રિક્ષાચાલકની ઉદારતા: લૉકડાઉનમાં પત્નીનાં ઘરેણાં વેચીને દર અઠવાડિયે 15 હજાર લોકોને જમાડ્યા, હજુ પણ દર રવિવારે 1,200 લોકોને જમાડે છે

લૉકડાઉનમાં દેશે એવા ઘણા હીરો જોયા કે જે બેઘર અને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા હતા. કોઇમ્બતુરમાં રહેતા 47 વર્ષીય બી. મુરુગન આવા જ યોદ્ધા છે. વ્યવસાયે રિક્ષાચાલક મુરુગને ગરીબ, નિ:સહાય લોકોને જમાડવા પત્નીનાં ઘરેણાં પણ વેચી દીધાં. લૉકડાઉન દરમિયાન તેમણે 50 લોકોને જમાડવાથી શરૂઆત કરી અને ટૂંક સમયમાં આ આંકડો અઠવાડિયામાં અંદાજે 15 હજાર લોકો સુધી પહોંચી ગયો.

હવે લૉકડાઉન સમાપ્ત થઇ ચૂક્યું છે અને સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે તેમ છતાં મુરુગનનું મિશન જારી છે. તેઓ હાલ પણ દર રવિવારે 1,000થી 1,200 લોકોને જમાડે છે. વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોમાં પણ ફૂડ પેકેટ પહોંચાડે છે.

મુરુગન જણાવે છે કે તેઓ વર્ષ 1999થી લોકોની મદદ કરે છે પણ લૉકડાઉનમાં તેમણે તેનો વ્યાપ વધાર્યો. તેઓ જે ભોજન વહેંચે છે એ તેમનાં પત્ની ઉષા ઘરે જ બનાવે છે. મુરુગનને નાણાકીય મદદ માટે તેમના કેટલાક મિત્રો પણ આગળ આવ્યા છે. હવે તો સ્થાનિક લોકો પણ યથાશક્તિ મુરુગનની મદદ કરે છે. મુરુગને ‘નિઝલ મય્યમ’ (બેઘરો માટે છત્ર) નામથી એક એનજીઓ પણ શરૂ કરી છે. આ એનજીઓ સાથે હાલ 50 વોલન્ટિયર જોડાયેલા છે, જેઓ ફૂડ વહેંચવામાં અને સંસાધનો એકત્રિત કરવામાં મુરુગનની મદદ કરે છે.

લોકોને જમાડવાનો સિલસિલો સતત જારી રહે એ માટે મુરુગને રિક્ષા ચલાવવા ઉપરાંત કોટન બેગ બનાવવાનું અને સ્ક્રીન પ્રિન્ટિંગનું કામ શરૂ કર્યું છે, જેના દ્વારા તેઓ દર મહિને 50 હજાર રૂ. કમાય છે. ઘરનું ભાડું અને સંતાનોની સ્કૂલ ફી કાઢતાં બાકીની રકમ તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે ખર્ચે છે.

10મા ધોરણમાં નાપાસ થયા તો ઘરેથી ભાગી ગયા, આપઘાત કરવાનું વિચારતા હતા

મુરુગન જણાવે છે કે તેઓ 10મા ધોરણમાં નાપાસ થતાં ખૂબ નિરાશ હતા અને આપઘાત કરવાનું વિચારતા હતા. ચેન્નઇના ઘરેથી ભાગીને કોઇમ્બતુરના સિરુમુગઇ પહોંચ્યા તો ગરીબોએ તેમની મદદ કરી. આ જોઇને તેઓ અહીં જ વસી ગયા. વેઇટર-ફેરિયાનું કામ કર્યું. પછી રિક્ષા ચલાવવા લાગ્યા. તેના દ્વારા જે કમાણી થતી તેનાથી લોકોની મદદ કરતા. લોકોને જમાડવાનું પણ ત્યારથી જ શરૂ થયું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો