Browsing category

સમાચાર

જાહેર મંચ પરથી જાળવી મર્યાદા! સાસરું હોવાથી સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લાજ કાઢી ભાષણ આપ્યું

બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી અહીં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર ઘૂંઘટમાં ભાષણ આપતાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સામાજિક રીતરિવાજ અને પરંપરાને આજે […]

25 વર્ષથી નિ:સ્વાર્થભાવે સેવા કરનાર રિક્ષાચાલકને મહિલાએ આપી કરોડની સંપત્તિ, 3 માળનું મકાન અને તમામ સંપત્તિ તેને આપી દીધી

25 વર્ષની સેવાનું ઈનામ, મહિલાએ રિક્ષા ચાલકને આપી કરોડની સંપત્તિ 63 વર્ષીય મહિલાએ નિઃસ્વાર્થ સેવા કરી રહેલા રિક્ષાચાલકના નામે ત્રણ માળનું મકાન અને તમામ મિલકત તેમના નામે કરી આપવાનું નક્કી કર્યું છે. પતિ પછી દીકરીનું પણ અવસાન થયું ત્યારે બધાં સગાંસંબંધીઓએ તેનાથી મોં ફેરવી લીધું, પરંતુ આ રિક્ષાચાલક 25 વર્ષથી તેની સેવા કરી રહ્યો હતો. […]

અમદાવાદ ભાજપની મહિલા કાર્યકરના મંત્રી પર સનસનીખેજ આક્ષેપ: ક્વાર્ટરમાં બોલાવી અનૈતિક સબંધો બાંધતા મહિલા કાર્યકરે પત્ની તરીકે હક માંગ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય તથા અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ અમદાવાદ ભાજપની એક મહિલા કાર્યકરે સનસનીખેજ આરોપ કરતાં ચકચાર મચી છે. મંત્રીએ ભૂતકાળમાં આ મહિલાને ગાંધીનગરના MLA કર્વાટરમાં બોલાવીને અનૈતિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે મહિલાએ જણાવ્યુ હતુ કે, ગજેન્દ્રસિંહે તેણીને પત્ની તરીકેના હક્ક આપવાનું […]

ગિરનારની લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા સમાચાર, ભાવિ ભક્તો 400 લોકોના જૂથમાં લીલી પરિક્રમા કરી શકશે

જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવાની ભક્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવિ ભક્તો 400ની મર્યાદામાં લીલી પરિક્રમા કરી શકશે. ઉલ્લેખનિય છે કે વનવિભાગ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં વનવિભાગ DCFએ ગઈકાલના રોજ કલેક્ટરને પત્ર લખ્યો હતો. તેથી આજે મોટી સંખ્યામાં યાત્રીકો એકઠા થયા હતા. તથા અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ હતી. તેથી તાત્કાલિક […]

ઈંડા અને નોનવેજ મુદ્દે BJPના નેતા ઘેરાયા, ભાજપના બે મંત્રીના આમલેટ ખાતા ફોટા વાયરલ

રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઈંડા અને માંસ-મટનની લારીઓ જાહેરમાં ઉભી રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાઓના આ નિર્ણયથી ફૂથપાથ પર લારી રાખીને રોજીરોટી મેળવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ શરૂ થયું છે. ત્યારે […]

સુરતમાં વેપારીઓ પાસેથી પૈસા પડાવતાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, એક વેપારીએ પીઆઈને જાણ કરતાં યુવકનો ભાંડો ફૂટી ગયો

સુરતમાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાય ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ જેવી જ હેર સ્ટાઈલ, ચશ્મા અને વર્દી પહેરીને ફરતો 25 વર્ષીય યુવક પુણા પીઆઈનો રાઈટર હોવાનું કહીને છેલ્લા છ મહિનાથી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો. જો કે, એક વેપારીએ આ મામલે પીઆઈને જાણ કરતાં આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. […]

ભુજ મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા જયશ્રીબાએ કૌન બનેગા કરોડપતિમાં જીત્યા રૂ. 25 લાખ, લાઇફલાઇન હોવા છતાં ગેમ ક્વિટ કરી

‘કૌન બનેગા કરોડપતિ 13’માં 11 નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં ગુજરાતનાં જયશ્રીબા ગોહિલ હોટ સીટ પર જોવા મળ્યાં હતાં. જયશ્રીબા શોમાં 25 લાખ રૂપિયા જીત્યાં હતાં. જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી. 35 વર્ષીય જયશ્રીબા ભુજનાં છે. તેઓ ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં […]

પ્રેમલગ્નએ જીવન બગાડ્યું: ડભોડા પોલીસની સી ટીમે સમયસૂચકતા વાપરી આત્મહત્યાના ઇરાદે આવેલ યુવકને અજુગતું પગલું ભરે તે પહેલાં જ અટકાવ્યો

પ્રેમ લગ્ન કર્યા બાદ અમદાવાદના યુવકની હાલત કફોડી બનતાં આત્મહત્યાના ઇરાદે ગાંધીનગરની કેનાલ પર આવી ગયો હતો. જોકે, ડભોડા પોલીસની સી ટીમે સમયસૂચકતા વાપરી યુવક અજુગતું પગલું ભરે તે પહેલાં જ તેને અટકાવી દઈ સરાહનીય કામગીરી કરી હતી. પરિવારજનોની મંજૂરી વિના પ્રેમ લગ્ન કર્યા પછી ઘરકંકાસનાં કારણે પત્ની રિસાઈને જતી રહી હતી. ત્યારે માતાએ પણ […]

ગુજરાતથી દિલ્હી જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટ્રેનને વગર કારણે રોકી ભાજપે 8 કલાક મોડી કરાવ્યાનો આરોપ

દિલ્હીમાં થયેલા વિકાસના કામોના દર્શન કરાવવા ગુજરાતના 1500 કાર્યકરોને ખાસ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યાં છે. ગતરોજ સુરત સહિતના વિસ્તારોમાંથી કાર્યકરો ટ્રેન મારફતે દિલ્હી જવા નીકળ્યાં છે. ત્યારે આ ટ્રેનને અલગ અલગ સ્ટેશનો પર વગર કારણે રોકવામાં આવી રહી હોવાથી ટ્રેન 7થી 8 કલાક મોડી પડી રહી છે. જેથી આપ દ્વારા આ ટ્રેન મોડી પડવાની બાબતને […]

અપૂર્વમુની સ્વામીએ કહ્યું: ‘પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેતા બંધ થાય, સરદારનું માથું શરમથી ઝુકી જશે’

રાજકોટ જિલ્લાના જસદણ ગામે (Jasdan)પાટીદાર શૈક્ષણિક ભવનના ભૂમિ પૂજન તેમજ પાટીદાર શહીદ સ્મારક ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ, ઊંઝા ઉમિયા સંસ્થાના મણીભાઈ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, વરૂણ પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો તેમજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે બીએપીએસ (BAPS)સંસ્થાના અનેક સંતો મહંતો […]