Browsing category

સમાચાર

અમદાવાદમાં ગાઢ મિત્રે દગો આપતાં વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા આધેડે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી, મિત્ર થકી વ્યાજના રૂપિયા-મૂડી ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતાં હતાં

અમદાવાદ એરપોર્ટ પર સાથે નોકરી કરતાં ખાસ મિત્રએ ગદ્દારી કરી વ્યાજના રૂપિયા ન ચૂકવતાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા આધેડે આત્મહત્યા કરી છે. આધેડે સ્યુસાઇડ નોટ લખીને સોમવારે ગાંધીનગરની સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી મોત વ્હાલું કરી લીધું છે. ખાસ મિત્રની ગદ્દારીથી આઘાતમાં સરી પડેલા બીજા મિત્રએ આપઘાત કરી લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. […]

વાઇલ્ડલાઇફ ક્રાઇમની સૌથી મોટી ટ્રેપ: 10000 નોળિયા મારીને એની પૂંછડીમાંથી બનાવ્યા 7600 બ્રશ, અમદાવાદમાંથી એકની ધરપકડ

રાજ્યમાં વન્યજીવોનાં અંગોને લગતી ગુનાખોરી વધી રહી છે, એમાં નોળિયાને મારીને તેની પૂંછમાંથી પેઈન્ટ બ્રશ બનાવીને વેચવાના રાજ્યના અત્યારસુધીના સૌથી મોટા ધંધાનો પર્દાફાશ થયો છે. એમાં સરસપુરમાં બી.આર. બ્રશ ઈન્ડસ્ટ્રીઝના નામે પેઈન્ટ બ્રશનો ધંધો કરતા શખસને રંગેહાથ પકડવામાં આવ્યો છે. વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરોના વેસ્ટ રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ વારખડને માહિતી મળી હતી કે કેટલાક […]

સેલવાસના મદરેસામાં અભ્યાસ કરાવતા મોલવીએ 17 વર્ષની સગીરાને પીંખી નાખી, પોલીસે મૌલવીની ધરપકડ કરી

સેલવાસના બાવીસા ફળિયા ખાતે આવેલ મદરેસામાં અભ્યાસ કરાવતા મોલવી (ટીચર) પર 17 વર્ષની સગીરાએ દુષ્કર્મનો આરોપ લગાવતા સમગ્ર સેલવાસ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાને ધ્યાને લઇ સેલવાસ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે. અંતે મેડિકલ રિપોર્ટ બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

રાજકોટમાં સિટી બસના ચાલકની ખુલ્લેઆમ દાદાગીરી: વૃદ્ધ રિક્ષા ચાલકને સરેઆમ ફટકારવા લાગ્યો સિટી બસનો ડ્રાઈવર, વીડિયો વાયરલ

ગુજરાતના મોટા શહેરોમાં સિટી બસના ડ્રાઈવરો દ્વારા બેફામ રીતે બસ હંકારીને અકસ્માત સર્જવાના બનાવો તો છાશવારે સામે આવતા જ હોય છે. આ સિવાય સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પણ અવારનવાર મુસાફરો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવતી હોય છે. એવામાં રાજકોટની સિટીબસના કર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિટી બસના કર્મચારીઓ દ્વારા વૃદ્ધને […]

અમરેલીના હીરાણી પરિવારે દીકરીને કરિયાવરમાં આપી અનોખી ભેટ: 3.5 કિલો વોટની સોલર પેનલો આપી નવો રાહ ચીંધ્યો, વીજબિલમાંથી કાયમી રાહત

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારોના લગ્ન સહિતના પ્રસંગોમાં સેવા પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કરવાનો પ્રયાસ થાય છે. વૃક્ષારોપણ, પુસ્તક વિતરણ, રક્તદાન શિબિર, તુલસી છોડ વિતરણ જેવી પ્રવૃત્તિ જોવા મળે છે. અમરેલી જિલ્લાના ચારણ સમઢિયાળા ગામના વતની અને સુરત નનસાડ રોડ સ્વપ્ન વિલા રેસિડેન્સીમાં રહેતા તથા મોબાઈલની દુકાન ધરાવતા કનુભાઈ હીરાણીની દીકરી પ્રિયંકાના લગ્ન રાધે ફાર્મ સરોવર […]

