Browsing category

સમાચાર

સાંસદો અને ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ

સામાન્ય જનતાને મોંઘા ટોલથી પરેશાની રહે છે પરંતુ સાંસદ અને ધારાસભ્ય ટોલ કેમ નથી આપતા? એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમના મંચ પર આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સવાલનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટરથી માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી […]

ગાંધીનગરમાં બે દિવસમાં બે પોલીસકર્મીનું હૃદયરોગના હુમલાના લીધે અકાળે અવસાન, પોલીસ બેડામાં શોકની લાગણી

રાજ્યમાં પોલીસ બેડામાં આઘાતનો માહોલ છવાયેલો છે, કારણ કે બે દિવસમાં બે પોલીસકર્મીઓનું હૃદયરોગના હુમલાથી અકાળે મોત થયું છે. યુવાન પોલીસકર્મીના નિધની ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મંગળવારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ કેવલસિંહ વાઘેલા પછી બુધવારે ડભોડા પોલીસ પોલીસ મથકમાં ફરજ બજાવતા 29 વર્ષના કોન્સ્ટેબલ આકાશ પટેલનું નિધન થયું છે. બન્ને પોલીસકર્મીનું સળંગ […]

અમદાવાદમાં સગી બહેને જ પરિણીત ભાઈનું બીજે ગોઠવી આપ્યું, પત્નીને પરસ્ત્રી સાથેના સબંધની જાણ થતાં કરી ફરિયાદ

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને તેનો પતિ ઝગડા કરી દારૂ પીને માર મારતો હતો. આટલું જ નહીં પતિને પરસ્ત્રી સાથે સબંધ હોવાની જાણ થતાં તેણે નણંદને જણાવ્યું તો તેણે કહ્યું કે તે તેની મિત્ર છે અને તેણે જ મિત્રતા કરાવી આપી હતી. શહેરના કૃષ્ણ નગરમાં […]

ભાજપના મંત્રીની કાર રોકી પોલીસે તો જાણો પછી શું થયું? જુઓ વીડિયો

બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી જીવેશ મિશ્રા જયારે વિધાનસભા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. પોલીસના આ પગલાંથી લાલચોળ થઇ ગયેલા મંત્રીએ કહ્યું હતું કે હવે જ્યાં સુધી હું વિધાનસભા ન જઇશ ત્યાં સુધી સત્તાવાર કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે. બિહાર સરકારમાં ભાજપના આ નેતાએ કહ્યુ હતું કે પટનાના એસપી અને […]

સુરતમાં નશાના નેટવર્કનો પર્દાફાશ: નવમા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલબેગમાં અફીણ સાથે પકડાયો, મળતા આટલા રૂપિયા

રાજ્યના મહાનગર સુરતમાંથી નશાના કારોબારને એક ચોંકાવનારો કેસ મળી આવ્યો છે. જેમાં સુરત પોલીસે નશાના નેટવર્કનો પર્દાફાશ કરી થતી હેરાફેરીની અનોખી રીત જણાવી છે. આવા ગેરકાયદેસર ચાલતા ધંધા સામે આંખ લાલ કરીને પગલાં ભર્યા છે. રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં નશાના જથ્થાને સુરતમાં ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. […]

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પ્રશાસન એક્શનમાં, મુખ્ય મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી, અમદાવાદનો યુવક શંકાના ઘેરામાં

સોશિયલ મીડિયા પર અયોધ્યા નગરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી કર્મચારીઓએ અયોધ્યામાં સઘન તપાસ શરૂ કરી છે. અયોધ્યાના તમામ પ્રવેશદ્વારો, હોટલ, ધર્મશાળાઓ અને મુખ્ય મંદિરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસન એક્શનમાં પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો અને એટીએસની ટુકડીને સંપૂર્ણ રીતે સક્રિય કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા […]

વિકાસની ઉતાવળ! અમદાવાદમાં ગાડીઓ હટાવ્યા વગર જ રોડ પર ડામર પાથરી દીધો, કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે આવ્યો

રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં રોડ ભૂગર્ભ તેમજ લાઈટ સહિતના કામ ઝડપથી થવા લાગ્યા છે. જોકે આ કામગીરીમાં એટલી ઉતાવળ છે એ વાતનો પુરાવો મહાનગર અમદાવાદમાંથી મળ્યો છે. એક કોન્ટ્રાકટરને રસ્તામાં ઉભેલી કાર પણ હટાવવાનો સમય નથી. અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટનું ચિત્ર સામે આવ્યું છે. […]

રાજકોટમાં શ્રીમંત પરિવારનો પુત્રવધૂ પર અત્યાચાર:‘10 વર્ષ અમેરિકામાં શું કમાયા?’ સાસુએ યુવતીને મેણાં માર્યા, પતિએ ફટકારી; પુત્રવધૂએ કરી પોલીસ ફરિયાદ

સાસરિયાં દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના બનાવો સામાન્ય પરિવારોમાં જ બનતા હોય એવું નથી. પુત્રવધૂ પરના અત્યાચારના બનાવો શ્રીમંત પરિવારમાં પણ છાશવારે બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વધુ એક કિસ્સામાં રાજકોટના બિલ્ડર તેમજ સદગુરુ રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ, તેનાં પત્ની અને પુત્ર સામે તેમની પુત્રવધૂએ ઘરેલુ હિંસા અંતર્ગત ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચર્ચા જાગી છે. […]

ડ્રગ્સના ભરડામાં સપડાતા નબીરા: અમદાવાદના ટોચના બિલ્ડરપુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં તરફડિયાં માર્યાં, હોસ્પિટલમાં દાખલ, વિગત છુપાવવા થ્રી લેયર સિક્યોરિટી

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતનાં ડ્રગ્સ, હેરોઈન, એમડી, કોકેઈન પકડાયાં છે. અત્યારસુધી એવી જ થિયરી ચાલતી હતી કે ગુજરાત તો માત્ર રૂટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજાં રાજ્યો અને બહારના દેશોમાં જાય છે, પરંતુ હકીકતમાં ગુજરાતનું યુવાધન ધીરે-ધીરે ડ્રગ્સના અજગરી ભરડામાં સપડાઈ રહ્યું છે અને કોઈને ખબર પણ પડતી નથી. આનો દેખીતો […]

રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતથી 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે, સુરતના 2 હજારથી વધુ દાતાએ દાનનો ધોધ વહેડાવ્યો

રાજકોટ નજીકના સરધાર ગામમાં 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. જ્યાં નિત્યસ્વરૂપ સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 10થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવ 250 એકર જગ્યામાં યોજાશે. જેમાં ગુજરાતનો અત્યાર સુધીનો મોટામાં મોટે ડોમ 500 ફૂટ પહોળો અને 750 ફૂટ લંબાઈનો હશે. આ મહામહોત્સવમાં […]