Browsing category

સમાચાર

રાજકોટમાં BRTSના બેફામ અને બેદરકાર ડ્રાઇવરો ટ્રાફિકની કે વાહનચાલકોની ઐસી તૈસી કરીને ચાલુ બસે બિન્દાસ ફોન પર વાતો કરે છે, વીડિયો થયો વાઇરલ, પ્રજામાં ભારે રોષ

અમદાવાદ બીઆરટીએસની બેદરકારીથી બે ભાઈઓના મોતને હજુ 24 કલાક થયા છે ત્યારે રાજકોટમાં બીઆરટીએસનો ડ્રાઇવર ચાલુ બસે ફોનમાં વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. જેના પગલે શહેરજનોમાં આવા બસ ડ્રાઇવરના પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે. એક બાજુ તંત્ર દ્વારા ડ્રાઇવરે સલામતી અને શિસ્તના પાઠ ભણાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ અને બેદરકાર […]

ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા

ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિહાર (ઉં. વ. 19)ને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ પણ કરી હતી. સતત નવ […]

મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપીએ અજિત પવાર સાથે બનાવી સરકાર, ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે ઉપ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથે લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારી બીજી જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં […]

‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ અકસ્માતો કરતી સિટી બસ પર પરિવાર રાહ જુએનું સૂત્ર લખાવ્યું છતાં 14ને કચડી માર્યા

છેલ્લા બે દિવસથી સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંઈ આ પ્રકારનો રોષને જોઈને પાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરની સામે કાચ પર ‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ સૂત્ર લખાયા હતાં. જોકે, આ સૂત્ર […]

અમેરિકા જવાનુ દિવા સ્વપ્ન જોનારા યુએસથી ડીપોર્ટ થયેલા 145 ભારતીયોની દાસ્તાં જાણી હચમચી જશો, ફાટેલા કપડે થઈ વતન વાપસી, જાણો દાસ્તાન

ભણેલા-ગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોનું અમેરિકા જઇ ત્યાં કામ કરવાનું સપનું હતું. તેઓ ત્યાં પહોંચી તો ગયા. તેના માટે તેમણે 25-25 લાખ રૂપિયા એજન્ટોને આપ્યા હતા. કેટલાંકે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેમને ખબર નહોતી કે સુંદર જિંદગીનું તેમનું સપનું એક ખરાબ સ્વપ્નમાં ફેરવાઇ ચૂકયું છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના આરોપમાં તેમને […]

હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠ્યા, હેલ્મેટ પણ બાઈક ચાલકનો જીવ ન બચાવી શક્યું, પ્રજામાં આશ્ચર્ય સાથે રોષ

અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે આજે સવારે BRTS બસની અડફેટે લેતા નયન રામ અને જયેશ નામના બે સગા ભાઈઓના મોત થયા છે. જો કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું મોત થયું હતું. જેને પગલે હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું હોવાથી તમને કોઈ બીઆરટીએસ […]

વડોદરાની SSG હોસ્પિટલમાં 4 વર્ષના બાળકનું ઓપરેશન થયા વગર જ ઓપરેશન થિયેટરમાં મોત થતાં હોબાળો, ડોક્ટર પર બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

સયાજી હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે 4 વર્ષના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આંખના ઓપરેશન માટે ઓ.ટીમાં લઇ જવાયેલા બાળકનું ઓપરેશન પણ ન થયું અને તેનું મોત નિપજતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. આંખના ઓપરેશન માટે ગયા હતા હોસ્પિટલ મહેમદાવાદના રોદાણા ગામમાં રહેતા મુસ્તાકભાઇ દિવાને જણાવ્યું હતું કે, મારા 4 વર્ષના પુત્ર […]

BRTS બસ એક્ટિસેડન્ટઃ 6 દિવસ પહેલાં જ મૃતકની પત્નીનું કરવામાં આવ્યું હતું સીમંત, દુનિયામાં આવતાં પહેલાં જ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદમાં બીઆરટીએસ બસની બસની ટક્કરથી બાઈક પર જતાં બે સગાં ભાઈઓનાં કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારનાં બે ભાઈઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બંને ભાઈઓ પરિણીત હતા. જેમાંથી એક ભાઈનાં પત્નીનું છ દિવસ પહેલાં જ સીમંત કરવામાં આવ્યું હતું. પણ બીઆરટીએસ બસનાં ડ્રાઈવરને કારણે દુનિયામાં હજુ જેણે પગ […]

તમારા રસોડામાં નકલી જીરૂં તો નથી ને? ઝાડુ, પથ્થર અને શીરાની ભેળસેળ અંગે જાણી ચોંકી જશો, પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી

મરચાંથી લઇ હીંગ સુધી તમામને તમે ભેળસેળના સમાચાર ખૂબ વાંચ્યા હશે પરંતુ નકલી જીરું બનાવતી ફેકટરી અંગે કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જી હા બવાનામાં પોલીસે જીરું બનાવાની ફેકટરી પકડી છે. નવી દિલ્હી નજીક પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી છે. આ સાથે જ નકલી જીરૂં બનાવતી ગેંગના સભ્યોનો […]

લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો, શેરવાની પહેરેલી તસવીર છેલ્લી બની

મેંદરડાના સમઢીયાળા ગામે વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે જેતપુરના 9 વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે વાળંદ પરિવારના લગ્નની […]