Browsing category

સમાચાર

નડિયાદમાં મહિને દસ ટકા જેટલું વ્યાજ 4 વર્ષ ભરવા છતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો, અંતે યુવકે શ્યુસાઇટ નોટ લખીને આપઘાત કર્યો

નડિયાદ શહેરમાં વધી રહેલા વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યવસાય માટે દસ ટકા જેવા ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવવા વધુ દેવું થયું. આખરે આ વિષચક્રમાંથી છુટવા યુવકે ઝેર ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં છે. જોકે, યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સ્યુસાઇટ નોટ વધુ ચોંકાવનારી છે. આ નોટમાં તેણે […]

પાલીતાણાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને સામુહિક દુષ્કર્મ આચર્યું..

રાજકોટ, વડોદરા બાદ હવે ભાવનગરના પાલીતાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યું છે, અને આ દુષ્કર્મમાં કિશોરીની માતા પણ સંડોવાયેલી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર […]

યુકે ઈલેક્શનમાં ગુજરાતીનો દબદબો, ગુજરાતી મૂળના 16 ઉમેદવારો મેદાનમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 8 ગુજરાતીઓને ટિકિટ આપી

યુકેમાં જનરલ ઈલેક્શનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. 12મી ડિસેમ્બરે મતદાન યોજાશે. બધી પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોંડીનું જોર લગાવી રહ્યા છે. યુકેમાં દર ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો અને મતદારોનો દબદબો હોય છે, આ વખતે પણ ગુજરાતી ઉમેદવારોને દબદબો યથાવત્ છે. બધી પાર્ટીઓએ કુલ મળીને 16 ગુજરાતી મૂળના ઉમેદવારો ઉભા રાખ્યા છે. એક રીપોર્ટ પ્રમાણે ભારતીય સમુદાય […]

આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાની ખાસ જાહેરાત, 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવો અને 1 કિલો મોરસ મફતમાં લઇ જાવ

શહેરમાં પાલિકા પ્રમુખ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ 2 વર્ષથી હાથ ધરાઇ છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ અને કચરાના ઢગલાથી છલકાયેલા જોવા મળે છે. જેના કારણે ગંદકીના ઢગલા વધી જતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. અને સ્વચ્છતા અભિયાન હેઠ‌ળ સમગ્ર દેશ અને રાજ્યમાં દર વર્ષે રેકિંગ આપવામાં આવે છે. તેમાં આણંદ […]

ST નિગમે નવી એપ લોન્ચ કરી, બસનો સમય અને રૂટ પણ ટ્રેક કરી શકાશે, ટ્રેનની જેમ STમાં 60 દિવસ પહેલાં બુકિંગ થઈ શકશે

ગુજરાત એસટી નિગમની બસોમાં પેસેન્જરો હવે રેલવેની જેમ 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે રિઝર્વ સીટ પર મુસાફરી પહેલા આકસ્મિક સંજોગોમાં ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરીની તારીખ અને સમય પણ બદલી શકશે. એ જ રીતે મુસાફરી દરમિયાન તેમની બસ ક્યાં પહોંચી, તેમના સ્ટેન્ડ પર ક્યારે આવશે તે બસ ટ્રેકિંગ સિસ્ટમની […]

વારંવાર બગડી જતી નવી કારથી પરેશાન યુવકે ગધેડાથી ખેંચાવી કાર, વિડિઓ વાઈરલ

રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો. વિશાલે કાર પર પણ […]

ભાવનગરમાં સ્કૂલબસમાંથી ફંગોળાઈ જઈને વ્હીલમાં આવી જતા 14 વર્ષની બાળકીનું મોત, ઠસોઠસ ભરેલી સ્કૂલબસ બની કાળ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના વાળુકડ ગામે આવેલી વાળુકડ માધ્યમિક શાળામા઼ અભ્યાસ કરતી સોડવદરની વિદ્યાર્થિની સવારે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન ભંડાર ગામ નજીક પહોંચી તે વખતે બસ ચાલકે રોડ પર વળાંકમાં બસને ટર્ન મારતા બસમાં ઉભેલી સગીરા ફંગોળાઇ નીચે પડી હતી. જ્યાં બસના પાછળના વ્હીલ નીચે આવી જતા મોત નીપજયું હતું. અકસ્માતને પગલે […]

બનાસકાંઠા: વાસનાના ભૂખ્યા વરૂઓએ હેવાનિયતની હદ પાર કરી, 14 વર્ષની આદિવાસી મજૂરની કિશોરીને 3 મહિના પિંખી

દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર 14 વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. જોકે અંદાજે સાડા ત્રણ મહિના બાદ પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી આ કિશોરીને છોડાવી છ પૈકીનાં બે આરોપીઓને જેલ હવાલે કરેલ છે. નિર્ભયા, હૈદરાબાદની […]

સાબર ડેરીમાં ભરતી કૌભાંડ! એક-એક ઉમેદવાર પાસેથી લેવાયા 25 લાખ રૂપિયા? ભરતી પ્રક્રિયા માટે પૈસાની લેતી-દેતી થતી હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ

ગત સપ્તાહે સાબર ડેરીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના ડેમઈ ગામના પશુપાલક કીર્તિ પટેલે બે દિવસ અગાઉ સાબર ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.બી.એમ.પટેલ સાથે ભરતીમાં એક-એક ઉમેદવાર પાસેથી 15થી25 લાખ લેવાતા હોવાની વાતચીતનો ઓડિયો વાઈરલ થતાં બંને જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધી […]

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલનકારીની ધીરજ ખૂટી, યુવાને ધ્રુસકે ધ્રુસકે રડી કહ્યું-પપ્પા નથી, ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડઆપવીતી કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ યુવાને રડતા રડતા કહ્યું કે, પપ્પા નથી અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે, ત્રણ […]