Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

ચાહકોનો મસીહા બન્યો સોનુ સૂદ: પૈસાના અભાવે 12 વર્ષ સુધી ન્યૂરો સર્જરી ના કરાવી શકનાર ચાહકની તકલીફ સોનુ સૂદે 11 કલાકમાં દૂર કરી દીધી

સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે. કોરોનાકાળમાં સોનુ સૂદ પોતાના કામથી ચાહકોની નજરમાં મસીહા બની ગયો છે. સોનુ સૂદ પોતાના કામથી લોકોના દિલ જીતી રહ્યો છે. ક્યારેક તે ઘર બનાવી આપે છે તો ક્યારેક અભ્યાસનો ખર્ચ આપે છે તો વળી ક્યારેક તે સારવાર કરાવી આપે છે. સોનુએ હાલમાં જ પોતાના એક ચાહકની મદદ કરી […]

લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં મદદ કરતાં રેલવેના પાઈલોટ બન્યાં, હવે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરી સાદગીથી જીવે છે

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ પાછળ ખર્ચીને સાદગીપૂર્ણ જીવન જીવે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. આ પોસ્ટ […]

આણંદ જિલ્લાના ભાદરણનાં અલ્પાબેનની અનોખી સમાજસેવા: 7 વર્ષમાં 311થી વધુ બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને મુક્તિ અપાવી

સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષ હસ્તક હોય છે, પરંતુ ભાદરણનાં અલ્પાબેન પટેલ છેલ્લાં 7 વર્ષથી અનોખી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જિલ્લામાં રસ્તે રઝડતા ભિખારીઓને શોધીને તેમને સ્નાન કરાવીને જમાડવા સહિતની વ્યવસ્થા કરીને જઠરાગ્નિ ઠારતાં હતાં. એ દરમિયાન કેટલાક ભિખારીઓનાં મૃત્યુ થતાં તો તેમના મૃતદેહ રસ્તે રઝડતા હતા. તેમની અંતિમવિધિ એક સપ્તાહ સુધી […]

40 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવતા મોરબીના બચુબાપા, પૈસા આપો તો ઠીક નહી તો મફતમાં ભરપેટ ખાઇ લો

‘અન્નદાન એ મહાદાન’ (Food Donation is a Great Donation) આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબી (Morbi)માં બચુબાપા કા ઢાબા (Bachu Kaka Ka Dhaba)માં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે. મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના […]

અમદાવાદમાં હર હર મહાદેવ ગ્રુપ દ્વારા માત્ર 5 રૂપિયામાં ભર પેટ જમવાનું, સહાયરૂપ દાનથી ગરીબો ખુશ

માનવસંસ્કૃતિનો સૌથી સુગંધિત શબ્દ છે દાન, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે, અન્ન દાન (Food Donation)એ સૌથી મોટુ દાન છે. ત્યારે વાડજ (Wadaj) વિસ્તાર ખાતે હર હર મહાદેવ ગ્રુપ દ્વારા નજીવી કિંમતમાં દાળ-ભાત આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેઓ ગરીબ અને ભૂખ્યા લોકોનો પેટનો ખાડો માત્ર પાંચ રૂપિયામાં ભરી રહ્યા છે. આ સરાહનિય કાર્યથી વાડજ […]

રિક્ષાચાલકની ઉદારતા: લૉકડાઉનમાં પત્નીનાં ઘરેણાં વેચીને દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા, હજુ પણ દર રવિવારે 1,200 લોકોને જમાડે છે

લૉકડાઉનમાં દેશે એવા ઘણા હીરો જોયા કે જે બેઘર અને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા હતા. કોઇમ્બતુરમાં રહેતા 47 વર્ષીય બી. મુરુગન આવા જ યોદ્ધા છે. વ્યવસાયે રિક્ષાચાલક મુરુગને ગરીબ, નિ:સહાય લોકોને જમાડવા પત્નીનાં ઘરેણાં પણ વેચી દીધાં. લૉકડાઉન દરમિયાન તેમણે 50 લોકોને જમાડવાથી શરૂઆત કરી અને ટૂંક સમયમાં આ આંકડો અઠવાડિયામાં અંદાજે 15 હજાર લોકો […]

કોરોના કાળમાં મહારાષ્ટ્રના ડૉક્ટરનો અનોખો સેવાયજ્ઞ, ડૉ. દાંડેકર 87 વર્ષની ઉંમરે કોઈ પણ ફી લીધા વીના ગામેગામ સાઈકલ પર જઈને કરે છે સારવાર

ઉંમર 87 વર્ષ. વ્યવસાય હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટર. કામ- જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવાનું. તેમનું નામ છે ડૉ. રામચંદ્ર દાંડેકર. કોરોના મહામારી વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્ક રહેવાની સલાહ અપાઈ છે, ત્યારે મૂળ ચંદ્રપુર જિલ્લાના મૂળ ગામના રહેવાસી ડૉ. દાંડેકર અંતરિયાળ વિસ્તારોના ગામોમાં જઈને દર્દીઓની સારવાર કરવાનું ઉદાહરણીય કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં […]

જામનગરમાં 108ની ટીમની પ્રશંસનીય કામગીરી, સગર્ભાને 1.5 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઊંચકીને ડિલિવરી કરાવી

જામનગરના કાનાલુસમાં ગુરુવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધૂરા માસે અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં 108ની ટીમ દોડી હતી. જોકે એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સૂવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી. આ જ સ્થિતિમાં વચ્ચે આવતા રેલવે-ટ્રેકને પણ ઓળંગ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે દુખાવો વધી […]

પત્ની-પુત્રને અકસ્માતમાં ગુમાવનાર આ વૃદ્ધ બીજાકોઈના જીવનમાં દુર્ઘટના ન સર્જાય તે માટે છેલ્લા 32 વર્ષથી વેતન વગર 13 કલાક સુધી ટ્રાફિક સંચાલનની કામગીરી સંભાળે છે

રાજધાની દિલ્હીના સીલમપુર લાલ બત્તી ચાર રસ્તા પર પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં વર્ષોથી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા જોવા મળે છે. આ વ્યક્તિનું નામ ગંગારામ છે,જે છેલ્લા 32 વર્ષથી કોઈ વેતન વગર આ કામ કરી રહ્યા છે. દિકરો અને પત્ની અકસ્માતમાં ગુમાવ્યા બાદ પ્રતિજ્ઞા લીધી ગંગારામે માર્ગ અકસ્માતમાં પોતાનો દિકરો ગુમાવનારી દીધો હતો, […]

સગો દીકરો પણ ન કરે એવું કામ કર્યું સોનૂ સૂદે, રસ્તા ઉપર કરતબ કરનાર વૃદ્ધ મહિલા માટે કર્યું જોરદાર કામ

પોતાના સારા કામોના કારમે બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ (sonu sood) રિયલ લાઈફમાં હીરો (Real life hero) તરીકે મશહૂર થયા છે. લોકડાઉન (lockdown) દરમિયાન તેમણે પ્રવાસી મજૂરોની મદદ કરી હતી અને આજે પણ તેઓ મદદ માગનાર જરૂરતમંદોની મદદ કરવા તત્પર રહે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]