Browsing category

સમાચાર

હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે! વડોદરાના કોર્પોરેટરની પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ

આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના […]

ખારી ગામમાં પગ લપસતાં પુત્રી તળાવમાં ડૂબી, બચાવવા જતા માતા અને પુત્ર તળાવામાં ડૂબી ગયાં, એક જ પરિવારના ત્રણના મોતથી નાનકડા એવા ગામમાં શોક છવાયો

ન જાણ્યું જાનકી નાથે સવારે શું બનવાનું છે. બે –ત્રણ દિવસ પહેલાં જ પાલિતાણા તાલુકાના વીરપુર ગામે એક જ ઘરના ત્રણ-ત્રણ બાળકો ડૂબી જવાથી તેમના મોત નિપજયા હતા. આ મોત બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને આ ઘટના હજી લોકમાનસમાંથી ભુંસાઇ નથી ત્યાં આજે સિહોર તાલુકાના ખારી ગામે યમરાજાએ એક જ ઘરના […]

હીરાની મંદીથી બેંકના હપ્તા ન ચુકવાતા રત્નકલાકારે આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

હીરા ઉદ્યોગની મંદિ દિવસેને દિવસે રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. મોટા વરાછા ઉતરાણ તરફ આવેલી મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારનો ફ્લેટ લોન પર લીધેલો હોય બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી થતી અને ન ભરાતાં બેંક દ્વારા ફ્લેટ બહાર મોટા અક્ષરે નોટિસ લખવામાં આવી હતી. જેથી માઠું લાગી જતાં […]

આ વર્ષે એક જ દિવસે કાળી ચૌદશ અને દિવાળી ઉજવાશે, 12 વર્ષ પહેલાં પણ આવો સંયોગ બન્યો હતો

આ વર્ષે દિવાળીએ ચૌદશ અને અમાસ તિથિ એક જ દિવસે રહેશે. રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 27મીએ સાંજે લક્ષ્મીપૂજા થશે. આ દિવસે ગુરૂ વૃશ્ચિક રાશિમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આ વર્ષ પહેલાં પણ ગુરૂના વૃશ્ચિકમાં રહેતાં ચૌદશ અને અમાસના યોગમાં દિવાળી ઉજવવામાં […]

વડોદરાની મહિલાએ ‘નાભી સૂત્ર ઓઇલ’નું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આયુર્વેદના જૂના વિચારને પુનર્જીવિત કરવાનો કર્યો પ્રયત્ન

વડોદરામાં શહેરમાં છેલ્લા 14 વર્ષથી આઇટી ફર્મ ચલાવતી મહિલાએ નાભી સૂત્ર ઓઇલનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સ્ટાર્ટઅપ શરૂ કરનાર શ્વાતિ વખારીયાએ જણાવ્યું હતું કે, બાળપણમાં દાદી નાભી પર હિંગ લગાવીને સારવાર કરતા હતા. એ જ અમારૂં નાભી સૂત્ર છે. નાભી સૂત્ર દ્વારા નાભી દ્વારા થતાં ઉપચારના છુપાયેલા આયુર્વેદિક વિચારને પુનર્જીવિત કરવાનો અમારો પ્રયત્ન છે […]

પોલીસના નામે ચિટીંગ કરતાં શખ્સોથી સાવધાન રહેવા આઈકાર્ડ માંગવા સુરત પોલીસ કમિશનરે કરી અપીલ

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે ફેસબુકમાં લાઈવ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે દિવાળીને લઇને જરૂરી સાવધાની રાખવાના સૂચનો કર્યા હતાં. સાથે જ પોલીસની શંકાસ્પદ ભૂમિકા લાગે તો આઈકાર્ડ માંગવાની વાત પણ કરી હતી. લૂંટ-ચિલ ઝડપની ઘટનાથી સાવધ રહોઃકમિશનર પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે ફેસબુકમાં શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, હાલ દિવાળીની રજાઓ આવી રહી છે ત્યારે ફટાકડા […]

કડકડતી ચલણી નોટો મેળવવા અમદાવાદમાં દલાલો રૂ.100 આપી મહિલાઓને લાઈનમાં ઊભી રાખે છે, 2 હજારનું કડકડતી નોટનું બંડલ રૂ.2300માં વેચે છે

દિવાળી પૂર્વે રિઝર્વ બેન્ક લોકોને કડકડતી ચલણી નોટો આપે છે. પરંતુ રિઝર્વ બેન્કની બહાર ગોઠવાઈ જતાં દલાલો આ નોટ લોકો સુધી પહોંચવા નથી દેતાં. આ દલાલો આસપાસમાં રહેતી મહિલાઓ અને બાળકોને નવી ચલણી નોટ માટેની લાઈનમાં ઊભા રાખે છે. તેઓ પ્રત્યેક મહિલા કે બાળકને 2 હજાર રૂપિયા આપે અને મહિલા તેમજ બાળકો લાઈનમાં ઊભા રહી […]

સુરતથી મુંબઈનું 225 કિમીનું અંતર ક્રૂઝ દ્વારા 16 કલાકમાં કપાશે, આખી રાત દરિયામાં પ્રવાસ, પાર્ટી હોલ, દેશી-વિદેશી વ્યંજન સાથે તેમાં મનોરંજનની સંપૂર્ણ વ્યવસ્થા, વીકેન્ડ પર હજીરાથી બાન્દ્રા ચાલશે,

કોસ્ટલ ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે SSR મરિન સર્વિસને હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસને મંજૂરી આપી છે. SSR મરિન સર્વિસના સીઇઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, 10 નવેમ્બરથી હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ સર્વિસ સાપ્તાહિક રહેશે. પાછળથી જરૂરિયાત મુજબ, ટ્રિપ વધારવામાં આવશે. ફેરી સર્વિસ ગુરુવારે સાંજે […]

વેપારીઓની દિવાળી સુધરી, ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે. અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને વીડિયો વાઇરલ થયા તેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. આ વર્ષે 1000 […]

સુરતી સ્પિરીટ: સુરતમાં લોકોની જાગૃતિથી એમ્બ્યુલન્સે 8 મિનિટનો રસ્તો 74 જ સેકંડમાં કાપ્યો

હાલ શહેરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. ખાસ કરીને રાજમાર્ગ પર ભાગળ, ચૌટાપુલ જેવા વિસ્તારોમાં તો ‘પડે તેનો કટકો’ જેવી ભીડ જોવા મળી રહી છે. ઉપરથી રવિવાર હોવાથી આખા માર્ગ પર એક ઈંચની પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગમાં કોઈ એમ્બ્યુન્સે પસાર થવું પડે તો શું સ્થિતિ થાય? અલબત્ત, સુરતીઓ આ […]