ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 620 કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા, સૌપ્રથમ વખત એક દિવસના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા

ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો 600થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક 2ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 620 કેસો નોંધાયા હતા. જ્યારે 20 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 32643 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1848 અને ડિસ્ચાર્જનો કુલ આંક 23670 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 20 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1848 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 199 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 183 અને સુરત જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4,829‬ પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 197‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20,913‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 137‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15,966‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,441‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3506 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

30/06/2020 પોઝિટિવ કેસ
સુરત 199
અમદાવાદ 197
વડોદરા 52
વલસાડ 20
જામનગર 18
ગાંધીનગર 16
આણંદ 14
પાટણ 11
કચ્છ 9
ભાવનગર 8
ભરૂચ 8
જૂનાગઢ 8
મહેસાણા 7
રાજકોટ 6
ખેડા 6
અરવલ્લી 5
પંચમહાલ 5
બોટાદ 4
સાબરકાંઠા 4
સુરેન્દ્રનગર 4
ગીર સોમનાથ 3
પોરબંદર 3
અમરેલી 3
મહીસાગર 2
નવસારી 2
મોરબી 2
બનાસકાંઠા 1
નર્મદા 1
દેવભૂમિ દ્વારકા 1
અન્ય રાજ્ય 1

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત (રાતે 8 વાગ્યા સુધીની માહિતી)

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 20913 15966 1441 3506
સુરત 4829 3300 158 1371
વડોદરા 2267 1570 49 648
ગાંધીનગર 654 475 31 148
ભાવનગર 261 150 13 98
બનાસકાંઠા 178 156 10 12
આણંદ 222 184 13 25
રાજકોટ 269 132 7 130
અરવલ્લી 207 166 18 23
મહેસાણા 276 140 11 125
પંચમહાલ 178 134 15 29
બોટાદ 90 65 3 22
મહીસાગર 137 114 2 21
ખેડા 158 115 6 37
પાટણ 205 112 16 77
જામનગર 216 107 4 105
ભરૂચ 228 106 9 113
સાબરકાંઠા 174 115 8 51
ગીર સોમનાથ 76 47 1 28
દાહોદ 59 43 0 16
છોટા ઉદેપુર 55 36 2 17
કચ્છ 162 93 5 64
નર્મદા 90 37 0 53
દેવભૂમિ દ્વારકા 23 17 1 5
વલસાડ 150 54 3 93
નવસારી 97 45 2 50
જૂનાગઢ 101 49 3 49
પોરબંદર 19 10 2 7
સુરેન્દ્રનગર 142 71 7 64
મોરબી 22 10 1 11
તાપી 8 6 0 2
ડાંગ 4 4 0 0
અમરેલી 85 33 6 46
અન્ય રાજ્ય 88 8 1 79
TOTAL 32643 23670 1848 7125

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો