22 વર્ષીય દીકરીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન કર્યું, કહ્યું ‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ નિભાવવો મારો પણ અધિકાર છે’
‘હું દીકરી છું, સંતાન તરીકે પિતૃધર્મ નિભાવવો મારો પણ અધિકાર છે’ આ ભાવ સાથે 22 વર્ષીય તરૂણીએ 60 વર્ષીય પિતાને લિવરનું દાન આપી આયુષ્ય વધારી આપ્યું છે. મૂળ ગાંધીધામની વતની કોમલ રાજોરિયા પોતાની આંખો સમક્ષ બે વર્ષથી લિવરની બીમારીથી પીડાતા પિતાની વેદના જોઈ શકતી નહોતી. નાની ઉંમર હોવાથી પરિવારે વારંવાર સમજાવવા છતાં કોમલ પોતાના વચન […]