Browsing category

સમાચાર

હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે કચડતાં મહિલા પોલીસકર્મી અને તેના પતિનું મોત, 7 માસના ટ્વિન્સે ગુમાવ્યા માંબાપ

પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતાં હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં ઘટનાસ્થળે બંનેના મોત થયા હતા.જેને પગલે 7 માસના ટ્વિન્સે માબાપ ગુમાવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.12/11/19 ના […]

સુરતમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા 20 વર્ષના યુવકને BRTS બસે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત, પરિવારે એકમાત્ર સહારો ગુમાવ્યો

રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જ્યારથી ગુજરાતમાં બીઆરટીએસ બસ સેવામાં આવી ત્યારથી સમયાંતરે અકસ્માતો થતા રહે છે. આજે પણ સુરતમાં એક મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા 20 વર્ષના યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા બસ પર […]

હળવદના ખેડૂતે 50 વિઘાનો કપાસનો પાક ખેતરમાં ભેગો કરી દિવાસળી ચાંપી, જાણો ખેડૂતે હૈયાવરાળમાં શું કહ્યું?

ઝાલાવાડમાં સૌથી વધુ કપાસનું વાવેતર હળવદ પંથકમાં થાય છે. પરંતુ આ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. અને મોટા ભાગે કપાસ નો પાક નિષ્ફ્ળ ગયો છે. ત્યારે હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાક નિષ્ફ્ળ જતા એક ખેડૂતે પચાસ વીઘાના ઉભા કપાસને પાડીને સળગાવી દેવાની શરૂઆત કર્યાની ઘટના સામે આવતા પંથકમાં સનસનાટી મચી જવા […]

રાજકોટ પોલીસે બે દિવસ ઓરિસ્સાના નક્સલી વિસ્તારમાં રહી વેશપલ્ટો કરી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપીને પડી પાડયો

શહેરના નાનામવા વિસ્તારની બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ઓરિસ્સાના નક્સલી વિસ્તારના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, કૃત્યને અંજામ આપી નક્સલી વિસ્તારમાં ભાગી ગયેલા શખ્સને દબોચવા રાજકોટ પોલીસ નક્સલી વિસ્તારમાં ખાબકી હતી અને વેશ પલટો કરી આરોપીને દબોચી લઇ રાજકોટ લઇ આવી હતી. બે મહિના પહેલા બે પૂર્વે સગીરાનું અપહરણ થતાં મામલો તાલુકા પોલીસ […]

માતા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસામ મહિલા પોલીસે તેમનાં બાળકો સાચવ્યાં, એમના કામના સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે વખાણ

ઇન્ટરનેટને લીધે આજે દુનિયાનું કદ નાનું થઈ ગયું છે. દેશના કોઈ પણ ખૂણાની વાત મિનિટોમાં આપણી સુધી પહોંચી જાય છે. 10 નવેમ્બરે આસામ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેના લોકો વખાણ કરતા આજે પણ થાકતા નથી. આ ફોટામાં બે મહિલા પોલીસ હાથમાં બાળક લઈને ઉભેલા દેખાય છે. Children sleep […]

ગુજરાતમાં સૌથી મોટું મગફળી ખરીદીમાં નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, મામલો પહોંચ્યો PM મોદી સુધી, જાણો વિગતે

ગુજરાતમાં ખરીફ ૨૦૧૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને નાણાં તો ચુકવાઈ ગયા હતા પરંતુ હવે તેમાં નકલી રસીદનું કૌભાંડ સામે આવ્યું છે, આ કારણસર હવે ગુજકોમાસોલના વડપણ હેઠળ ખરીદી કરનારી સહકારી સંસ્થાઓના કરોડો રૂપિયા સલવાયા છે. સમગ્ર મામલે ગારિયાધાર તાલુકા સહકારી સંઘ, શિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓએ […]

દેવ દિવાળીએ મા અંબાના ચાચરચોકમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટી, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું

મંગળવારે દેવ દિવાળીએ મંદિરોમાં ભારે ભીડ ઉમટી હતી. યાત્રાધામ અંબાજીમાં માના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. કારતકી પૂનમે એટલે દેવ દિવાળી. જેને લઈ ધાર્મિક સ્થળોમાં પણ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી કાલે સવારથી જ જિલ્લામાં આવેલા […]

એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે એક કાર ઝડપથી તેની સામે આવી ગઈ, ભૂલ હોવા છતા પણ કાર ડ્રાઇવરે ઓટોવાળાને જ ખરી ખોટી સંભળાવી, તેના પછી ઓટોવાળાએ જે કર્યુ તેનાથી આપણને પણ બોધપાઠ મળે છે

એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો. ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ. ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓટો સાથે અથડાતા-અથડાતા રહી ગઈ. કાર ડ્રાઇવર ગુસ્સામાં ઓટોવાળાને જ ખરી-ખોટી સંભળાવા લાગ્યો જ્યારે વાંક કાર ડ્રાઇવરનો જ હતો. ઓટોવાળાએ કાર ડ્રાઇવર પર ગુસ્સો ન […]

ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલોનું ‘મહા કૌભાંડ’, કન્યાઓના હક્કની સરકારી સાયકલનું ગાંધીનગરમાં ખુલ્લેઆમ વેચાણ

ગાંધીનગરમાં કન્યાઓના હક્કની સરકારી સાયકલોનું ખાનગીમાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. સેક્ટર-૨૨ સ્થિત સાયકલ સ્ટોરના સંચાલકે ભગવા કલરની સરકારી સાયકલનું ૪ હજારમાં વેચાણ કર્યુ હતું. જે કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આ પ્રકારની કેટલી સરકારી સાયકલો લાભાર્થી કન્યાઓ સુધી નહી પહોંચીને ઓપન માર્કેટમાં વેચાઇ રહી છે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોકે, આ મામલે હજુસુધી સરકાર […]

ગુજરાત માટે સૌથી શરમજનક બાબત: દેશને જીવાડનાર ખેડૂતોના આપઘાત મામલે ગુજરાત કયા નંબરે છે? જાણો

કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં ૩૫.૫ ટકાનો ચિંતાજનક વધારો થયો છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં ૨૦૧૫માં ૩૦૧ કિસાનોએ આપઘાત કર્યા હતા, તે સંખ્યા ૨૦૧૬માં […]