ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 32643 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1848 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23670 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 20 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1848 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 199 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 183 અને સુરત જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4,829 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20,913 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 137 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15,966 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,441 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3506 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
| 30/06/2020 | પોઝિટિવ કેસ |
| સુરત | 199 |
| અમદાવાદ | 197 |
| વડોદરા | 52 |
| વલસાડ | 20 |
| જામનગર | 18 |
| ગાંધીનગર | 16 |
| આણંદ | 14 |
| પાટણ | 11 |
| કચ્છ | 9 |
| ભાવનગર | 8 |
| ભરૂચ | 8 |
| જૂનાગઢ | 8 |
| મહેસાણા | 7 |
| રાજકોટ | 6 |
| ખેડા | 6 |
| અરવલ્લી | 5 |
| પંચમહાલ | 5 |
| બોટાદ | 4 |
| સાબરકાંઠા | 4 |
| સુરેન્દ્રનગર | 4 |
| ગીર સોમનાથ | 3 |
| પોરબંદર | 3 |
| અમરેલી | 3 |
| મહીસાગર | 2 |
| નવસારી | 2 |
| મોરબી | 2 |
| બનાસકાંઠા | 1 |
| નર્મદા | 1 |
| દેવભૂમિ દ્વારકા | 1 |
| અન્ય રાજ્ય | 1 |
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત (રાતે 8 વાગ્યા સુધીની માહિતી)
| જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
| અમદાવાદ | 20913 | 15966 | 1441 | 3506 |
| સુરત | 4829 | 3300 | 158 | 1371 |
| વડોદરા | 2267 | 1570 | 49 | 648 |
| ગાંધીનગર | 654 | 475 | 31 | 148 |
| ભાવનગર | 261 | 150 | 13 | 98 |
| બનાસકાંઠા | 178 | 156 | 10 | 12 |
| આણંદ | 222 | 184 | 13 | 25 |
| રાજકોટ | 269 | 132 | 7 | 130 |
| અરવલ્લી | 207 | 166 | 18 | 23 |
| મહેસાણા | 276 | 140 | 11 | 125 |
| પંચમહાલ | 178 | 134 | 15 | 29 |
| બોટાદ | 90 | 65 | 3 | 22 |
| મહીસાગર | 137 | 114 | 2 | 21 |
| ખેડા | 158 | 115 | 6 | 37 |
| પાટણ | 205 | 112 | 16 | 77 |
| જામનગર | 216 | 107 | 4 | 105 |
| ભરૂચ | 228 | 106 | 9 | 113 |
| સાબરકાંઠા | 174 | 115 | 8 | 51 |
| ગીર સોમનાથ | 76 | 47 | 1 | 28 |
| દાહોદ | 59 | 43 | 0 | 16 |
| છોટા ઉદેપુર | 55 | 36 | 2 | 17 |
| કચ્છ | 162 | 93 | 5 | 64 |
| નર્મદા | 90 | 37 | 0 | 53 |
| દેવભૂમિ દ્વારકા | 23 | 17 | 1 | 5 |
| વલસાડ | 150 | 54 | 3 | 93 |
| નવસારી | 97 | 45 | 2 | 50 |
| જૂનાગઢ | 101 | 49 | 3 | 49 |
| પોરબંદર | 19 | 10 | 2 | 7 |
| સુરેન્દ્રનગર | 142 | 71 | 7 | 64 |
| મોરબી | 22 | 10 | 1 | 11 |
| તાપી | 8 | 6 | 0 | 2 |
| ડાંગ | 4 | 4 | 0 | 0 |
| અમરેલી | 85 | 33 | 6 | 46 |
| અન્ય રાજ્ય | 88 | 8 | 1 | 79 |
| TOTAL | 32643 | 23670 | 1848 | 7125 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..