સતત બીજા દિવસે 600થી વધુ નવા કેસ, 4 દિવસથી મૃત્યુ 20ની નીચે, નવા 624 દર્દી સાથે કુલ કેસ 31 હજારને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 624 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 31,397 પર પહોંચ્યો છે. જોકે હાલ 6780 રાજ્યમાં એક્ટિવ કેસ છે. તો 391 દર્દીઓ સાજા થયા છે જેને લઇને અત્યાર સુધીમાં કુલ 22808 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે 19 દર્દીઓના મોત થયા છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1809 પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 198 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20480 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 181 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15658 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 13 દર્દીના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1423 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3399 એક્ટિવ કેસ છે.

28/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 211
સુરત 182
વડોદરા 44
વલસાડ 36
અન્ય રાજ્ય 13
ગાંધીનગર 11
પાટણ 11
રાજકોટ 10
કચ્છ 10
જૂનાગઢ 10
સુરેન્દ્રનગર 10
અમરેલી 10
ભાવનગર 8
મહેસાણા 8
બનાસકાંઠા 7
ભરૂચ 7
ખેડા 6
અરવલ્લી 4
નવસારી 4
મોરબી 4
આણંદ 3
બોટાદ 3
સાબરકાંઠા 3
પંચમહાલ 2
જામનગર 2
પોરબંદર 2
ગીર સોમનાથ 1
નર્મદા 1
તાપી 1

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 20480 15658 1423 3399
સુરત 4424 2956 150 1318
વડોદરા 2165 1490 47 628
ગાંધીનગર 636 452 29 155
ભાવનગર 248 150 13 85
બનાસકાંઠા 176 154 9 13
આણંદ 197 168 13 16
રાજકોટ 250 115 6 129
અરવલ્લી 196 160 18 18
મહેસાણા 259 140 11 108
પંચમહાલ 170 130 15 25
બોટાદ 85 65 3 17
મહીસાગર 135 111 2 22
ખેડા 145 108 5 32
પાટણ 174 112 15 47
જામનગર 192 93 4 95
ભરૂચ 212 100 9 103
સાબરકાંઠા 169 114 8 47
ગીર સોમનાથ 70 47 1 22
દાહોદ 59 43 0 16
છોટા ઉદેપુર 55 36 2 17
કચ્છ 151 92 5 54
નર્મદા 89 33 0 56
દેવભૂમિ દ્વારકા 20 15 1 4
વલસાડ 129 47 3 79
નવસારી 93 41 1 51
જૂનાગઢ 90 49 2 39
પોરબંદર 16 10 2 4
સુરેન્દ્રનગર 129 65 5 59
મોરબી 20 8 1 11
તાપી 8 5 0 3
ડાંગ 4 4 0 0
અમરેલી 72 29 5 38
અન્ય રાજ્ય 79 8 1 70
TOTAL 31397 22808 1809 6780

માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો