ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.
આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 577 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 29578 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 13 દિવસથી કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે. અત્યાર સુધીમાં કુલ 21506 દર્દીઓ સાજા થયા છે. તો 1754 દર્દીઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 238 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં અમદાવાદમાં 19839 અને સુરતમાં 3876 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 238 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 164 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 21505 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
| 2020-6-24 | નોંધાયેલા કેસ | સાજા થયા |
| દેવભૂમિ દ્વારકા | 0 | 1 |
| અમદાવાદ | 238 | 216 |
| સુરત | 164 | 46 |
| વડોદરા | 44 | 52 |
| જામનગર | 14 | 7 |
| નર્મદા | 11 | 2 |
| ગાંધીનગર | 15 | 36 |
| રાજકોટ | 14 | 8 |
| ભરૂચ | 9 | 11 |
| વલસાડ | 8 | 0 |
| આણંદ | 7 | 8 |
| પંચમહાલ | 6 | 3 |
| ખેડા | 6 | 3 |
| કચ્છ | 5 | 0 |
| નવસારી | 5 | 0 |
| ભાવનગર | 5 | 1 |
| જૂનાગઢ | 4 | 3 |
| મહેસાણા | 4 | |
| ગીર સોમનાથ | 4 | |
| અમરેલી | 3 | 2 |
| અરવલ્લી | 2 | |
| સાબરકાંઠા | 2 | 4 |
| પાટણ | 2 | |
| સુરેન્દ્રનગર | 2 | 3 |
| બોટાદ | 1 | |
| દાહોદ | 1 | |
| બનાસકાંઠા | 0 | 4 |
| મોરબી | 1 | 1 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..