Browsing category

સમાચાર

સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજે લોકોને નવી રાહ ચીંધી: લગ્નમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા ચલાવ્યું અભિયાન

ઘણા લોકો દેખાદેખીના કારણે કે પછી પોતાનો વટ બતાવવા માટે દીકરાના કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજે લોકોને એક નવી રાહ ચીંધી છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે ખર્ચાળ અને ભભકાદાર લગ્નને તિલાંજલી આપીને સમાજના લોકોને સાદાઈથી લગ્ન કરવાની અપીલ કરી છે. લગ્નમાં ન તો કોઈ બેન્ડબાજા, ન તો […]

USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ: ફરજ દરમિયાન આરોપીએ ગોળી મારી, અંગદાનથી 11 લોકોને આપ્યુ નવજીવન

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીનું આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયા બાદ 8 નવેમ્બરે અવસાન થયું હતું. 38 વર્ષીય પરમહંસ દેસાઈ ઘરેલુ હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા જ્યાં 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ […]

એક ચમચી ઘી તમારા શરીરને આપશે જબરજસ્ત ફાયદા, સવારના સમયે નાસ્તામાં કરો ઉપયોગ, જાણો અને શેર કરો

બધાં જાણે છે કે દેશી ધી (Desi Ghee)નું સેવન સ્વાસ્થ માટે કેટલું ફાયદાકારક (Beneficial) છે. તેમ છતાં આજકાલ લોકો ધીનું સેવન ટાળે છે. તેમને લાગે છે કે ઘી ખાવાથી તેમનું વજન વધી જશે. શું તમે જાણો છો કે જો યાગ્ય પ્રમાણમાં ઘીનું સેવન કરવામાં આવે તો ઘી શરીરને જબરજસ્ત ફાયદા (Benefit) પહોંચાડે છે. જો યોગ્ય […]

સુરતમાં સગા પિતાએ 14 વર્ષની દીકરી સાથે 8 કલાકમાં બે વખત દુષ્કર્મ કર્યું, આ ઉપરાંત 13 વર્ષની દીકરી સાથે કરી છેડતી

એક તરફ નારી સુરક્ષાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ બળાત્કાર અને છેડતી જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટનામાં નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષની દીકરી પર 8 કલાકમાં બે વખત દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત 13 વર્ષની દીકરીની સાથે છેડતી કરી હતી. આ […]

રમવાની ઉંમરે સુરતની બે બહેનપણીઓ દીક્ષા લેશે, અઢી વર્ષની કપરી તપસ્યા બાદ બંનેને દીક્ષા માટે પસંદ કરવામાં આવી

ત્રણ વર્ષ જૂની મિત્રતા અને હવે સાથે સંયમના માર્ગ પર ચાલી નીકળશે સુરતની બે કિશોરીઓ. 11 અને 12 વર્ષની બે છોકરીઓ ફેબ્રુઆરી 2022માં સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા માટે આ છોકરીઓને પસંદ કરવામાં આવી તે પહેલાં તેમણે અઢી વર્ષથી વધુ સમય કપરી તાલીમ લીધી તેમજ 700થી વધુ કિલોમીટરની પગપાળા યાત્રા કરી છે. 12 […]

પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! પાટણના હારીજમાં યુવતીનું મુંડન કરી માથા પર ગરમ દેવતા મુકી ગામમાં ફેરવી, 17 લોકોની અટકાયત કરાઈ

ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવતીને તાલિબાની સજા આપવાના છેલ્લા કેટલાક સમયમાં કેટલાય વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. ત્યારે પાટણ જિલ્લાના (patan news) હારીજમાંથી (harij) પણ એક આવોજ વીડિયો વાયરલ થયો હતો. અહીં પ્રેમી સાથે ભાગી જનારી યુવતીને પરિવાર અને સમાજના લોકોએ તાલિબાની સજા આપી હતી. યુવતીનું માથું […]

ખજૂરભાઈ ફેમ નીતિન જાનીએ કર્યું એલાન: મારી આવકના 95 ટકા હું ગુજરાતીઓ માટે વાપરીશ

ખજૂર તરીકે ફેસમ યુટ્યુબર નીતિન જાનીએ એવું એલાન કર્યુ છે કે તેની કમાણીના 95% રૂપિયા તે ગુજરાતીઓ માટે વાપરશે. યુટ્યુબ પર વીડિયો બનાવીને ફેમસ થયેલ નીતિન જાનીએ થોડા સમય પહેલા જ જે લોકોના મકાન કાચા હતા તેમને પાકી છત અપાવી હતી અને બાદમાં એવું એલાન કર્યું કે તે એક કે 2 કાચા મકાન પાકા નહી […]

વલસાડના ભિલાડ નજીક ભયંકર ટ્રિપલ અકસ્માત, બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્ની સહિત 3ના પ્રાણપંખેરૂં ઉડી ગયા

વલસાડના ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્ની સહિતના 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 4 ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ભાજપના અગ્રણી નેતા અને તેમના પત્ની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં […]

અમદાવાદમાં સસરાએ ‘તારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે’ તેમ કહીને ઝઘડો કરતા પુત્રવધૂને ખોટું લાગતા દવા ખાધી

સસરાની દુકાનમાં મજૂરી કરતા પુત્રવધૂએ સસરાને પતિનું રોજનું મહેનતાણું વધારવા રજૂઆત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા સસરાએ તારો દિકરો મારા પુત્રનું સંતાન નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનું લાગી આવતા પુત્રવધૂએ દવા ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ગોમતીપુર […]

પોલીસનો ભ્રષ્ટાચાર: રાજસ્થાનના પોલીસ કર્મીઓએ ગુજરાતની નંબર પ્લેટ વાળી ગાડીઓને રોકીને દિવાળી બોનસના 100 રૂપિયા પડાવ્યા

કોરોનાના કેસો ઓછા થતાં આ વખતની દિવાળીમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગુજરાતના પ્રવાસીઓની ભીડ જામી હતી. ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ફરજ પર રહેલી પોલીસે રાજસ્થાન જતાં ગુજરાતના પ્રવાસીઓ પાસેથી ફરજિયાત પણે 100 રૂપિયા દિવાળી બોનસ પેટે લીધા છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ગુજરાતથી ફરવા જતા લોકો પાસેથી […]