ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 712 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 35,398 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 21 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,927 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રથમ વખત ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 712 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 253 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 52 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,487 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે પ્રથમ વખત એકસાથે કોરોનાના આટલા બધા કેસ નોંધાયા છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 165 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,715 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 228 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,509 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1475 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3731 એક્ટિવ કેસ છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
| 04/07/2020 | પોઝિટિવ કેસ |
| સુરત | 253 |
| અમદાવાદ | 172 |
| વડોદરા | 61 |
| રાજકોટ | 47 |
| ભાવનગર | 20 |
| વલસાડ | 19 |
| ગાંધીનગર | 15 |
| ભરૂચ | 15 |
| નવસારી | 11 |
| બનાસકાંઠા | 10 |
| ખેડા | 10 |
| જૂનાગઢ | 10 |
| મહેસાણા | 8 |
| જામનગર | 8 |
| અરવલ્લી | 7 |
| કચ્છ | 7 |
| પાટણ | 6 |
| સાબરકાંઠા | 6 |
| સુરેન્દ્રનગર | 6 |
| આણંદ | 4 |
| ગીર સોમનાથ | 4 |
| મોરબી | 3 |
| પંચમહાલ | 2 |
| બોટાદ | 2 |
| મહીસાગર | 2 |
| અમરેલી | 2 |
| દાહોદ | 1 |
| દેવભૂમિ દ્વારકા | 1 |
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
| જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
| અમદાવાદ | 21715 | 16509 | 1475 | 3731 |
| સુરત | 5714 | 3917 | 176 | 1621 |
| વડોદરા | 2504 | 1797 | 51 | 656 |
| ગાંધીનગર | 708 | 520 | 31 | 157 |
| ભાવનગર | 322 | 155 | 13 | 154 |
| બનાસકાંઠા | 220 | 158 | 11 | 51 |
| આણંદ | 246 | 210 | 13 | 23 |
| રાજકોટ | 367 | 157 | 12 | 198 |
| અરવલ્લી | 222 | 178 | 20 | 24 |
| મહેસાણા | 308 | 156 | 13 | 139 |
| પંચમહાલ | 202 | 149 | 16 | 37 |
| બોટાદ | 99 | 69 | 3 | 27 |
| મહીસાગર | 149 | 119 | 2 | 28 |
| ખેડા | 196 | 125 | 10 | 61 |
| પાટણ | 234 | 125 | 17 | 92 |
| જામનગર | 266 | 121 | 4 | 141 |
| ભરૂચ | 281 | 138 | 10 | 133 |
| સાબરકાંઠા | 193 | 120 | 8 | 65 |
| ગીર સોમનાથ | 85 | 48 | 1 | 36 |
| દાહોદ | 66 | 46 | 1 | 19 |
| છોટા ઉદેપુર | 60 | 42 | 2 | 16 |
| કચ્છ | 182 | 99 | 6 | 77 |
| નર્મદા | 94 | 61 | 0 | 33 |
| દેવભૂમિ દ્વારકા | 26 | 18 | 2 | 6 |
| વલસાડ | 198 | 64 | 5 | 129 |
| નવસારી | 142 | 62 | 2 | 78 |
| જૂનાગઢ | 157 | 58 | 4 | 95 |
| પોરબંદર | 21 | 13 | 2 | 6 |
| સુરેન્દ્રનગર | 186 | 96 | 8 | 82 |
| મોરબી | 34 | 18 | 1 | 15 |
| તાપી | 12 | 8 | 0 | 4 |
| ડાંગ | 4 | 4 | 0 | 0 |
| અમરેલી | 97 | 46 | 7 | 44 |
| અન્ય રાજ્ય | 88 | 8 | 1 | 79 |
| TOTAL | 35398 | 25414 | 1927 | 8057 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..