સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 624 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 31,397 પર પહોંચ્યો છે. જોકે હાલ 6780 રાજ્યમાં એક્ટિવ કેસ છે. તો 391 દર્દીઓ સાજા થયા છે જેને લઇને અત્યાર સુધીમાં કુલ 22808 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે 19 દર્દીઓના મોત થયા છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1809 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 198 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20480 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 181 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15658 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 13 દર્દીના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1423 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3399 એક્ટિવ કેસ છે.
| 28/06/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 211 |
| સુરત | 182 |
| વડોદરા | 44 |
| વલસાડ | 36 |
| અન્ય રાજ્ય | 13 |
| ગાંધીનગર | 11 |
| પાટણ | 11 |
| રાજકોટ | 10 |
| કચ્છ | 10 |
| જૂનાગઢ | 10 |
| સુરેન્દ્રનગર | 10 |
| અમરેલી | 10 |
| ભાવનગર | 8 |
| મહેસાણા | 8 |
| બનાસકાંઠા | 7 |
| ભરૂચ | 7 |
| ખેડા | 6 |
| અરવલ્લી | 4 |
| નવસારી | 4 |
| મોરબી | 4 |
| આણંદ | 3 |
| બોટાદ | 3 |
| સાબરકાંઠા | 3 |
| પંચમહાલ | 2 |
| જામનગર | 2 |
| પોરબંદર | 2 |
| ગીર સોમનાથ | 1 |
| નર્મદા | 1 |
| તાપી | 1 |
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત
| જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
| અમદાવાદ | 20480 | 15658 | 1423 | 3399 |
| સુરત | 4424 | 2956 | 150 | 1318 |
| વડોદરા | 2165 | 1490 | 47 | 628 |
| ગાંધીનગર | 636 | 452 | 29 | 155 |
| ભાવનગર | 248 | 150 | 13 | 85 |
| બનાસકાંઠા | 176 | 154 | 9 | 13 |
| આણંદ | 197 | 168 | 13 | 16 |
| રાજકોટ | 250 | 115 | 6 | 129 |
| અરવલ્લી | 196 | 160 | 18 | 18 |
| મહેસાણા | 259 | 140 | 11 | 108 |
| પંચમહાલ | 170 | 130 | 15 | 25 |
| બોટાદ | 85 | 65 | 3 | 17 |
| મહીસાગર | 135 | 111 | 2 | 22 |
| ખેડા | 145 | 108 | 5 | 32 |
| પાટણ | 174 | 112 | 15 | 47 |
| જામનગર | 192 | 93 | 4 | 95 |
| ભરૂચ | 212 | 100 | 9 | 103 |
| સાબરકાંઠા | 169 | 114 | 8 | 47 |
| ગીર સોમનાથ | 70 | 47 | 1 | 22 |
| દાહોદ | 59 | 43 | 0 | 16 |
| છોટા ઉદેપુર | 55 | 36 | 2 | 17 |
| કચ્છ | 151 | 92 | 5 | 54 |
| નર્મદા | 89 | 33 | 0 | 56 |
| દેવભૂમિ દ્વારકા | 20 | 15 | 1 | 4 |
| વલસાડ | 129 | 47 | 3 | 79 |
| નવસારી | 93 | 41 | 1 | 51 |
| જૂનાગઢ | 90 | 49 | 2 | 39 |
| પોરબંદર | 16 | 10 | 2 | 4 |
| સુરેન્દ્રનગર | 129 | 65 | 5 | 59 |
| મોરબી | 20 | 8 | 1 | 11 |
| તાપી | 8 | 5 | 0 | 3 |
| ડાંગ | 4 | 4 | 0 | 0 |
| અમરેલી | 72 | 29 | 5 | 38 |
| અન્ય રાજ્ય | 79 | 8 | 1 | 70 |
| TOTAL | 31397 | 22808 | 1809 | 6780 |
માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..