ગુજરાતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો, આજે નોંધાયા અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ અને 21 લોકોનાં મોત થયા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 712 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 35,398‬‬ પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,414‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 21 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,927‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રથમ વખત ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 712 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 253 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 52 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,487‬‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે પ્રથમ વખત એકસાથે કોરોનાના આટલા બધા કેસ નોંધાયા છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 165 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,715‬‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 228‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,509 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1475‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3731 એક્ટિવ કેસ છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

04/07/2020 પોઝિટિવ કેસ
સુરત 253
અમદાવાદ 172
વડોદરા 61
રાજકોટ 47
ભાવનગર 20
વલસાડ 19
ગાંધીનગર 15
ભરૂચ 15
નવસારી 11
બનાસકાંઠા 10
ખેડા 10
જૂનાગઢ 10
મહેસાણા 8
જામનગર 8
અરવલ્લી 7
કચ્છ 7
પાટણ 6
સાબરકાંઠા 6
સુરેન્દ્રનગર 6
આણંદ 4
ગીર સોમનાથ 4
મોરબી 3
પંચમહાલ 2
બોટાદ 2
મહીસાગર 2
અમરેલી 2
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 21715 16509 1475 3731
સુરત 5714 3917 176 1621
વડોદરા 2504 1797 51 656
ગાંધીનગર 708 520 31 157
ભાવનગર 322 155 13 154
બનાસકાંઠા 220 158 11 51
આણંદ 246 210 13 23
રાજકોટ 367 157 12 198
અરવલ્લી 222 178 20 24
મહેસાણા 308 156 13 139
પંચમહાલ 202 149 16 37
બોટાદ 99 69 3 27
મહીસાગર 149 119 2 28
ખેડા 196 125 10 61
પાટણ 234 125 17 92
જામનગર 266 121 4 141
ભરૂચ 281 138 10 133
સાબરકાંઠા 193 120 8 65
ગીર સોમનાથ 85 48 1 36
દાહોદ 66 46 1 19
છોટા ઉદેપુર 60 42 2 16
કચ્છ 182 99 6 77
નર્મદા 94 61 0 33
દેવભૂમિ દ્વારકા 26 18 2 6
વલસાડ 198 64 5 129
નવસારી 142 62 2 78
જૂનાગઢ 157 58 4 95
પોરબંદર 21 13 2 6
સુરેન્દ્રનગર 186 96 8 82
મોરબી 34 18 1 15
તાપી 12 8 0 4
ડાંગ 4 4 0 0
અમરેલી 97 46 7 44
અન્ય રાજ્ય 88 8 1 79
TOTAL 35398 25414 1927 8057

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો