Browsing category

સમાચાર

હીરલ અને ચિરાગની પ્રેમ કહાની રહી ગઈ અધૂરી, હીરલે પકડી અંતિમ વાટ, અંતિમ સંસ્કારમાં પરિવારનું આક્રંદ

હીરલ અને ચિરાગની લવસ્ટોરી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બધા બંનેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. લોકો બંનેની કહાનીને ‘વિવાહ’ ફિલ્મ સાથે સરખાવતા હતા. જોકે ભગવાનને આ મંજૂર નહોતું અને હવે હીરલ આપણી વચ્ચે નથી રહી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે અંતિમ શ્વાસ લેનાર હીરલ વસાવડાના આજે વતન જામનગરના ડબાસંગ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. […]

વડોદરામાં ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થીની ખુશ્બુની ઠંડા કલેજે હત્યા, તળાવમાંથી તીવ્ર દુર્ગધ મારતી બાંધેલી હાલતમાં લાશ મળી

પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જોકે, શનિવારે મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીની ઠંડા કલેજે હત્યા કરી પ્લાસ્ટીકના મીણીયામાં લપેટી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. વિદ્યાર્થિની સાથે કોઇ જબજસ્તી […]

8 કલાકમાં ખતમ થઈ ગયો આખો પરિવાર, પતિએ ટ્રેન સામે કુદીને જીવ આપ્યો, પત્નીએ બાળકીની હત્યા કરી આત્મહત્યા કરી લીધી

દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. સવારે અંદાજે 11.30 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આઘાતમાં સાંજે 7.30 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આર્થિક તંગીનું કારણ લાગી રહ્યું છે. સપ્ટેમ્બરમાં કાઠમંડુથી દિલ્હી […]

અમદાવાદના નારોલમાં 12 વર્ષની બાળા પર ગેંગરેપ, સગીરાને સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરાઈ

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો […]

મોરબીમાં જન આરોગ્યને ચેડા કરવાની શરમજનક ઘટના આવી બહાર, બ્રેડના પેકેટમાથી નીકળી એવી વસ્તુ જે જોઈને મોઢામાંથી ઉબકા આવી જાય

મોરબીમાં ગઈકાલે જન આરોગ્યને ચેડા કરવાની શરમજનક ઘટના બહાર આવી હતી. જેમાં એક વ્યક્તિએ દુકાને બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈને જોતા એક બ્રેડમાંથી ઉંદરનું મૃત બચ્ચુ નીકળ્યુ હતુ. બાદમાં આ વ્યક્તિએ કલેક્ટરને આ અંગે લેખિતમાં ફરીયાદ કરી હતી. જેના પગલે ફુડ વિભાગે જવાબદાર ક્રિષ્ના બેકરીમાં તપાસ કરી હતી. અને આ બેકરીમાંથી પાઉં સહિતની બેકરીની બનાવટના […]

ગુજરાતનો વધુ એક જવાન કાશ્મીરમાં થયો શહીદ, ચોટીલાના ઝીંઝુડાનો 22 વર્ષીય જવાન વનરાજ દેગામા દેશની સરહદે શહિદ

ગુજરાતનો વધુ એક જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો છે. ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આજે સાંજે અમદાવાદ ખાતે શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવે તેવી શક્યતા છે. આવતી કાલે વતન ઝીંઝુડામાં શહીદના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુ:ખદ સમાચારથી ચોટીલા પંથકમાં ગમગીની છવાઈ […]

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો, 6 મહિનામાં બીજી વખત વધાર્યો ભાવ, ભાવવધારો આજથી અમલી

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં […]

35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, નિર્ભયાના દોષિતોનું ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે

નિર્ભયાકાંડના ત્રણ દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ફાંસી નક્કી થઈ ગઈ છે. ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ વિનયની દયાની અરજી પાછી ખેંચવાવાળી અરજી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેની અરજી પર વિચાર કરી રહ્યા નથી. હવે તેની અરજી પેન્ડિંગ નથી. વિનયે તિહાર જેલ વહીવટીતંત્ર પાસેથી 7 દિવસની નોટિસ […]

સુરત / એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૌરભ વાર્ષ્ણેયને હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ રૂપિયાના પગારની ઓફર કરી

‘પિતા કરિયાણાની શોપ ચલાવતા હતાં એટલે ફિ ભરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈને ફી ભરતા હતાં. આર્થિક સ્થિતી સારી ન હતી એટલા માટે મારા પાસે સારા માર્ક્સ લાવવા સિવાય કોઈ ચાન્સ ન હતો એટલા માટે દિવસના રોજ 4 કલાક જ સુતો હતો. બાકીનો સમય અભ્યાસ કરવા પાછળ ગાળતો હતો. હૈદરાબાદની […]

ગાંધીનગરમાં નજરે જોનારાને ધ્રુજાવી નાંખે તેવી ઘટના બની: ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા થઈ ગયા

રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગર-વાવોલ રોડ પર એક ગમખ્વાર અને હૃદયને ધ્રુજાવી દે તેવો હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રક ચાલકે ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એટલું જ નહીં, ટક્કર માર્યા બાદ મહિલા આગળ […]