્રમણ હોઇ શકે છે. પરંતુ હું કોઇ એવા શખ્સના સંપર્કમાં આવ્યો જ નહોતો જેમાં કોરોનાના લક્ષ્ણ હોય.
પત્ની અને બાળકોથી દૂર
પત્ની અને બાળકોને આ ખતરાથી બચાવા માટે ડૉકટર ચેને પોતાના ટેસ્ટ કરાવાનો નિર્ણય કર્યો. થોડીકવાર બાદ તેમને કોરોના વાયરસથી પીડિત હોવાની ખબર પડી. ડૉકટરે કહ્યું કે જેવી મને ખબર પડી કે મેં પોતાને મારા રૂમમાં અલગ કરી લીધો. હું ઘરમાં મારા લોકોથી બિલકુલ કટ થઇ ગયો છું. આ મારા જીવનની સૌથી ખરાબ ક્ષણ છે. હું મારી પત્ની, બાળકો અને પરિવારનને મળી શકતો નથી.
ચેનની ડાયરી સોશિયલ મીડિયા પર ફેમસ
તેમણે કહ્યું કે મને ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. ડૉકટર ચેનની ડેલી ડાયરી સોશિયલ મીડિયા પર 68 હજારથી વધુ લોકો જોઇ ચૂકયા છે.