દાહોદમાં પ્રેમિકાએ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ કરાઈ

મંગળવારે દાહોદ જિલ્લાના સંજેલીના ભાણપુરના જંગલમાંથી અર્ધ બળેલ હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસે કિશોરીની ઓળખ કરતા મૃતક કિશોરી દાહોદ ની કૃતિકા બરંડા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કિશોરી દાહોદની સાયન્સ કોલેજમા બીએસસીનો અભ્યાસ કરતી હતી અને 22 નેવમ્બરના રોજ ઘરે પરત ન […]

કચ્છી મહિલા ચાલતી ટ્રેને દરવાજે ઊભી હતી અચાનક સંતુલન ગુમાવતા નીચે પડી જતાં થયું મોત

કચ્છથી મુંબઇ આવી રહેલી ટ્રેનમાં એક કચ્છી મહિલા મુસાફર ચાલતી ટ્રેનના દરવાજે ઊભી હતી ત્યારે સંતુલન ગુમાવતાં નીચે પડીને મોત થયું હતું. આ બનાવથી કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. કચ્છથી સયાજીનગરી એકસપ્રેસમાં એસ-3 કોચમાં મુસાફરી કરતી 35 વર્ષની બીજલ વીરા બોરીવલી સ્ટેશને ઊતરતાં પહેલાં ટ્રેન ભાયદંર નજીક પહોંચતાં સ્ટેશન કેટલું દૂર છે […]

ઇન્સ્ટા પર રિલ્સ બનાવીને મૂકતા યુવકો માટે ચેતવણીરૂપ ઘટના: અમદાવાદમાં ટ્રેન પર ચડી વીડિયો ઉતારવા જતાં ઈલેક્ટ્રિક વાયરને અડકી જતાં 17 વર્ષના છોકરોનું થયું મોત

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને મૂકતા હોય તેવા યુવકો અને તેના મા-બાપે ચેતવણીરૂપ ઘટના રાણીપમાં બની છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા 15 વર્ષના સગીરે રેલવે ટ્રેક પર ઊભેલી ગુડ્ઝ ટ્રેનના વેગન પર ચઢીને ઈન્સ્ટાગ્રામની પોસ્ટ માટેની રિલ્સ બનાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રેમ ધો. 12માં અભ્યાસ કરતો હતો સગીર સાબરમતી સેન્ટ્રલ જેલ પાસે ગુડ્ઝ ટ્રેન […]

અરવિંદ કેજરીવાલની મહિલાઓને લઈને મોટી જાહેરાત: પંજાબમાં અમારી પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપશું

અરવિંદ કેજરીવાલે સોમવારે 2022 વિધાનસભાની ચૂંટણીને માટે આમ આદમી પાર્ટીના મિશન પંજાબમાં જાહેરાત કરી કે સત્તામાં આવ્યા તો પાર્ટી પંજાબની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. મોગામાં કેજરીવાલની જાહેરાત અને અન્ય પાર્ટી દ્વારા ફ્રીમાં સુવિધા આપવાની જાહેરાત હાલની સરકાર દ્વારા સબ્સિડી અને લોભામણી યોજનાની જાહેરાત પહેલાથી જ દેવામાં ઉતરેલી પંજાબ સરકારે કરી […]

ગોધરામાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો હોબાળો: રાત્રિના સમયે શિવશક્તિ સોસાયટીના મકાનમાં ધર્માંતરણ કરાવવામાં આવતુ હોવાના વિહિપના આક્ષેપ

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સિંધી પરિવારના મકાનમાં રાત્રિના સમયે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોક ટોળાએ હોબાળો કરતા ગોધરા એ-ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને મકાનમાં તપાસ કરતા નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો […]