ગુજરાતમાં 24 કલાકમાં 577 કોરોનાના કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત, રાજ્યમાં કુલ આંકડો 30 હજાર નજીક તો મૃત્યુઆંક 1754

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 577 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 29578‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 13 દિવસથી કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે. અત્યાર સુધીમાં કુલ 21506 દર્દીઓ સાજા થયા છે. તો 1754 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 238 કેસ નોંધાયા

અત્યાર સુધીમાં અમદાવાદમાં 19839 અને સુરતમાં 3876 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 238 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 164 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 21505 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

2020-6-24 નોંધાયેલા કેસ સાજા થયા
દેવભૂમિ દ્વારકા 0 1
અમદાવાદ 238 216
સુરત 164 46
વડોદરા 44 52
જામનગર 14 7
નર્મદા 11 2
ગાંધીનગર 15 36
રાજકોટ 14 8
ભરૂચ 9 11
વલસાડ 8 0
આણંદ 7 8
પંચમહાલ 6 3
ખેડા 6 3
કચ્છ 5 0
નવસારી 5 0
ભાવનગર 5 1
જૂનાગઢ 4 3
મહેસાણા 4
ગીર સોમનાથ 4
અમરેલી 3 2
અરવલ્લી 2
સાબરકાંઠા 2 4
પાટણ 2
સુરેન્દ્રનગર 2 3
બોટાદ 1
દાહોદ 1
બનાસકાંઠા 0 4
મોરબી 1 1

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો