પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 25 જૂને 25% સ્કૂલ ફી માફીની જાહેરાત કરી હતી; નવા શિક્ષણમંત્રીએ ચાર્જ સંભાળ્યાના અઢી મહિના પછી પણ કોઈ નિર્ણય લીધો નથી, પરિપત્ર જાહેર કરે તો વાલીઓને 1000 કરોડની ફીની રાહત મળી શકે
કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષ કરતાં વધુ સમય સુધી સ્કૂલો બંધ રહી હતી, જેને પગલે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોરોનાએ આરોગ્યની સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ નબળા પાડી દીધા છે, જેને કારણે તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 25 જૂન, 2021ના રોજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા સ્કૂલ ફી […]