હીરલ અને ચિરાગની પ્રેમ કહાની રહી ગઈ અધૂરી, હીરલે પકડી અંતિમ વાટ, અંતિમ સંસ્કારમાં પરિવારનું આક્રંદ

હીરલ અને ચિરાગની લવસ્ટોરી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બધા બંનેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. લોકો બંનેની કહાનીને ‘વિવાહ’ ફિલ્મ સાથે સરખાવતા હતા. જોકે ભગવાનને આ મંજૂર નહોતું અને હવે હીરલ આપણી વચ્ચે નથી રહી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે અંતિમ શ્વાસ લેનાર હીરલ વસાવડાના આજે વતન જામનગરના ડબાસંગ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં આખું ગામ અને સમાજના આગેવાનો જોડાયા હતા. સદાય હસતી રહેતી હીરલનો મૃતદેહ જોઈને મંગેતર ચિરાગ અને પરિવારજનોના કરૂણ આક્રંદથી પાષણ હ્રદયનો માનવી પણ પીગળી જાય એવો દુ:ખદ માહોલ સર્જાયો હતો. અંતિમ વિદાય પહેલાં હીરલના મૃતદેહને સોળે શણગારથી સજાવવામાં આવ્યો હતો.

ગઈ કાલે સવારે અમદાવાદ સિવલ હોસ્પિટલમાં છેલ્લાં સાત મહિનાથી લડી રહેલી જિંદગીની રેસ હીરલ હારી ગઈ હતી. પાંચ-પાંચ સર્જરી અને ડૉક્ટરો અને સમાજના આગેવાનો અથાગ પ્રયત્ન છતાં હીરલને બચાવી શકાઈ નહોતી. હીરલના મૃતદેહને કાલ સાંજે જામનગરના ડબાસંગ ગામમાં લાવવામાં આવ્યો હતો.

આજે સવારે હીરલ વડગામાના પોતાના ઘરેથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં આખું ગામ અને સમાજના આગેવાનો જોડાયા હતા. વ્હાલસોઈ દીકરી હીરલની વસમી વિદાઈમાં માતા-પિતાની આંખોમાં આંસુઓનો દરિયો રોકાતો નહોતો. મંગેતર ચિરાગના આક્રંદથી ભલભલાની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરિવાર અને ગામજનોએ ભારે હ્રદયે હીરલના અંતિમ સંસ્કાર પૂરા કર્યા હતા.

પાંચ-પાંચ સર્જરી છતાંય હીરલને બચાવી ના શક્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીરલ પર સાત મહિનામાં પાંચ-પાંચ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટર્સે હીરલને બચાવવા માટે શક્ય તેટલાં પ્રયાસો કર્યાં હતાં. તો સામે ચિરાગે પણ હીરલની પ્રેમથી સંભાળ રાખીને તેનામાં જીવવાનો ઉમંગ ટકાવી રાખ્યો હતો. જોકે, ડોક્ટર્સ તથા ચિરાગ કુદરત સામે લાચાર બની ગયા હતાં અને અંતે હીરલ આ દુનિયાને અલવિદા કહીને જતી રહી હતી.

ચિરાગે બતાવી ખરી ખાનદાની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટોરોએ કહ્યું કે હીરલનો જમણો હાથ અને બંન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડશે. હીરલે એક હાથ અને બે પગ ગુમાવતા તેના માતા-પિતા પિતા આભ તૂટી પડ્યું હતું. જુવાનજોધ દીકરી સાથે તેનો ભાવ ભરથાર લગ્ન કરશે કે કેમ એ પ્રશ્નથી મૂંઝાઈ ગયા હતા.

અંતિમ સમય સુધી આપ્યો સાથ આ આખી દુર્ધટનામાં હીરલના મંગેતર ચિરાગે ખરી ખાનદાની દેખાડતા હીરલને જેવી છે એવી સ્થિતિમાં અપનાવવાનો વાયદો કર્યો હતો. તેણે કહ્યું કે હું હીરલનો જીવનભર સાથ આપીશ. ચિરાગે એમ પણ કહ્યું કે જો અમારા લગ્ન થઈ ગયા હોત તો અને મારા ઘરે આવી દુર્ઘટના બની હોત તો શું હું તેને છોડી દેત? હું હવે તેનો આખી જિંદગી સાથ આપીશ. ચિરાગના માતા-પિતા પણ હીરલનો સ્વીકાર કરવા તૈયાર હતા. આખા પરિવાર હીરલની ખડેપગે સેવા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો