સિવિલના ડોક્ટરે 6 લાખનું ઓપરેશન ફ્રીમાં કરી યુવકને નવજીવન આપ્યુ, 24 લિટર પાણીની મદદથી ફેફસાંંનો કચરો સાફ કર્યો

પહેલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે દર્દીના ફેફસાંમાં જમા થયેલો કચરો પાણીની મદદથી સાફ કરી તેને નવુ જીવન આપ્યું છે. આ પ્રકારના ઓપરેશન ખાસ કરીને મુંબઈમાં થતા હોય છે. પરંતુ સિવિલમાં યુવકનું નિ:શૂલ્ક ઓપરેશન કરી તબીબોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.આ પ્રકારના ઓપરેશન માટે અંદાજિત 6થી7 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવી જાય છે.

યુવક પાસે ઓપરેશન માટે પૈસા ન હતા

જૂનાગાઢના રહેવાસી અશ્વિન નામનો યુવક કૂવા ખોદવાનું કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. છેલ્લા કેટલાક મહિનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરને બતાવવા પર તેના ફેફસાંમાં કચરો ભરાઇ જવાથી જામ થઇ ગયા છે તેવું જાણવા મળ્યું હતું. ડોક્ટરે યુવકને મુંબઈમાં ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. પરંતુ યુવક ગરીબ હોવાથી તેના ઓપરેશન માટે પૈસા ન હતા. યુવક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયો હતો ત્યાંથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો.

યુવકના ફેફસાં 30 ટકા જામ થઇ ગયા હતા

સિવિલના ડોક્ટરોએ યુવકની તપાસ કરતા જાણવા મળ્યું કે, વર્ષોથી કૂવો ખોદવાનું કામ કરતો હોવાથી તેના ફેફસાંમાં માટી ભરાઇ ગઇ છે, જેના કારણે તેના ફેફસાં 30 ટકા જેટલા જામ થઇ ગયા છે. યુવકના ફેફસાંને સાફ કરવા માટે ડોક્ટરની એક ટીમે ઓપરેશનની તૈયારી કરી હતી. ડોક્ટર્સે યુવકના ફેફસાંમાં પાણી નાખીને કચરો સાફ કરવાનું નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ફિઝિયોથેરાપિસ્ટના બે ડોક્ટર પણ જોડાયા હતા.

6 કલાકમાં બેવાર થયુ ઓપરેશન

ડોક્ટર્સ અશ્વિનને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ડોક્ટર્સે વેન્ટિલેટર સાથે એક બૂચ પણ નાખ્યો હતો જેમાથી પાણી યુવકના ફેફસાં સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આમ અંદાજિત 24 લિટર જેટલા પાણીથી યુવકના ફેફસાંમાં રહેલા કચરાને બહાર કાંઢવામાં આવ્યો હતો. યુવકનું 6થી 7 કલાકની અંદર બે વખત ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં યુવક સ્વસ્થ છે અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.

સિવિલના તબીબોની ઉત્તમ કામગીરીથી યુવકને નવજીવન મળ્યું

આ પ્રકારના ઓપરેશન માટે અંદાજિત 6થી7 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવી જાય છે. જે સામાન્ય વ્યક્તિ માટે ઘણી મોટી રકમ હોય છે. અને અશ્વિન જેવા લોકો કે જે નાની-મોટી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, તેમના માટે આટલી રકમ એકઠી કરવી મુશ્કેલ છે. પરંતુ અમદાવાદ સિવિલના ડોક્ટરોની મદદથી કોઇપણ ખર્ચ વગર આ ઓપરેશન સફળતાપૂર્વક થયું છે અને યુવક ફરી સામાન્ય જીવન જીવી રહ્યો છે. યુવકના પરિવારે સિવિલના ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો