Browsing category

સમાચાર

અમદાવાદથી રામદેવરા જતા પરિવારને નડયો ગોઝારો અકસ્માત, ત્રણ બાળકો સહિત 5નાં મોત

અમદાવાદ ઇક્કોમાં બેસી ને રામદેવરા તરફ જઈ રહેલા પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે નવ ઘાયલ વ્યક્તિઓને 108ની મદદથી દવાખાને લઈ જવાયા હતા. ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, મૂળ શિવપુરા મધ્યપ્રદેશ અને […]

સિવિલના ડોક્ટરે 6 લાખનું ઓપરેશન ફ્રીમાં કરી યુવકને નવજીવન આપ્યુ, 24 લિટર પાણીની મદદથી ફેફસાંંનો કચરો સાફ કર્યો

પહેલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે દર્દીના ફેફસાંમાં જમા થયેલો કચરો પાણીની મદદથી સાફ કરી તેને નવુ જીવન આપ્યું છે. આ પ્રકારના ઓપરેશન ખાસ કરીને મુંબઈમાં થતા હોય છે. પરંતુ સિવિલમાં યુવકનું નિ:શૂલ્ક ઓપરેશન કરી તબીબોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.આ પ્રકારના […]

વડોદરામાં પોલીસની ઉદ્ધતાઇ, ‘હા બેન હું પીધેલો છું તમારે જે કરવુ હોય તે કરો, જાવ પીધેલાની કરો ફરિયાદ ’

રાજ્યમાં કાયદાના રખેવાડ જ લોકોની સેવા કરવાને બદલે તેમને બીવડાવી, દબાવવાની કોશિશ કરે તો બિચારી જનતા જાય તો જાય કયા.. વડોદરામાં આજે એક એવી ઘટના સામે આવી છે. જેણે જાણ્યા બાદ લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય તેમ છે. વડોદરાના ગોત્રીમાં PCR વાને એક કાર ચાલકને પાછળથી ટક્કર મારી હોવાની ઘટના બની હતી. પીસીઆર વાને […]

વડોદરામાં પોલીસે પુત્રનું ટુ-વ્હીલર ડીટેઈન કરતા પિતાએ રોડ પર સુઈ જઇને હોબાળો મચાવ્યો, પોલીસે અટકાયત કરી

ટ્રાફિક નિયમભંગ બદલ ભારેખમ દંડ વસુલવાના નિયમનો અમલ કરવા પોલીસ દ્વારા રોજ ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે કાલાઘોડા સર્કલ પાસે સોમવારે બપોરે હેલમેટ વિનાના ચાલકને રોકતા તેના પિતાએ આવી હોબાળો મચાવ્યો હતો. મકરપુરાની ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતો જલેસ તુષાર શાહ સોમવારે બપોરે 1-30 વાગે પંચમુખી હનુંમાન મંદિર પાસે પસાર થતો હતો ત્યારે હેલમેટ પહેર્યું ના હોવાથી […]

આઠ નવેમ્બર મધ્ય રાત્રિએ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, સાધુ-સંતો અને અન્નક્ષેત્રો વાળા પહોંચી ગયા

કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. તંત્રએ લોકોની સુખાકારી માટે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી તરફ અન્નક્ષેત્રોવાળા પહોંચી ગયા છે અને અન્નક્ષેત્રો ઉભા કરવાની તૈયારીઓ પ્રારંભી દીધી છે. આ અંગે સાધુ-સંતો પણ પરિક્રમા રૂટ પર પહોંચી જઇ પોતાનાં ધુણા બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. પરિક્રમાર્થી ટ્રેન પર યાત્રા નહિ […]

SBIએ ગ્રાહકોને કર્યા અલર્ટ, ફક્ત 1 SMS તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો અને શેર કરો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ઈન્કમટેક્સ રિફંડના નામે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ટેક્સ રિફંડના નામે આ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ મેસેજમાં આપવામાં આવેલી એવી કોઇપણ લિંક પર ક્લિક ન કરે જ્યાં તેમને ટેક્સ રિફંડ માટે રિક્વેસ્ટ નાખવાની વાત કહેવામાં આવી હોય. […]

RTIમાં ખુલાસો: ટાર્ગેટ પૂરો ન થાય તો ઓપરેટરને ભાડું ન મળે, અમદાવાદમાં 47 ટોઈંગ ક્રેનને દર મહિને સરેરાશ 1.37 લાખ ટુ-વ્હીલર, 10,800 કાર ટો કરવાનો ટાર્ગેટ

આડેધડ પાર્કિંગ કરનારાના વાહન ટો થતાં હોય છે. પરંતુ ટોઈંગ ક્રેનને ટ્રાફિક પોલીસે આપેલા કોન્ટ્રાક્ટ પરથી ખબર પડે છે કે, આ ટોઈંગ વાન ટેરર ક્રેન બની ગઈ છે. આરટીઆઈમાંથી બહાર આવેલા દસ્તાવેજ મુજબ શહેરમાં ટુ-વ્હીલર ટો કરવા માટે 38 અને ફોર-વ્હીલર-થ્રી વ્હીલર ટો કરવા માટે 9 મળી 47 ક્રેન છે. દરેક ટુ-વ્હીલર ક્રેન ઓપરેટરને રોજના […]

ફિલ્મી સ્ટાઈલે રિક્ષા પર ચડી લૂંટારુઓનો પીછો કરનાર યુવકનું પોલીસ કમિશનરે કર્યું સન્માન

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ લૂંટારુઓનો ફિલ્મી સ્ટાઇલમાં હિંમત ભેર પીછો કરનાર યુવકને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સન્માનપત્ર આપી તેની બહાદુરીને બિરદાવી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સંતોષને કમિશનર ઓફિસમાં બોલાવી સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી તેની બહાદુરી બદલ અભિનંદન આપ્યા અને સન્માનપત્ર આપ્યું હતું. 3 ગઠીયા ફોન આંચકી ભાગ્યા, યુવકે સ્ટિયરિંગ પકડી લેતા […]

ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના આવી સામે

ગાંધીનગરમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જૂના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં પોલીસે કલાસ વન અધિકારીને મુક્ત કરતા મહિલાકર્મીને આરોપીએ ધમકી આપી માર માર્યો. જે અંગે […]

‘મહા’ વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહાઅસર થશે, 5મીએ રિકર્વ થઈ બુધવારે રાતે દરિયાકિનારે ટકરાશે

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જોકે હવે સિસ્ટમથી થોડી દૂર જવા સાથે ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે […]