Browsing category

સમાચાર

લ્યો બોલો, દિલ્હીના ગુજરાત ભવનમાં સરકારી બાબુ માટે ભાડું રૂ.350, જનતા માટે 5 હજાર ભાડું, જાણો ગુજરાત ભવનના ચાર્જીસ

થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોકાણ માટેના ચાર્જનું લિસ્ટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. ગુજરાતના બાબુઓએ ભેગા થઇને પોતાના માટે સૌથી ઓછો ચાર્જ નક્કી કર્યો છે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ન્યાયમૂર્તિઓ સહિતના લોકોએ પણ આ અધિકારીઓ કરતાં વધુ ચાર્જ ભોગવવો પડશે. સરકારી પ્રતિનિધિ ન હોય […]

આ વખતે ચોમાસું ગુજરાતમાં નવરાત્રી જ નહીં દિવાળી સુધી લડી લેવાના મૂ઼ડમાં, ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતી નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ તમામ વાતો વચ્ચે જો કોઇને સૌથી વધુ ફર્ક પડતો હોય તો તે […]

વાપીમાં સાવકી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો, 8 વર્ષની દીકરીનું માથું ફોડીને કરી ક્રૂર હત્યા

વાપી ખોડીયાર નગરમાં રહેતી સાવકી માતા 8 વર્ષીય બાળકીને સ્કૂલ લેશન ન કરતા ઢોર માર મારી તેનું માથું દીવાલમાં અથડાવી અથડાવીને લોહી લુહાણ હાલતમાં છોડી પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે બેડરૂમમાં જઇને સુઇ ગઇ હતી. સાંજે બાળકીમાં હલનચલન ન દેખાતા નાટકીય રીતે હોસ્પિટલમાં લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડુંગરા પોલીસે આ કેસમાં […]

બાપુનગરમાં પોલીસે માનવતા મહેંકાવી, 3 વર્ષનું બાળક મળ્યું તો ગુજરાત પોલીસે દાદા-દાદીને શોધી મિલન કરાવ્યું

પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા શ્યામશિખર એપાર્ટમેન્ટ પાસેથી અંદાજે ત્રણવર્ષનો અવિચલ પંચાલ નામનો છોકરો મળી આવ્યો […]

5000ના દંડથી બચવા ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવવા માટે સુરતના RTOમાં વાહનોની 1 કિ.મી. લાંબી લાઈન લાગી

સરકાર દ્વારા સુધારેલા મોટર વેહિકલ એક્ટનો અમલ શરું કરવામાં આવતા ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તેવા વાહનોને રૂપિયા 5 હજારનો દંડ ફટકારવાની શરૂઆત થઇ છે.જોકે ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતા વાહનોને રૂપિયા 5000 દંડની જોગવાઈ પહેલેથી જ અમલમાં છે પણ તંત્રએ કડકાઈ ન બતાવતા શહેરમાં મોટી સંખ્યામાં ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવ્યા વગરની રીક્ષાઓ અને અન્ય હેવી વાહનો […]

હવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો રૂ.1500થી રૂ.3000 હજારનો દંડ થશે, અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજશે

રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને રૂ.1500નો દંડ કરવામાં આવશે અને ફોર વ્હીલરને રૂ.3 હજારનો દંડ કરવામાં આવશે. વાહનચાલક દંડ નહીં ભરે તો તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં કુલ 128 જગ્યાઓ પર આ ડ્રાઈવ યોજવામાં […]

સુરતમાં ગરબા બાદ મોડી રાત્રે એકલી જતી યુવતીને પોલીસ ઘર સુધી મૂકી જશે, કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો પોલીસને તાત્કાલિક 100 નંબર પર જાણ કરવી

સુરત- મોડી રાત્રે યુવતીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો પોલીસને તાત્કાલિક 100 નંબર જાણ કરી શકશે. રસ્તામાં મોડીરાત્રે એકલી જતી યુવતીનું વ્હીકલ બગડયું હોય કે પછી અન્ય મુશ્કેલી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી શકશે, જે તે વિસ્તારની સ્થાનિક પોલીસની પીસીઆરવાન યુવતીને તેના ઘર સુધી પહોંચાડી આવશે, સાથે નવરાત્રિમાં રાત્રી પટ્રોલિંગમાં પોલીસની સાથે મહિલા પોલીસ […]

પ્રસુતાના મોત પ્રકરણમાં આખરે તબીબ સામે પોલીસ ફરિયાદ થતાં કાપોદ્રાના દયાબેનના અંતિમ સંસ્કાર કરાયા, બે દિવસથી પરિવાર ધરણા પર હતો

લાલ દરવાજા વિસ્તારની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા કરી ન્યાયની માંગ કરી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે પોલીસે ગુનો નોંધતા આજે(શુક્રવાર) સવારે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને અંતિમ વિધી કરી હતી. નોર્મલ ડિલિવરીની વાતો કરી સિઝર […]

આવકના દાખલામાં સહી કરવા માટે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે ગરીબ પાસેથી 30 રૂપિયાની લાંચ લીધી, વીડિયો વાઈરલ

દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે. ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે. આવકનો દાખલો કઢાવવા લાંચ ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં […]

દિવાળીબેન ભીલ જેવો અવાજ ઘરાવતા ચંદ્રાબેન પરમાર માણાવદરના કતકપરા ગામની વતની છે, ઘરે ઘરે ફરી ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવે છે

માણાવદર તાલુકાના કટકપરા ગામે નટ સમાજ (વાદી જ્ઞાતિ)નો એક પરિવાર રહે છે. આ પરિવારના ચંદ્રાબેનનો ચારેક દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેમનો અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો લાગતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લોકો જોઇ રાનુ મંડલની યાદ અપાવી રહ્યા છે. ચંદ્રાબેન ઘરે ઘરે જઇ ગીતો ગાય […]